________________
શ્રી હીરવિજયસુરિરાસ
૩૧૩
હતો એવો જ આ બે ભાઈઓમાં હતો. મોટાભાઈ દીક્ષાની ના પાડે છે. કહે કે “તને કન્યા પરણાવીશ.” ત્યારે અહુજી કહે, “મારા ઉપર તમને અપાર મોહ છે જે દિક્ષામાં અંતરાય રૂપ છે, અને તેથી તમે ના પાડો છો. પણ મારો નિશ્ચય છે કે હું પરણીશ નહીં, પણ બાર વ્રત આરાધીશ.” આમ ભાઈની આજ્ઞા મેળવી, શિયળવ્રત ધારણ કરીને તે પંડિતોમાં અને ધનવંતમાં મુખ્ય અને અગ્રેસર બન્યો. વળી તે દાની અને ગંભીર હતો. એણે ૩૬ પ્રતિષ્ઠા કરાવી, શત્રુંજયની યાત્રા કરાવી, તેમજ શત્રુંજય ઉપર દહેરું બનાવ્યું.
સંઘવી ઉદયકરણ હીરગુરુનાં ચરણ સેવતો હતો. પારેખ રાજિયા અને વજિયાની જોડી થઈ જેણે [શુભ કાર્યોમાં] કોટિ દ્રવ્ય ખ. સોની તેજપાળ મહાદતા અને બુદ્ધિશાળી હતો. શ્રાવક રાજા શ્રીમલે સારા કર્મો કર્યા. ઠક્કર જયરાજ જશવીર થયો જેણે ગુપ્તદાન કર્યું. ઠક્કર કીકા અને વાઘા એમની પુણ્ય કરણીથી પ્રશંસા પામ્યા. તે ઉપરાંત ઠકર લાઈ કુંવરજી, શાહ ધર્મશી, શાહ લો, દોશી હીરો, શ્રીમદ્ધ સોમચંદ, ગાંધી કુંવરજી બાડુઆય વગેરે શ્રી હીરના શ્રાવકો થયા.
રાજનગરમાં વછરાજ વિવિધ પ્રકારે શુભકાર્યો કરતા. મહાદાતા કુંવરજી ઝવેરી તથા શાહ મૂલાની ઘણી પ્રતિષ્ઠા હતી. તેમજ હીર, સૂર, પૂંજો બંગાણી, દોશી પનાજી ગુણસંપન્ન શ્રાવકો થયા. પાટણમાં દોશી અબજી, સોની તેજપાલ ટોકર અને શાહ કકૂ ગોના હીરના શ્રાવકો થયા. વીસ(લ)નગરના શ્રાવકોમાં શાહ વાઘો અત્યંત ઉદાર હતો. ઉપરાંત દોશી ગલા મેઘા, વીરપાલ, વીજા, જિનદાસ વગેરે થયા. શિરોહીના શ્રાવકોમાં ઉદાર એવો આસપાલ સચવીર, બુદ્ધિવાન તેજા હરખા, પુંજો મહેતો ને તેજપાલ થયા. આ તેજપાલ આઠમ-પષ્મીનાં પારણાં કરાવતો, રોજ ત્રણ મણ ઘી વહોરાવતો, ઘણાં અનુકંપા દાન કરતો.
આમાં અચરજ પામવાનું કાંઈ નથી. વસ્તુપાલના ભાઈ તેિજપાલને જુઓને ! જેણે જગતની આશાઓ પૂરી અને જેના ઘરમાં લક્ષ્મીએ વાસ કર્યો.
(ઢાલ ૧૦૨ – ઈસ નગરીકા વણજારા એ દેશી) હીરના ગુણનો નહિ પારો, સાધસાધવી અઢી હજારો;
વિમલહર્ષ સરીખા ઉવઝાય, સોમવિજય સરીખા ઋષિરાય. ૨૭૫૫ શાંતિચંદ પરમુખ વળી સાતો, વાચકપદે એહ વિખ્યાતો;
સિંહવિમલ સરીખા પંન્યાસો, દેવવિમલ પંડિત તે ખાસો. ૨૭૫૬ ધર્મસીઋષિ સબળી લાજો, હેમવિજય મોટો કવિરાજો;
જસસાગર વલી પરમુખ ખાસ, એકસો ને સાઠહ પંન્યાસ. ૨૭૫૭ જેહના શ્રાવક ધનદ સમાન, આહુજી સંઘવી વર સુભવાન્ય;
પ્રાગવંસ ગંધારનો વાસી, બાલાપણે પુણ્ય અભ્યાસી. ૨૭૫૮ હુઆ જિહાંરે વરસ ઇગ્યારો, કહે લેસ્સે સંયમભારો; વડબંધવ મોહ અપારો, જિમ બલિભદ્ર-કૃષ્ણકુમારો.
૨૭૫૯