Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 358
________________ શ્રી હીરવિજયસૂરિરસ ૩૨૩ જેહના પુન્ય તણો નહિ પાર, સાધુપંથ આકરો અપાર; કાલુપુરમાંહિ આવ્યા જર્સિ, ગોખ નવો નીપાયો તર્સિ. ૨૮૨૮ પૂછે હીર શ્રાવકને તહીં, હોય સીખ તો બેસીયે અહિં; શ્રાવક કહે પૂછો સું તેહ, તુલ્બ કારણે નીપાયો એહ. ૨૮૨૯ હર કહે નવિ કલપે એહ, આધાકરમી હુઓ હ; વખાણ કાજે મંડાવી પાટ, એહવી રાખે સાધની વાટ. ૨૮૩૦ તેણે ગોખે નવિ બેઠો કોઈ, હીરવચન માન્યું સહુ કોઈ; કોઈ ન લોપે હરની લાજ, દીપે જૈન અખંડહ રાજ. ૨૮૩૧ એકદા અલ્હદાવાદહાં જોય, વિમલહર્ષ વાચક તિહાં હોય; - ભદુઓ શ્રાવક ચરચા કરે, ચૂકી બોલ્યો મને નવિ ડરે. ૨૮૩ર. કાગળ લખ્યો સંબાવતી માંહિ, વાંચી જગગુરુ ખીજ્યો ત્યાંહિ; સોમવિજયને ભાખે તસે, લખો લેખ યમ કાઢો જે અછે. ૨૮૩૩ ગછ બાહિરની ચીઠી લખી, કાગળ કાસિમને ઘે રિષિ; વિજયસેનસૂરિ બોલ્યો વહી, પછિ લેખ મોકલજો સહી. ૨૮૩૪ હીર કહે અણબોલ્યા રહો, એહ વાતહાં તુમ નવિ લહો; કાગળ વેગે પુહતો થાય, વાંચી દૂર કિયો તેણે ઠાય. ૨૮૩૫ સાહ ભદૂઆ ઘરિ વહિરે નહિ, સકલ સંઘ મળ્યો તે તહિં; સંબાવતીહાં આવિ વહી, હરપાય ખમાવે સહી. ૨૮૩૬ છોરુ જો કછોરુ હોય, માય બાપે સાંસહિવું સોય; સાહ ભદૂઓ શ્રાવક શુભમતિ, કૃપા કીજીયે તુહ્મ ગછપતિ. ૨૮૩૭ સાહ ભદુઓ જઈ લાગો પાય, મિચ્છાદુક્કડ ધે તસ ઠાય; હર કહે તુહ્મ શ્રાવક સાર, ધરજો હિયડે ધર્મવિચાર. ૨૮૩૮ સાહ ભદૂઓ સંઘમાંહિ લીધ, અમદાવાદે પીયાણું કીધ; વિમલહર્ષનિ ખામે સોય, વયરભાવ મનિ ન ધરે કોય. ૨૮૩૯ એહવા તેજવંત ગુરુરાય, ગછ બાહિર કાઢ્યા વિઝાય; કઈ મુનિવર જેણે દૂર કર્યા, રાખે નહિ નર દોષે ભર્યા. ૨૮૪૦ સમતા હીર તણી હવિ જુઓ, કુરગડુથી અધિકો હુઓ; ખારી ખીચડી ખાધી ખરી, હિર ન બોલ્યો મુખથી ફરી. ૨૮૪૧ શ્રાવક ઘરિ રાંધી ખીચડી, મીઠું ઘાલિ વહઅર વડી; વહુઅર સોય આઘેરી ગઈ, સાસુ મીઠું ઘાલે સહી. ૨૮૪૨ પા. ૨૮૨૮.૧ જેહની પુંજીનો... ટિ. ૨૮૨૯.૨ નીપાયો = બનાવ્યો. ૨૦૩૦.૧ કલપે = ખપે, કામ આવે. ૨૮૩૯.૧ પીયાણું = પ્રયાણ. ૨૮૪૧.૧ કુરગડુ = કરઠંડુ નામના મુનિ.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398