Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 374
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૯ ગચ્છોમાં તપગચ્છ અને ગચ્છાતિઓમાં હીરગુરુ મોટા છે. દેવો અને માનવો એમના ગુણ ગાય છે અને ઋષભદાસ કવિ પણ એમના ગુણોની માળા કરે છે. એમ કરવાથી પૂર્વનાં કર્મો ક્ષય પામે છે અને આપણું સમ્યકત્વ નિર્મળ થાય છે. જે રાજદિકના ગુણ ગાય છે તે માણસ આ ભવમાં સુખી થાય છે. પણ મોટે ભાગે પરભવમાં તે હાનિ પામે છે. કારણ કે લોભને કારણે એ અધમને પણ ગુણની ખાણ કહે છે. જે નારીના રૂપની પ્રશંસા કરે છે તે આ ભવમાં તો સુખ પામતો નથી, અને પરભવમાં દુઃખ મેળવે છે. કેમ કે લોહી, માંસ, હાડકાના માળા જેવા આ દેહકૂપની એ અમૃતના કુંડ રૂપે પ્રશંસા કરે છે. જે સાર-પુરુષને અસર કરે છે તે મોટે ભાગે આ ભવમાં પણ દુઃખી થાય છે ને પરભવમાં તો નિશ્ચિતપણે દુઃખ પામે છે. કોઈ મૂર્ખની જોડે ગુણોને ભાંડે-વખોડે તો આ ભવ અને પરભવમાં તેના મુખમાં ખોડ આવે છે. અસત્ય બોલ જે પ્રગટપણે ઉચ્ચરે તે ભાંડ થઈ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. જે કુગુરુ અને કુદેવના ગુણ ગાય તેની કશી અર્થસિદ્ધિ થતી નથી. જે સુદેવ અને સુગુરુની નિંદા કરે છે તે ધર્મને ઉથાપીને ચારે ગતિમાં ફરે છે. એવા ઘણા કવિઓ જગતમાં છે જેઓ સ્તુતિ કરતાં – કવિતા કરતાં પાર પામ્યા નથી. પણ જે સુગુરુ - સુદેવના ગુણ ગાય છે તે આ ભવ ને પરભવમાં સુખી થાય છે. વળી સ્તુતિ કરતાં જો લહે લાગી જાય તો ઈદ્રની પદવી મેળવે છે. વિધિપૂર્વક જો સ્તુતિમાં લીન બને તો ગણધર થાય અને એમાં પણ જો તીવ્ર રાગ થાય તો જયજયકાર થાય (તીર્થકર બની જાય). દેવ-ગુરુની સ્તુતિ કરવામાં આવે તે જ હે લગાડવાનું સ્થાનક છે. તે રાવણની પેઠે તીર્થંકર થાય અને કર્મક્ષય કરી મોક્ષે જાય. . (પૂર્વ-દુહા) અનેક યુગતિ બોલ્યા બેહુ, કોણે ન રાખી લાજ; . બાંધ્યા વિપ્ર બોલ્યા નહિ, તવ બોલ્યો વછરાજ. ૨૯૫૩ જૈનધર્મ સાચો સહી, સાચો દેવસ્વરૂપ; નિગ્રંથ ગુરુ સાચો સહી, પડ્યા તુમ અંધ કૂપ ! ૨૯૫૪ એહનું પંડિતપણું ભલું, પૂરર્વે વાણિગ બુદ્ધિ; પછિ હૂઆ આપ મુનિવરૂ, વ્યાકર્ણ કરી શુદ્ધિ. ૨૯૫૫ બંભણ વખોડ્યા ઋષિ સ્તવ્યા, આલું વસ્ત્ર અંબાર; રાજપિંડ લીધો નહિ, હરખ્યો પુરુષ અપાર. ૨૯૫૬ ચાલ્યો વાચક વાગતે, વરત્યો જયજયકાર; એ ચેલા ગુર હીરના, એક એકર્ષે સાર; ૨૯૫૭. કવિ ચેલા કેતા કહું, સકલચંદ ઉવઝાય; શાંતિચંદ્ર ને ભાણચંદ, હેમ વડો કવિરાય. ૨૯૫૮ ટિ. ૨૯૫૮.૨ હેમ = હેમચંદ્રાચાર્ય

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398