________________
૩૨૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
માટે ખૂબ આગ્રહ કર્યો પણ હીરસૂરિ એકના બે ન થયા. જગતમાં ગુરઆજ્ઞા મોટી વસ્તુ છે.
સંબોધસત્તરિ' ગ્રંથમાં પણ કહ્યું છે કેઃ આજ્ઞાથી તપ, સંયમ અને દાન સાર્થક ગણાય છે. આજ્ઞા વિનાનો ધર્મ તે ઘાસના પૂળા જેવો અસાર છે.
આજ્ઞાનું ખંડન કરનાર માણસ યદ્યપિ મહાસામગ્રીઓથી ત્રિકાલ પરમાત્માની – વિતરાગપ્રભુની પૂજા કરે તો પણ તે સર્વ નિરર્થક છે.
માટે જ આજ્ઞા એ જ સારભૂત છે. એમ વિચારી હરિગુરુએ વિહાર કર્યો. અને ઉતાવળે આવી પહોંચીને વિજયદાનસૂરિને વંદન કર્યા. ગુરુએ ઉતાવળ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “કાગળમાં ઉતાવળ કરવાનું લખ્યું હતું, પછી રહેવાય જ કેમ ?” આહાર પણ રસ્તામાં કર્યો એ સાંભળીને ગચ્છનાયક ખૂબ ખુશ થયા. આવી એમની ગુરુભક્તિ હતી. તેથી પોતે પૂજાયા અને તેમનો અવિનય કોઈએ કર્યો નહીં. સૂર્યની જેમ તે પૂજાયા. એક પહોર રાત બાકી રહે ત્યારે કાઉસ્સગ્ન કરતા હતા. ગુપ્ત સ્થાનમાં – કોઈ ન જુએ તેમ તે ધ્યાન ધરતા હતા. ખરેખરો ધર્મ તો આત્મસાક્ષીએ કરવાનો કહ્યો છે.
(દુહા) કૌરવ હણે પાંડવ ગુણે, રાગ-દ્વેષ નહિ ત્યાંહિ;
નમું દમદન્તમુનિ તેણે, જે ઋષિ મંડલ માંહિ. ૨૮૭૦ સંયમ પાલે સિદ્ધ નમે, શીલ નવ ખંડે રેખ;
તોહી મુગતિ તસ વેગળી, જો ઘટિ રાગ ને દ્વેષ ! ૨૮૭૧ શત્રુ મિત્ર જેહને નહિ, મન વશ જે અકષાય; રૂપાદિક પંચે નહિ, તે સાચો ઋષિરાય ! ૨૮૭૨
(ગાથા – સંબોધસત્તરિમાંની) सेयंवरो य आसंवरो य बुद्धो अ अहव अण्णो वा । समभावभावि अप्पा, लहइ मुक्खं न संदेहो ॥ १॥
| (ચોપાઈ) અસ્યાં વચન ભાખે ગુરુ હીર, પૂરવ પુરુષ હુઆ મહાધીર; કીર્તિ કરો દઢપ્રહારી તણી, કોપ્યો નહિ જે મારા ભણી.
૨૮૭૩ અરજુનમાલીને નર દમે, અંધકના શિષ્ય પંચમેં ખમે; મેતારગનું ફાર્ટ સીસ, ચંદકોશીયે નાણી રીસ !
૨૮૭૪ કર્યો ચિલાતી ઋષિ ચાલણી, સનતકુમાર સાહે વેદન ઘણી;
ઢંઢણ-અર્ણક-ગજસુકમાલ, ખમે સુકોશલ નાહનો બાળ ! ૨૮૭૫ પા. 9. માસવંતો સિયંવરો વા ટિ. ૨૮૭૧.૨ ઘટિ = મનમાં ૨૮૭૩.૨ મારા = હત્યારા