Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 349
________________ ૩૧૪ * શ્રાવક કવિ ઋષભદાસકૃત સસનેહી હલ વીહલ, સ્વામ-પ્રદ્યુમ્નની પ્રીતિ ભલ; સનેહે સબલો લખમણ-રામો, જંપે અરજુન-ભીમનો નામો. ર૭૬૦ નમીવિનમી વિદ્યાધર ભાઈ, એક એકહાં બહુ સુખદાઈ; અહજીનિ થાયે ઓ ભ્રાતો, સનેહ સબલો કહ્યો નવિ જાતો. ૨૭૬૧ તે લેવા ન દિયે દીખાય, તુજ પરણાવીસ કન્યાય; અહુજી કહે સાંભલ ભાઈ ! દીખ્યા કાજે હોય અંતરાઈ. ૨૭૬૨ મુજને તુજ મોહ અપારો, તેણે ન લેવો સંયમભારો; પણ પરણું નહિ નિરધારો, મેં આદરવો વ્રત ભારો. ૨૭૬૩ લીધી ભાઈની આજ્ઞા રંગે, શીલવ્રત ધરે મન રંગે; પંડિતમાંહિ નર પહેલો, ધનવંતમાં તેડે વહેલો. ૨૭૬૪ ......... ... .... ....... . .. દાતારો ને અતિગંભીરો, જેહનું વર્ણવ કરતો હીરો. ૨૭૬૫ છત્રીસ પ્રતિષ્ઠા કીધી, શેત્રુંજગિરિ યાત્રા પ્રસિદ્ધિ; સિદ્ધાચલેં દેહશું જોઈ, હીરાના શ્રાવક એ હોઈ. ૨૭૬૬ સંઘવી ધૂઓ ઉદયકરણ, સેવે ગુરુ હરના ચરણ; પારખ રાજી વજીઆ જોડી, જેણે ખરચી ધનની કોડિ. ૨૭૬૭ સોની જુઓ શ્રી તેજપાલ, મહાદાતા ને બુદ્ધિ વિશાલ; શ્રાવક રાજા શ્રીમધ, જેણે કીધી કરણી ભક્ત. ૨૭૬૮ ઠકર જયરાજ જસવીરો, દીયે દાન ગપતિ નર ધીરો; ઠકર કાકા ને વાઘા, પુણ્ય કરણીયે હુઆ આઘા. ૨૭૬૯ ઠકર લાઈ કુંઅરજી કહીયે, ભાઈ સાહ ધર્મસી મુખે લહીએ; સાહ લકો ને દોસી હીરો, શ્રીમદ્ધ સોમચંદ ગંભીરો. ૨૭૭૦ ગાંધી કુંઅરજી બાહુઆય, હિરના શ્રાવક કહેવાય; રાજનગરે હુઓ વછરાજ, નાનાવિધ કરે શુભકાજ. ૨૭૭૧ મહાદાતા કુંઅરજી જવેરી, સાહ મૂલાની કરતિ ઘણેરી; હીર સૂર પુંજો બંગાણી, દોસી પનાજી ગુણખાણિ. ૨૭૭ર દોસી અબજી પાટણમાંહિ, સોની તેજપાલ ટોકર ત્યાંહિ; સાહ કકૂ ગોના જેહ, હીરના શ્રાવક કહું તેહ. ૨૭૭૩ વિસલનગરના શ્રાવક સારો, સાહ વાઘો અત્યંત ઉદારો; દોસી ગલા મેઘા ખાસ, વીરપાલ વીજા જિણદાસ. ૨૭૭૪ સીરોહીના શ્રાવક સારો, આસપાલ સચવીર ઉદારો; તેજા હરખા બુદ્ધિ વિશાલો, મહેતો પંજો ને તેજપાલો. પા. ૨૭૬૫.૧ પંક્તિ નથી. ૨૭૬૮.૧ રાય (“જુઓને બદલે) ટિ. ૨૭૬૦.૧ સ્વામ-પ્રદ્યુમ્ન = શાંબ-પ્રદ્યુમ્ન. ૨૭૭૫

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398