Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 365
________________ ૩૩૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાતમો મદફર ચાલી ગયો, મહાસંગ્રામ તિહાં કણિ થયો; પોતે પાતશા લેઇ તરઆરિ, કટિકમાંહિ કરી મારામારી. ૨૮૯૨ સબલ જુજીઓ તેણે ઠાર, વઢતાં ભાગી તિણ તરુઆર; કટિકમાંહિ સદેહ સહિ હૂઓ, મદફર જીવે છે કે મુઓ ! ૨૮૯૩ દીઠો નહિ જ્યારે સુલતાન, ત્યારે ઓસર્યા હબસીખાન; પાતશા પાછો જોયે ફરી, પલાણ તણી પરિ સહૂએ કરી. ૨૮૯૪ ભાગો મદફર તેણીવાર, મીરજાખાન દુઓ જયકાર; હવી વાત અકબરશાહ જ્યાંહિ, ભાખ્યા યાર કમલખ ત્યાંહિ.૨૮૯૫ મહમુંદ પાતશા પહેલો દ્વારે, ખુરાનદાન માર્યો પેજારે; દૂરિ કરી રાખ્યો ચાકરી, તેણે મહમુંદ ગળે દીધી છરી. ૨૮૯૬ બીજો કમલખ અતિમિતખાન, ગુજ્જર પાતશા ખોયું માન; દેઈ ગુજરાતને મુનિ મિળ્યો, આપ વરગટી પાછો વળ્યો. ૨૮૯૭ ત્રીજો કમલખ કુતબદીનખાન, અંતકાલે તસ નાઠી સાન; વેરી મદફર વચને મિળ્યો, તો તે માનવગતિથી ટળ્યો. ૨૮૯૮ ચોથો કમલખ મદફરશાહ, આપ લડ્યા લશકરમેં જાય; આપ રહ્યા નહિ શિરપે જોય, દામ દુની દોલત વે ખોય. ૨૮૯૯ ગઈ ગૂજરાત મુગલને હાથે, નાઠો મદફર છોછિ સાથ; સારું થયું સુહાણાનું ધ્યાન, સાચું જગહાં હીરનું જ્ઞાન. ૨૯૦૦ ગુરુનો ભગત અસ્યો નહિ કોઈ, વિજયદાનસૂરિ મોટો હોય; એકદા કારણ ઉપનિ અતિ, લિખે લેખ તિહાં ગછપતિ. ૧૯૦૧ ઉતાવલા આવો શિષ્ય હીર ! વાટે નીકળી પીજો નીર; વાંચે કાગળ જગગુરુ જામ, સજ થયા ચાલેવા તા. ૨૯૦૨ ચોમાસાનો છઠ તપ હોય, ન કરે પારણું ગછપતિ સોય; કહે બાહેર જઈ કરસ્ય આહાર, રહેતાં ન રહે મુજ આચાર. ર૯૦૩ શ્રાવક સાધ કહે સહુ અતિ, કીજે પારણું તુહ્મ ગછપતિ; હર ન માને હુઆ એકમના, મોટી તે જગમાં આગન્યા. ૨૯૦૪ (ગાથા – સંબોધસત્તરિમાની) आणाइ तवो आणाइ संयमो तहय दाणमाणाए; आणारहियो धम्मो, पलाल पूलव्व पडिहाई. ॥ १॥ પા. ૨૯૦૨.૧ ગુરુ (શિષ્યને સ્થાને) ટિ. ૨૮૯૨.૨ તરુઆરિ = તરવાર, ૨૮૯૩.૧ જુજીઓ = ઝૂઝયો, લડ્યો. ૨૮૯૪.૨ પલાણ = પલાયન. ૨૮૯૫.૨ કમલેખ = બદનસીબ ? ૨૯૦૦.૧ છોછિ = છોડી (?) 9.9 આણાઈ = આજ્ઞાથી, તવો = તપ.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398