Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 356
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૧ પછી મનને નિશ્ચલ કર્યું તે કારણે તે જ ભવમાં મુક્તિને વર્યા. આંખને મીંચવાની જરૂર નથી. મનને મીંચવું જોઈએ. જો મન મીંચ્યું તો કર્મબંધ થવા અન્ય કોઈ કારણ નથી. મનની મલિનતાથી ભાણેજનો સંસાર વધી ગયો. મામાએ પૂછ્યું, “ભાણેજ ક્યારે મુક્તિ પામશે ?” ત્યારે જ્ઞાની ગુરુએ કહ્યું “બે ઘડીના સમયમાં એ મુક્તિએ જશે.” મનની નિશ્ચલતાની મોટી વાત છે. આમ હીરગુરુએ વૃત્તાંત કહ્યો. જો આપણું મન નિશ્ચલ રહે તો પરીષહનું ઘણું પુણ્ય થાય છે. પૂર્વે જે ઋષિઓ થયા તેમનામાં ક્રોડ ગુણ હતા. તેમની તુલનામાં હું તો કાંઈ જ નથી.” આમ હીરગુરુ પોતાની જાતને વખોડે છે. હીર સમો કોઈ ગંભીર પુરુષ નથી. ઉનામાં ગૂમડાનો પ્રસંગ ઉનામાં તેઓ હતા ત્યારે કેડને ભાગે ગૂમડું થયું. રાત્રે એક શ્રાવક આવ્યો તેણે વિવેકપૂર્વક વૈયાવચ્ચ કરી. તેના હાથમાં ધારવાળો વેઢ (વીંટી) હતો. તે ગૂમડા પર લાગી ગયો. હીર કાંઈ બોલ્યા નહીં પરીષહ ખમી લીધો. ત્યારે જમીન અને કપડાં લોહીવાળાં થયાં. સવારે પડિલેહણ વેળાએ સોમવિજયજીએ ચોળપટ્ટો લોહીવાળો જોયો. જગા પણ લોહીવાળી જોઈ. સોમવિજયજી ખિજાઈને બોલ્યા, “રાત્રે ગુરુજીની વૈયાવચ્ચે કોણે કરી ?” હીરગુરુએ કહ્યું “એ શ્રાવક તો બહુ સીધો હતો. મારાં જ વેદનીય કર્મનો ઉદય, જેથી શાતાને સ્થાને અશાતા થઈ. શ્રાવક મલિનભાવોવાળો નહોતો.” (દુહા) એ શ્રાવક ગુર હીરના, એક એકર્ષે ધીર; * દાતા પંડિત ધન બહુ, તપસૂરા ગંભીર. ૨૮૦૬ | (ચોપાઈ) માંડણ કોઠારી ગંભીર, જેસલમેરનો વાસી ધીર; નાગોર નગર સઘળામાં ખાસ, જિહાં જયમલ મિહિતાનો વાસ. ૨૮૦૦ જિહારાલિ મેહાજલ ગુણે ભર્યો, સીરોહીમાં તેણે ચોમખ કર્યો; ત્રિણિ ખંડ ઉપરે છે ત્યાંહિ, લાખ રૂપૈયા ખરચ્યા ત્યાંહિ. ૨૮૦૮ ચ્યાલીસ વરસ થયાં ચાલે કામ, ચૌદ રૂપક નિત્યે ખરચે દામ; હીર તણા શ્રાવક એ હોય, પ્રાગવંશ વસો કહું સોય. ૨૮૦૯ સદારંગ મેડતીઓ જેહ, સબલ હીરનો રાગી તેહ; દુજણ આગરે વસતો જાણ, થાનસંગ માનું કલ્યાણ. ૨૮૧૦ બીજનગર માંહિ તુમ જુઓ, અકો સંઘવી તિહાં કણિ હું; છન્નુ વરસનો તે પણ જોય, ઇન્દ્રિ પાંચ તસ નિર્મળ હોય ! ૨૮૧૧ ટિ. ૨૮૦૮.૧ જિહારાલિ = જાલોરમાં

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398