Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 359
________________ ૩૨૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત જિમવા બેઠો નિજ ભરતાર, ખારી ખીચડી અત્યંત અપાર; ખીજ્યો શ્રાવક તેણીવાર, કાં દીધો મુનિ એહવો આહાર? ૨૮૪૩ કરી ખરખરો આવ્યો તહિં, ઉપાશરે બેઠો છે મુનિવર જ્યાંહિ; ભાષે શ્રાવક અમ ઘરિ આહાર, અહ્મ પરઠવ્યો ખાર અસાર. ૨૮૪ સાધ કહે ખારી ખીચડી, હીર તણે પાતરે તે પડી; શ્રીગુર સોય ન બોલે ફરી, ઉડ્યા આહાર તે ખારો કરી. ૨૮૪૫ વારે વારે પીયે નીર, એમ જલ કહીયે ન પીયે હીર; વાત પ્રકાશે નહિ ગંભીર, અહો, સમતારસ હોય સધીર. ૨૮૪૬ સાધ કહે ગુરુ એહ સ્યુ કીધ, ખારી ખીચડી દુહો સું લીધ; હીર કહે કૂરડુને જુઓ, થુંકનારો તે નવલજ હુઓ. ૨૮૪૭ ધર્મચિ તપિઓ અણગાર, વિષ તુંબડનો કીધો આહાર; વિદ્યાસાગરના ગુણ લાખ, છઠ પારણે લીધી રાખ. ૨૮૪૮ મામો ભાણેજ આગે હુઆ, લેઈ દીખ્યા હોય ગુણના કુઆ; ભાણેજો તપ તપતો સદા, મામે ગુરુને પૂછ્યું તદા. ૨૮૪૯ કહીયે કેવલ એને હસ્ય ? જ્ઞાની ગુરુ તે બોલ્યો તમેં; હવડાં જેહવો મનસુદ્ધિ વળી, રહે તો પખવાડે થાયે કેવળી. ૨૮૫૦ પછિ પારણનો દિન થાય, પાંડવને ઘર વહિરવા જાય; તેણે ક્રોધ કીર વિખવાદિ, આપી ઘોડાની તિહાં લાદિ. ૨૮૫૧ ૨૮૫૩ ચું ઉહનું ને સ્યું તાહતું, જો આણ્યો વઇરાગ; કુણ બરટી કુણ બાજરી, જો રસ કીધો (જેણે) ત્યાગ. ૨૮૫ર | (ચોપાઈ) રસનો ત્યાગ કરવો રિષિરાય, લેઈ લાદિ ચાલ્યો તેણે ઠાય; આહાર કરે અનુમોદે ઘણું, ત્રોડ્યું કર્મ ઘણું (તે) આપણું. વ્યાંહણિ રોગ તે ઋષિને થાય, પછિ આપદા સઘળી જાય; પૂછે રોગ એ શ્યાથી થયો, દોષ લાદનો સહુએ કહ્યો. ૨૮૫૪ ત્યાહ મેં કોપ્યો તપિઓ યતિ, તેજૂલેસ્યા નહિ મુજ અતિ; બાળું પાંડવ પરોહિત રાય, બાળું દેસ ઈમ ચઢ્યો કષાય. ૨૮૫૫ (દુહા) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરો તમ કાહિ; પૂર્વ કોડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ. ૨૮૫૬

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398