Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 364
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૯ હીર કહે એહના ગુણ કોડિ, આપણ નહિ કાંઈ તેહની જોડિ; પરિસો તેણે ઉદેરી લીધ, આપણ કસું ન જાયે કીધ. ૨૮૭૬ એહવો હરમુનિ ગયંદ, પોતાના ગુણ પાડે મંદ; પરના ગુણ બોલે નર ધીર, અમરવિજયને સ્તવતો હીર. ૨૮૭૭ છઠ અઠમ દશમ તે કરે, આહાર કાજે પોતે સંચરે; મૂકે મોકલાં ઘર તે પંચ, પાછો વળે જો ન મિલે સંચ. ૨૮૭૮ નારી વદન ન નિરખે પ્રાહિં, બેસે તે નર પડદામાહિ; ઘણું સંવરી સૂધો આહાર, હિર લહે એ મુનિવર સાર. ૨૮૭૯ અમરવિજયની રોટી લીધ, હીરે તે કાજગરી કીધ; પરગુણનો રહેનારો હીર ! કહીં ન ફૂલ્યો સાહસ ધીર. ૨૮૮૦ શ્રાવક કહે ધન્ય જગગુરુ હર ! તુમ પ્રતિબોધ્યો અકબર મીર; અમારિપઢો શેત્રુંજ કુરમાન, દદ્ધીપતિ ઘે તુચ્છ બહુમાન. ૨૮૮૧ હીર કહે સુણ શ્રાવક જાણ, સાધુ સદાયે કરે વખાણ; કો ઊંધે કો ઊઠી જાય, કો એકને પ્રતિબોધ જ થાય ! ૨૮૮૨ દિલ ચોખું એ અકબર તણું, મેં પ્રાક્રમ નવિ કીધું ઘણું; ત્રિષ્યવાર મિલ્યો હું સહી, આઠ દિવસ માગ્યા ગહિગહી. ૨૮૮૩ માંગે તેમની કારતિ કસી, ધન્ય દેનારો દિયે જે હસી ! અમારિપડા વજડાવ્યા જેહ, શાંતિચંદ્રનો મહિમા તેહ. ૨૮૮૪ શેત્રુજ ફરમાન કરાવ્યાં સાર, ભાણચંદ્રનો તે ઉપગાર; સાધ વતી મુજ માન્યો તહિં, ઘણાયે શ્રાવક મુજ માને નહિ. ૨૮૮૫ ગાલિ માન ગુરુ હરસૂરીન્દ્ર, જ્ઞાન નિરમળું જ્યે પૂન્યમચંદ્ર; ‘અમદાવાદમાં શ્રાવક સાર, સુહણું દીઠું એક અપાર. ૨૮૮૬ આવી હીર તણે કહે તેહ, ગૂર્જર ખંડનો રાજા જેહ; સ્વાનિ ચઢી આવ્યો ગહિગહી, મસ્તક છત્ર ધરાવ્યું સહી. ૨૮૮૭ હિરે અર્થ પ્રકાશ્યો તેહ, પરદેશે ગુજરાતી નર જે; આવે પિણ થિર ન રહે અતિ, ચઢણે વાહન ભંડાવતી. ૨૮૮૮ અનુક્રમે તિહાં મદફરશાહ, અમદાવાદમાં પરગટ થાય; વાત હવી જિહાં અકબરશાહ, ખાન ખાના દોડ્યો તેણે ઠાય. ૨૮૮૯ કટક ઘણું જાણી થિર રહ્યો, કલ્યાણરાય તવ મિળવા ગયો; કહ્યું બીહો માહરા ખુનકાર ! મિળ્યા પિંજારા બાવન હજાર. ૨૮૯૦ હું કલ્યાણ આવું તુહ્મ સાથ, હવડાં લેઈ આપું ગુજરાત ! મીરજાખાન હુઓ હોશિયાર, રાજનગરે આવ્યો તેણી વાર. ૨૮૯૧ ટિ. ૨૮૮૬.૧ ગાલિ = ગાળી નાખે.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398