________________
૩૨૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
મનમાં કોઈ વૈરભાવ ધરતા નથી. આવા તેજસ્વી ગુરુ હતા. ઉપાધ્યાયને અને મુનિવરોને પણ એમણે ગચ્છ બહાર કાઢ્યા હતા. દોષી જનને તેઓ સાથે રાખતા નહીં. ખારી ખીચડીનો પ્રસંગ ' હવે હીરગુરુની ક્ષમતા જુઓ. જાણે કરકંડ મુનિથી પણ અધિકા. ગોચરીમાં આવેલી ખારી ખીચડી ખાધી પણ હીરગુરુ મુખેથી કાંઈ ન બોલ્યા. જે શ્રાવકને ત્યાં ખીચડી રાંધેલી તેમાં પહેલાં વહુએ મીઠું નાખ્યું. વહુ આવી જતાં સાસુએ મીઠું નાખ્યું. પતિ જમવા બેઠો ત્યારે ખીચડી ખારી લાગતાં ખૂબ ખિજાયો, “શું આવી ખારી ખીચડી મુનિને વહોરાવી ?” તે ઉપાશ્રયે આવ્યો. આહાર ન લેતાં તે ખીચડી પરઠવવા તે જણાવે છે. સાધુઓ કહે કે ખીચડી તો ગુરુ મહારાજે જ વાપરી હતી. હવે એમને થયું કે ગુરુ વારેવારે પાણી પીતા હતા. આ રીતે એ પહેલાં કદી પીતા નહીં. પણ એમણે કોઈને કાંઈ જ કહ્યું નહીં. એમનો કેવો અદ્ભુત સમતારસ !
સાધુઓએ કહ્યું, ગરુજી તમે આ શું કર્યું ? ખારી ખીચડી તમે શાને લીધી ?' હીર કહે, “તમે કરકંડુને જુઓ. આહારમાં ઘૂંકનાર પ્રત્યે પણ દ્વેષ ન કર્યો. તપસ્વી ધર્મરુચિ અણગારે કડવી તુંબડીનો આહાર કર્યો. વિદ્યાસાગરના લાખ ગુણ છે કે છઠને પારણે વહોરાવાયેલી રાખ પણ વહોરી લાવ્યા.”
મામા-ભાણેજ બન્નેએ દીક્ષા લીધી. ગુણના કૂવા સમા તેઓ હતા. ભાણેજ હંમેશાં તપ કરતો હતો. એટલે મામાએ ગુરુને પૂછ્યું, “એને કેવળજ્ઞાન ક્યારે થશે ?' ત્યારે જ્ઞાની ગુરુએ કહ્યું. “હમણાંના જેવી એની મનશુદ્ધિ રહે તો એક પખવાડિયામાં એ કેવળી થાય !” પછી પારણાને દિવસે પાંડવને ઘેર તે વહોરવા ગયા. તે વખતે કંઈ વિખવાદને કારણે ક્રોધ કરીને તેણે ઘોડાની લાદ વહોરાવી.
જો મનમાં વૈરાગ્ય છે તો ઊનું શું ને ટાઢું શું ? જો રસનો ત્યાગ કર્યો છે તો બંટી શું ને બાજરી શું? મુનિએ રસનો ત્યાગ કર્યો હોઈ લાદ વહોરીને તે પોતાને સ્થાને આવ્યા. તેઓ આહાર કરે છે ને અનુમોદના પણ કરે છે. એમ કરીને એમણે ઘણાં કર્મ ખપાવ્યાં.
સવારે તે મુનિને કાંઈક રોગ થાય છે ને તે શમી પણ જાય છે. સૌએ આ રોગ થવામાં લાદનાં દોષ બતાવ્યો. ત્યારે આ તપસ્વી મુનિ ગુસ્સે થયા. તે વિચારે છે કે મારી પાસે તેજોલેશ્યા નથી, નહિ તો પાંડવ પુરોહિતને બાળી નાખું.
ઋષભદાસ કહે છે અરે ભાઈ, તમે ક્રોધ શાને કરો છો ? ક્રોધ તો પૂર્વક્રોડ વર્ષના ચારિત્રને પણ ક્ષણમાં બાળી મૂકે છે. તે મુનિએ ચારિત્રના પુણ્યને બાળી નાખ્યું. જે પુણ્ય કેળના પત્રમાં મુકાય તેટલું હતું તે આંબલીના પાનમાં મુકાય તેટલું કરી નાખ્યું. તેમને સંસારમાં રહેવાનું થયું. મામાએ ગુરુને કહ્યું, “આજે સોળમો દિવસ થયો, પણ તપસ્વી મુનિને કેવળજ્ઞાન થયું નહીં.” ત્યારે ગુરુએ સઘળો વૃત્તાંત કહ્યો. એમના મનમાં પ્રવેશેલા પાતકની વાત માંડીને કરી. એમણે જે રૌદ્ર ધ્યાન કર્યું એનાથી એમનું મન મલિન થઈ ગયું અને કેવળજ્ઞાનની શક્યતા ખોઈ નાખી.
પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનની મલિનતાથી નરકાયુષ્યનાં દળિયાં ભેગાં કર્યાં. પણ