________________
૩૩૨
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ઓળખી શકી નહીં. જે કર્યું તે જ આપણું કરીશું' એટલું ઉધાર. કાયા અસ્થિર અને અસાર છે. પછી તે કામ આપે કે ન પણ આપે. વૈરાગ્યમય વચન સાંભળી જીવ મનમાં વૈરાગ્ય ધારણ કરે છે. વૈરાગીની પાછળ ઘણા રસનો ત્યાગ કરતા હોય છે. નીકા ઋષિ
સુંદર રૂપ, નિર્મલ વાણી અને વિચક્ષણ સરસ મન જેમનાં છે એવા ઋષિ નિકા પંન્યાસને હું વંદન કરું છું. એમને જોવાથી જાણે જંબૂસ્વામી, મેઘકુમાર અને ધન્ના અણગારને જોયા હોય એમ લાગે. તે આહાર અને પાણી એક સ્થાને લેતા હતા, ગણીને છ દ્રવ્ય વાપરતા હતા. કપડાં ખરડાય નહીં તો કાપ કાઢતા નહીં. રેશમી વસ્ત્ર વાપરતા નહીં. સંથારો કરીને કદીયે સૂતા નહીં. ઊંઘ આવે તો બેઠાબેઠા જ ઊંઘે. શિયાળામાં ત્રણ જ વસ્ત્ર ઓઢતા. પોતાની વૈયાવચ્ચ (સેવાચાકરી) કરાવે નહીં. પોતાના શિષ્ય કરતા નહીં. આત્મસાક્ષીએ ધર્મ કરતા. બપોરે પણ ધ્યાન છોડે નહીં. ઋષભદાસ કહે છે નીકા ઋષિ પંન્યાસની જોડ અત્યારે કોઈ દેખાતી નથી.
(દુહા) શ્રીજિનવર કહે કીજીયે, આતમ સાખે ધરમ;
હુઓ ભરતેશ્વર કેવલી, ટાલી મહેલાં કરમ. ૨૯૦૯ મન મહેલે ધર્મ જ નહિ, જન જાણે સ્યું હોય;
નરક આયદલ મેલીઆ, પ્રસન્નચંદ્રને જોય ! ૨૯૧૦ અપ્રમાણ વેસ જ કહું, જો નહિ સંયમ સાર;
વિષિ ગળેપી છે શમી, સહી મારે નિરધાર ! ૨૯૧૧ આતમ વાત લહે આતમા, અવર ન જાણે મર્મ;
તે માટે કરે જીવડા, આતમ સાખી ધર્મ ! ૨૯૧૨
| (ચોપાઈ). આતમ સાખી ધર્મ તે ગમે, રહે કાયોત્સર્ગ રયણીનિ સમે;
સીરોહીમાં ધ્યાન રહ્યો ધીર, ભમે દિલ તવ પડીઓ હીર. ૨૯૧૩. ત્યારે સાધ કેતા જોહ, જોય તો ગુર હીર પડેહ;
સોમવિજય પરમુખ સહુ કહે, ઈમ ધ્યાનેં જિનકલ્પી રહે ! ર૯૧૪ જેને અંગે બળ પ્રાક્રમ ઘણું, એક કષ્ટ અછે તેહ તણું;
તુલ્મ વિરુદ્ધ કરો તુલ્બ (શો) આહાર, શિરે વહેવો ગછ કેરો ભાર ! ૨૯૧૫ પા. ૨૯૧૩.૨ ભમઇલિં ટિ.૨૯૧૫.૨ વિરુદ્ધ = અવળું, જુદું (એટલેકે શક્તિ અને આહાર અલ્પ છતાં જિનકલ્યાણ સમું
ધ્યાન હીરગુરુ કરે છે એ સંદર્ભ) (વૃદ્ધ' એવો પણ અર્થ બેસી શકે.)