Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૧૭
બુદ્ધિમાન પુરુષો ઘણા હતા પણ શાહ ભૈરવ વિના બીજા બધા જ પાછા પડ્યા.” સ્ત્રીપુરુષો, વૃદ્ધ-બાળકો સૌ વિચારે છે કે “આ પુરુષ સિંહ જેવો છે. પહેલાં થઈ ગયેલા સારિંગ અને સમરાશાહ જેવો છે કે જેણે નવ લાખ બંદીઓને છોડાવ્યા. વળી આ તો ભોજ અને વિક્રમ જેવો થયો જેણે સિંહના મુખમાં હાથ નાખ્યો અને હાથીની સાથે બાથ ભીડી.' સ્ત્રીઓ કહે છે, “ભૈરવ, તેં ભલું કામ કર્યું. તેં અમને જીવનદાન આપ્યું. જેમ સીતા રામના ગુણ ગાતી તેમ અમે તારા ગુણ ગાઈશું. રામે તો કોટિ સુભટોને હણીને એક સીતાને છોડાવી. પણ હે ભૈરવ, તેં તો કોઈને ય નુકસાન કર્યા વિના નવ લાખ બંદીઓને છોડાવ્યા.” ખંડ-પરખંડ અને દેશવિદેશમાં ભૈરવના આ ગુણ ગવાવા લાગ્યા કે એણે ખુરાસાનમાં વેચાતા સૌ બંદીઓને છોડાવ્યા.
ભૈરવ શાહ સવારે જિનવરની પૂજા કરી, ગુરુને વંદન કરી, અશોભતાં વસ્ત્ર પહેરી હુમાયુની પાસે ગયો. બાદશાહે પૂછ્યું “તમે કોણ છો ?' ત્યારે ભૈરવે કહ્યું, “હું આપનો ગુનેગાર છું. મેં બંદીઓને છોડાવ્યા છે ને ઘણા દ્રવ્યનો દુર્વ્યય કર્યો છે. ત્યારે હુમાયુએ ખિજાઈને પૂછ્યું. “તેં આવું કામ શા માટે કર્યું ?” ભૈરવે કહ્યું, “આપને માથે ઘણો ભાર હતો તેથી મેં છોડી દીધા. તેઓને ઘોડા તથા થોડો માલ આપીને વિદાય કર્યા જેથી તેઓ એમનાં ભાઈ-બહેનને જઈ મળે. મેં પતિ-પત્નીના વિયોગને દૂર કર્યા ને એ રીતે આપનું આયુષ્ય વધાર્યું છે.' ' આ સાંભળી બાદશાહ ખુશ થયો. તેને સાત સોનેરી મુદ્રા આપી. કવિ ઋષભદાસ કહે છે, ભૈરવ જેવો બીજો કોઈ શ્રાવક નથી.
(ઢાલ ૧૦૪ - નાચતી જિનગુણ ગાય મંદોવરી. ગોડી) મૃગનયણી નારી મુખ્ય ભાખે, લાખા વરસ તુજ આઈ !
મુગલહાથે વેચાતાં માનવ, ભાઈરવ વહારે ધાયે રે. મૃગo ૨૭૯૪ સુર સુભટ ધનવંત નિકો નર, જે નર બુદ્ધિ બલીઆ, - સાહા ભઈરવ વિના બીજા ત્યારે, સહુયે પાછા ટલીઆ. મૃગ૦ ૨૭૯૫ નરનારીવૃદ્ધબાલક ચિંતે, નર કો સીહ ન હોય !
સારિંગ સમરા સરિખો ભરવ, નવલાખ બંધ છોડે રે. મૃ૦ ૨૭૯૬ ઉડે પ્રાણુ ઘર બાળક નારી, ઘાલ્યો સહમુખે હાથો;
ભઈરવ ભોજ વિક્રમ સમ જુઓ, દીધી ગજસું બાથો રે. મૃ૨૭૯૭ કહિ અબલા આહિ જીવત આલ્યો, ભાઈરવ ! ભક્ત તુઝ કામો;
તાહરા ગુણ ઘણા અલ્મો ગોખું, જિમ સીતા નૃપ રામો રે. મૃ૦ ૨૭૯૮ Sણે રામે એક સીતા છોડાવી, હણી સુભટની કોડિ;
ભાઈરવ ! તે નવલખ બંધ છોડાવ્યા, નાણી કોહનિ ખોડિ.મૃ૦ ૨૭૯૯ ખંડ પરખંડ નિ દેસવિર્સે, ગુણવર્ણવ તિહાં થાતું; સકલ બાંદ ભાઈરવ મુકાવે, ખુરાસાન વેચાતું રે.
૨૮૦૦ પા. ૨૭૯૮.૧ અહિં ટિ. ર૭૯૪.૧ મુખ્ય = મુખેથી. ૨૭૯૯૨ નાણી = ન આણી ૨૮00.૨ બાંદ = બંદીઓ
Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398