________________
૩૧૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સાહા માહારાજ જિનવરને પૂજે, પ્રણમે શ્રીગુરુ પાય; અસ્યોભતો જસકા૨ી વાગો, પહેરી હમાઉકે જાય રે. પૂછે પાતશા કોણ તબ એ, બોલ્યો ભઈરવ તામો;
ગુનિગાર હું બંધ છોડાવ્યા, વણસાયા બહુ દામો. મૃ ખીજત હ(ઉ)ઠી હમાઉ ત્યારેં, ક્યું ! ઇસા કામ કીના ?
કહે ભઇરવ તુહ્મ સિરિ બહુ ભારો, તેણેં મેં છોડી દીના રે. મૃ ઘોડે માલ મેં સબ ઉસ દીના, જાઇ મીલે ભહિણ ભાઈ; ભાગ્યા વિયોગ ઔં જોરૂ મરદકા, તેરી ઉમર બધાઈ રે. મૃ સાત કભાય સોનેરી આપી, ધણી પાતશાહી કેરો;
ઋષભ કહે સાહ ભઈરવ સરિખો, શ્રાવક નહિ અનેરો રે. મૃગ૦
૨૮૦૧
૨૮૦૨
૨૮૦૩
૨૮૦૪
૨૮૦૫
આમ હીરગુરુના શ્રાવકો એકએકથી ચડિયાતા છે. તેઓ દાતા, પંડિત, ધનવાન, તપશૂરા અને ધીર-ગંભીર છે. જેસલમેરનો માંડણ કોઠારી ઘણો જ ધીરગંભીર હતો. નાગોરમાં જયમલ મહેતા અને જાલોરમાં મેહાજલ જે ઘણો ગુણવાન હતો; શિરોહીમાં તેણે ચોમુખજીનું મંદિર બંધાવ્યું ને એક લાખ રૂપિયા ખર્ચ્યા. ચાલીસ વર્ષ સુધી તેનું કામ ચાલ્યું તથા રોજના ચૌદ રૂપિયાનો ખર્ચ થતો હતો. હીરગુરુનો આ વીશા પોરવાડ જ્ઞાતિનો શ્રાવક હતો.
મેડતામાં સદારંગ હીરગુરુનો ઘણો રાગી હતો. આગરામાં થાનસંગ, માનુ કલ્યાણ અને દુર્જનશાલ હતા. બીજનગરમાં અકુ સંઘવી શ્રાવક થયો. ૯૬ વર્ષની ઉંમર છતાં તેમની પાંચેય ઇન્દ્રિયો બરાબર કામ કરતી હતી. એક વાર હીરગુરુને વંદન કરતાં એમણે પ્રેમભાવે પૂછ્યું કે મહારાજ, મને કેટલાં વર્ષ થયાં હશે ?' હીરગુરુએ કહ્યું, પચાસેક થયાં હશે.’ ‘મને ૯૬ વર્ષ થયાં.’ તેમનું આવું શરીર જોઈ ગુરુ ખુશ થયા. દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ કુળમાં જન્મ એ જીવદયા જેવાં સુકર્મોનું ફળ છે.
=
અકુ સંઘવીને ઘેર સાત પુત્રો અને એમનાંય સંતાનોનો પિરવાર હતો. બધા મળીને ૯૧ પાઘડી પહેરનારા પુરુષો હતા.
સઘળી વસ્તુ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. માટે પુણ્ય કોઈ છોડશો નહીં. પાંચે આંગળીએ પુણ્ય કર્યું હશે તે રામચંદ્રજી વનમાં પણ ઋદ્ધિ પામ્યા. પુણ્યહીન માણસોને જુઓ. લૂખું ભોજન કરે છે ને જમીન પર સૂએ છે. જેણે ઋષભજિણંદને પૂજ્યા નથી તે ઋદ્ધિ-રમણીનો આનંદ ક્યાંથી પામે ?
અકુ સંઘવીને ઘેર સદાયે આનંદ પ્રવર્તતો હતો. ઘરમાં અઢળક સંપત્તિ હતી. એણે જિનપ્રાસાદ ને પોષધશાળા બંધાવ્યાં ને ખૂબ કીર્તિ પામ્યો. તે કવિરાજ પણ હતો. અકુની વિનંતીથી લક્ષ્મી અને સરસ્વતી બંને તેના ઉપર પ્રસન્ન થયાં. પણ પુણ્યહીનના ઘરમાં લક્ષ્મી કે સરસ્વતી બેમાંથી એકેય ન હોય. જ્ઞાન વિના પૂજા મળી શકે નહીં. ટિ. ૨૮૦૧.૨ અસ્યોભતો = અશોભીતો; વાગો = વાઘો, વસ્ત્ર; હમાઉ હુમાયુ બાદશાહ. ૨૮૦૨.૨ ગુહનિગાર = ગુનેગાર; વણસાયા = દુર્વ્યય કર્યો. ૨૮૦૪.૧ ભહિણ = બહેન.