Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 351
________________ ૩૧૬ " શ્રાવક કવિ ઋષભદાસકૃત વસ્તુપાલ વૈકંઠે ગયો, ઈહાં રહ્યો તેજપાલ; એ કલ્પદ્રુમ અવતર્યો, કિસ્ કરિ કલિકાલ ! ૨૭૮૦ (ઢાલ ૧૦૩ - હું એકેલી નિંદ ન આવે રે – એ દેશી.) કલિકાલે નર તો પણિ જોય રે, હીરના શ્રાવક સરીખા હોય રે; સંઘવી ભારમલ મેં ઈદ્રરાજો રે, વિરાટનગરમાં સબલી લાજો રે. ૨૭૮૧ પીપાડનગર માંહિ છે હેમરાજો રે, તાલો પુષ્કરણો કરિ શુભ કાજો રે; સાહભેરવ છે અલવર માહિરે, નવ લખ્ય બંદી મુકાવ્યા ત્યાં હિરે. ૨૭૮૨ પાતશાહ હુમાઉ સોરઠે જાય રે, નવલખ બંધ તિહાં કણિ સાહ્ય રે; ખોજમકીમીન આપ્યાં ત્યાં હિરે, વેચે ખુરાસાન દેસ છે જ્યાં હિરે. ૨૭૮૩ અલવરે બાંદ લઈને આવે રે, મહાજન સહુ મુકાવા જાવે રે; નવિ મૂકે તે કરતો રીસો રે, દહાડી બંધ મરે દસ વીસો રે. ૨૭૮૪ હુમાઉ ઘરિ ભાઈરવ પરધાનો રે, આપે પાતશા સબળું માનો રે; | દાતણ પાતસા કરે પરભાતે રે, આપી વીંટી ભઇરવ હાથે રે.ર૭૮૫ કોરો કાગળ હાથે લેતો રે, છાની છાપ તિહાં કણિ દેતો રે; ઊઠી ભઈરવ આપ પરાણો રે, વહિલિ બેઠો પુરુષ સુજાણો રે. ર૭૮૬ લિખી ફરમાન ભાઈરવ જાતે રે, ખોજો કહે દીધું જન હાથે રે; લિખે પૂજતા અક્ષર તેહો રે, વજીર પાકશાનો છે જેહો રે. ર૭૮૭ તેણિ ભાઈરવ બેઠો રથ જ્યોહિ રે, લખે પૂજતા અક્ષર ત્યાંહિ રે; તે કુરમાન દેખાડ્યું ત્યાંહિ રે, ખોજ મકમ બેઠો છે જ્યાંહિ રે. ૨૭૮૮ કરી તસલીમ ને ઊભો થાય રે, મસ્તક મૂકી હાથે સાય રે; ઊભો રહીને વાંચે ત્યાંહિ રે, નામ હુમાઉનું લિખીયું માંહી રે. ૨૭૮૯ મકીમ ! કહ્યા તું મેરા કીજે રે, નવલખ બંધ ભરવ; દીજે રે; અજર મત કરે તું ઈસ કોરો રે, દીઠી ઉપરિ અજબ મોહોરો રે. ૨૭૦ તેડ્યો ભઈરવ તિહાં બહુમાને રે, તમકું બંધ દીઆ સુલતાને રે; કહે ભાઈરવ મૂકી દો સારો રે, કામ સબબકા સબકે પ્યારો રે. ૨૭૯૧ મકીમ મૂકે ભઈરવને આલે રે, તિહાં વાણીઓ જીવ ચલાવે રે; કાઢ્યાં બંધ સહુ તિહાં રાતિ રે, જાઓ જાતાં મ રહિસ્યો વાટ રે. ૨૭૯૨ ઘોટિક પંચમેં ઘરથી આયા રે, આવ્યા તેહને કરમી જાયા રે; મૂકી નારીઓ બંધન કાપી રે, વચ્ચે બાંધી મોહોર તે આપી રે. ૨૭૯૪ બધી સ્ત્રીઓ મુખેથી ભૈરવને કહે છે તમારું આયુષ્ય લાખ વરસનું થજો. મુગલના હાથે વેચાતાં માનવીઓની વહારે તમે આવ્યા. બીજા શૂરા, સુભટ, ધનવાન, ટિ. ૨૭૮૬.૨ વહિલિ = વહેલમાં, ગાડામાં.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398