________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૪૭
જગતમાં એ મનુષ્યો (કવિઓ) મોટા છે. એમની બરાબરી થઈ શકે નહીં. બુદ્ધિ માટે મેં અભ્યાસ કર્યો ને હરમુનિનો રાસ રચ્યો. એને ભણતાં-ગણતાં જ્યાં ક્ષતિ દેખાય તેને ક્રોધમાનમાયાનો ત્યાગ કરી હરખભેર દૂર કરજો. એક ધ્યાનથી ઇન્દ્રિયોને ગોપવી બહુજનોના સુખ કાજે કવિ કાવ્યરચના કરે છે. સત્તર કક્કાને મેળવીને મેં આ હરમુનિનો રાસ રચ્યો છે. એ સત્તર કક્કા તે કાજળ, કાગળ, કાંબળી, કોડો, કાંબી, કાતર, કોટિ, કહેડી, કર, કણ, કોડ, કરણ, કરાણું, કાય, કવિતા, કાવ્ય, કવિત.
આ પ્રમાણે મહેનત લઈને શાસ્ત્રરચના થાય છે. વંધ્યા સ્ત્રી પ્રસૂતિની વેદના જાણી શકે નહીં. જે નિર્ગુણી, માની, ક્રોધી છે તે તો આમાં ભૂલો કાઢે ને વખોડે. વળી એમ પણ કહે કે આ જોડતાં (કવિતા કરતાં) કેટલી વાર ? ગમાર બેઠાબેઠા આવાં વચન બોલે. પણ આ કામ મુશ્કેલ છે. વળી કોઈ એમ પણ કહે કે આ પરિશ્રમ શા માટે ? પણ કવિ કહે છે આ મૂરખભાષા ખોટી. માણસો પુણ્યને માટે લાખ રૂપિયા પણ ખરચી નાખે છે. એનાથી એને યશ અને કીર્તિ મળે છે. તો એનાથી ય આ કાવ્યરચના મોટું પુણ્ય છે. એનાથી મન-વચન-કાયાનો યોગ સ્થિર થાય છે, પાપ અટકે છે ને પુણ્ય બંધાય છે. વળી જો એમાં હે લાગી જાય ને નિર્મળ ધ્યાન થઈ જાય તો માણસ ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. સ્વાધ્યાય સમું જગતમાં બીજું કોઈ તપ નથી. એનાથી જીવ મુક્તિ પામીને સિદ્ધશિલાએ જાય છે.
જે દુર્લભબોધિ હોય છે તે હંમેશાં અવળું ને ઊલટું જ ગ્રહણ કરે છે. એટલે જે લેવા જેવું હોય છે તે મૂકે છે ને મૂકવા જેવું ગ્રહણ કરે છે.
શ્રાવકનાં બાર વ્રતોને છોડીને ચાર કષાયોને ગ્રહણ કરે છે. શ્રાવકના એકવીસ ગુણ ખોઈને અઢાર પાપસ્થાનક ગ્રહણ કરે છે. સાત વ્યસનને – ભયને મેળવે છે ને બ્રહ્મચર્યની નવ વાડને દૂર કરે છે. આઠ મદને આદરે છે ને દશ યતિધર્મને છોડે છે. રાગદ્વેષ એ બેને ધારણ કરે છે ને ત્રણ દંડને મન-વચન-કાયદેડ) આચરે છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વને તથા દાન, શીલ, તપ અને ભાવ એ ચારને વહાલાં ન ગણે. પાંચ અણુવ્રત/મહાવ્રત, અગ્યાર શ્રાવકની પ્રતિમા અને બાર પ્રકારના તપમાં અથવા બાર ભાવનામાં રુચિ ન રાખે, ચૌદ નિયમથી વેર રાખે ને તેર કાઠિયા ઉપર પ્રેમ રાખે, વીસ સ્થાનકની આરાધનાને ત્યજી, કાઉસ્સગના ઓગણીસ દોષોને ગ્રહણ કરે, ચોવીસ તીર્થંકરોને છોડી બાવીસ અભક્ષ્યને ગ્રહણ કરે, બત્રીસ અનંતકાયને ગ્રહણ કરી પાંત્રીસ વાણીના ગુણને છોડે, ઓગણત્રીસ પાપશ્રુત પ્રસંગ પર પ્રેમ રાખે, ને એકત્રીસ સિદ્ધના ગુણોનું વિસ્મરણ કરે, તેત્રીસ આશાતના આચરે પણ ચોત્રીસ અતિશયને પામે નહીં, આચાર્યના છત્રીસ ગુણોનો અળગા મૂકે, જિનમંદિરની ચોર્યાસી આશાતનામાં મન જાય પણ પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણોનું આરાધન ન કરે કે ૧૦૮ નવકાર જપે નહીં).
કવિ કહે છે કે હરમુનિનો રાસ સાંભળી ઉત્તમ બોલ જે કહ્યા છે તેનો અભ્યાસ કરો. મીઠાં વચનોનો ત્યાગ ન કરો અને હીરચરિત્રને ઉત્સાહભેર સાંભળો.
હીરસૂરિનું આયુષ્ય આશરે ૭૧ વર્ષનું ૬િ૯] છે. વિ.સં. ૧૫૮૩માં જન્મ, સં. ૧૫૯૬માં દીક્ષા, સં. ૧૬૦૭માં પંન્યાસપદ, સં. ૧૬૦૮માં ઉપાધ્યાયપદ, સં.