Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 366
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૧ आणाखंडणकारी, जइवि तिकालं महाविभूइए; पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥ २ ॥ " (પૂર્વ-ચોપાઈ). તેણે કારણે આગન્યા તે સાર, હીરે કીધો તમ વિહાર; | વિજયદાનસૂરિ વાંદ્યા તમેં, અતિ ઉતાવળા આવ્યા કસેં. ૨૯૦૫ કાગળ માંહિ ઉતાવળ ઘણી, તો કિમ રહીયે ગુરુ ગ૭ધણી ? વાર્ટિ આહાર કર્યો ગુરુ સુણી, અતિ હરખ્યો ગચ્છનાયક ધણી.૨૯૦૬ એહવો હીરવિજયસૂરિ જેહ, ગુરુની ભગતિ કરતો તેહ; પોતે પૂજાયો પણ તસ્યો, અવિનય કુણે ન કીધો કસ્યો. ૨૯૦૭ સૂરજ પરિ પૂજાયો સહી, કાઉત્સર્ગ પહોર રહિ નિશિ લહી; છાનો ધ્યાન કરે ગુરુ પરમમોટો આતમ સાખી ધરમ. ૨૯૦૮ શ્રી જિનેશ્વર ભગવંત કહે છે આત્મસાક્ષીએ ધરમ કરવો. એનાથી ભરતેશ્વર મેલાં કર્મોને ટાળીને કેવલી થયા. મન મેલું હોય ત્યાં ધર્મ ન હોય. માણસ જાણે એનાથી શું ? પ્રસન્નચંદ્રને જુઓ. એમણે નરકનું આયુષ્ય બાંધ્યું. (નરકમાં ઉત્પન્ન થવાની યોગ્યતા મેળવી.) જો સંયમ નથી તો કેવળ વેશ અપ્રમાણ જ છે. આત્માની વાત આત્મા જ જાણે, બીજા કોઈ એના મર્મને જાણે નહીં. માટે જીવ આત્મસાક્ષીએ ધર્મ કરે છે. હીરગુરુ પણ આત્મસાક્ષીએ ધર્મ કરતા. રાત્રિના સમયે કાઉસ્સગ્નમાં રહેતા. સિરોહીમાં એક વાર હીરગર આ રીતે ધ્યાનમાં હતા ત્યારે ચક્કર આવતાં પડી ગયા. કેટલાક સાધુઓએ જાગીને જોયું તો હીરગર, પડી ગયેલા હતા. ત્યારે સોમવિજય આદિએ કહ્યું કે આવી રીતે ધ્યાનમાં તો જિનકલ્પી રહે છે. જેમના શરીરમાં ઘણું બળ હોય તે આ કષ્ટ વેઠે. આપ તો એનાથી વિરુદ્ધ કરો છો [આપ તો વૃદ્ધ છો એમ પણ અર્થ થાય. અને આપનો આહાર પણ કેટલો ? આપે તો માથે આખા ગચ્છનો ભાર વહન કરવાનો છે. ત્યારે હીર કહે છે, “આ અસ્થિર દેહ તો અંધારી કોટડી જેવો છે. એમાં અમૂલ્ય રત્નો ભય છે. જે કાઢ્યાં તે જ સાર. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી ઘડપણ કે રોગ આવ્યાં નથી ને ઇન્દ્રિયો અશક્ત થઈ નથી ત્યાં સુધી ધર્મ સાધી લેવો જોઈએ. | જીવન કલેવર એમ કહે છે કે મારા છતાં હું છું ત્યાં સુધી) તું ધર્મ કરી લે. હું માટી છું ને તું રત્નમય છે. ફોગટ જન્મ હાર નહીં. શાલિભદ્રનું શરીર કેવું હતું ! જરાય તાપ ખમ્યો જતો નહોતો. પણ એમણે એવું તપ આદર્યું કે એમની માતા એમને પા. ૨૯૦૬.૨ બીજી પંક્તિ નથી. ૨૯૦૭.૨ પુણ્ય (પણ ને સ્થાને). ટિ. ૨.૨ પૂએઈ = પૂજા કરે; નિરત્યય = નિરર્થક.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398