________________
૩૨૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
કૌરવો જેને હણે છે અને પાંડવો જેની સ્તુતિ કરે છે. છતાં જેમના મનમાં કોઈ રાગદ્વેષ નથી તે દમદન્ત મુનિને હું નમસ્કાર કરું છું.
જે સંયમનું પાલન કરે, સિદ્ધને નમે, શિયળની નવવાડનું સ્ટેજ પણ ખંડન ન કરે, તોપણ જો મનમાં રાગદ્વેષ હોય તો મુક્તિ તેનાથી વેગળી રહે છે. જેના મનમાં શત્રુ કે મિત્રભાવ નથી, મન જેનું કષાયરહિત છે, રૂપ આદિ પાંચે ઈન્દ્રિયોમાં જે આસક્ત નથી તે સાચો ઋષિરાજ છે.
“સંબોધસત્તરિ ગ્રંથમાં ગાથા છે કે “શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બુદ્ધ હોય કે અન્ય (નૈયાયિક આદિ) હોય, પણ જેનો આત્મા સમતાભાવમાં ભાવિત થયો હોય તે મોક્ષ પામે છે, એમાં સંદેહ નથી.”
હીરગુરુ કહે છે, “પૂર્વે મહાધીર પુરુષો થઈ ગયા. દઢપ્રહારીની કીર્તિ કરો કે જેણે મારનાર પ્રત્યે ક્રોધ ન કર્યો. અર્જુન માળીને લોકો દમન કરે છે પણ તે ક્રોધ કરતા નથી. ખંધકમુનિના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલ્યા પણ સહન કરી લીધું. મેતારજ મુનિના માથે વાધર વીંટી ને એમનું મસ્તક ફાટવા લાગ્યું પણ ક્રોધે ન ભરાયા. ચંડકોશિયાએ પણ પોતાના શરીર પર પથ્થરાદિના પ્રહારો કરનાર પ્રત્યે રોષ કર્યો નહીં. ચિલાતીપુત્રના શરીરને લોહીની ગંધથી આવેલી કીડીઓએ ચાળણી જેવું કર્યું પણ ક્રોધ કર્યો નહીં. સનતકુમારના શરીરમાં સોળ રોગ થયા પણ વેદના સહન કરી લીધી. ઢંઢણઋષિ, અરણિકમુનિ અને ગજસુકુમાર વગેરે મુનિઓએ જીવલેણ ઉપસર્ગો રોષ વિના સહી લીધા. બાળવયના સુકોશલમુનિએ પૂર્વભવની માતા વાઘણે કરેલા ઉપસર્ગને સમતાભાવે સહન કરી લીધો.” આ પ્રમાણે હીરગુરુ પૂર્વના મહાપુરુષોનાં દષ્ટાંતો આપી કહે છે, “તેઓમાં કરોડો ગુણ હતા. આપણે તેમની તુલનામાં કાંઈ નથી. તેઓએ પરિષહો ઉદીરણા કરીને સહન કર્યા. આપણે આમાંનું કાંઈ કરી શકીએ એમ નથી.”
કવિ કહે છે હરમુનિ એવા ગજરાજ છે જે પોતાની લઘુતા દર્શાવી બીજાના ગુણની પ્રશંસા કરે છે. એક અમરવિજય મુનિરાજની તેઓ સ્તુતિ કરે છે
તે છઠ અઠ્ઠમ, દશમ આદિ ઘણી તપશ્ચર્યા કરતા. આહાર લેવા જાતે જતા. ભિક્ષા માટે પાંચ ઘર છૂટાં રાખતા. જો ત્યાંથી સૂઝતો આહાર ન મળે તો પાછા વળતા. મોટેભાગે સ્ત્રીનું મુખ જોતા નહીં ને પડદામાં જ રહેતા. સંવરની સાધના કરનાર તે મુનિરાજના હાથે એક વાર હીરગુરુએ રોટી – ગોચરી લીધી. પછી તેને કામે લગાડી.
હીર અન્યના ગુણને ગ્રહણ કરનારા હતા. કદી પણ મનમાં ફુલાતા નહીં. શ્રાવકો કહે છે, જગગુરુ હીરને ધન્ય છે. તમે અકબરને પ્રતિબોધ પમાડ્યો. અમારિ-પડો વગડાવ્યો, શત્રુંજયની કરમુક્તિનું ફરમાન કઢાવ્યું. દિલ્હીપતિ બાદશાહે તમારું બહુમાન
હીરગુરુ કહે છે, “હે જ્ઞાની શ્રાવક, સાંભળ, સાધુ હંમેશાં વ્યાખ્યાન કરે છે ત્યારે કોઈ ઊંઘી જાય, કોઈ ઊઠી જાય, તો કોઈકને પ્રતિબોધ થાય. અકબર બાદશાહનું દિલ ચોખ્યું હતું તેથી તે પ્રતિબોધ પામ્યો. મેં એમાં કાંઈ પરાક્રમ કર્યું નથી. ત્રણ વાર હું બાદશાહને મળ્યો. તેની પાસે આઠ દિવસની અમારિ-પ્રવર્તન માટેની માગણી કરી. માંગનારની તો શી કીર્તિ ! પણ જે હસીને ઉદારતાથી આપે છે તે આપનારો જ ધન્ય