Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 346
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૧૧ દાનહર્ષ દિનદિન દીપંત, જેણે કાજીના પાડ્યા દંત; દાંતે રેખ સોનાની હતી ખીજ્યો કાજી દેખી દુરમતી. ૨૭૨૮ તું સેવડો કસી તુજ રેખ? કયું કીના આડંબર ભેખ; માંગી લોઢી પાડવા દાંત, સાતમા પાડ્યા કાજીના દાંત. ૨૭૨૯ માર્યો ચપેટો મુંઢામાંહિ, પાડ્યા દાંત કાજીના ત્યાંહિ; કાજી ફજેત ઘણું તિહાં થાય, દાનહરખગણિ નાહાસી જાય. ૨૭૩૦ દાનહરખના ચેલા વતી, વિજયદાનસૂરિ ગછપતિ; વાદીનાં મુખ ભંજન કરે, ગુરુનો બોલ શિર ઉપર ધરે. ૨૭૩૧ ગુરુ શ્રી આણંદવિમલસૂરિ જેહ, બેઠા માંડલે મુનિવર તેહ; અન્નપાન આપ્યું ધૃત અતિ, આપી આહાર કરે ગછપતિ. ૨૭૩૨ સકલ સાધ કરી ઊઠ્યા આહાર, બાજઠ લીધો જેણી વાર; પાંચ સેર તણો લાડુઓ, નિકલ્યો તામ જસો ગાડુઓ. ૨૭૩૩ આણંદવિમલ બોલ્યા તેણીવાર, કરે કોઈ એ લાડ આહાર; કાંબળો લપડો ચલોટો સાર, તેહને આપું સહી નિરધાર. ૨૭૩૪ ન લીયે નર સહુ પાછા વળે, દાનહરખ તવ આગળ વળે; ગુરુનું વચન પડે કિમ ધરણિ, કરું લાડુઓ આતમ સરણિ. ૨૭૩પ ભાંજી સોય કર્યો ચક્યૂર, મૂક્યો મુખે જિમ વહેતે પૂર; પાંચ સેરમાં ન રહ્યો રતિ, હરખ્યો આણંદવિમલસૂરિ અતિ. ૨૭૩૬ આપે પલ પડાદિક કાંબલી, કહે નહિ તુહ્મ શોભે વળી; વચન કાજે આપે ગુરુ સહી, ચોત્રીસ ભલું કરે ગહિગહી. ૨૭૩૭ એવો દાનહર્ષ બલવંત, વિજયદાન પ્રતાપ અત્યંત; * આણંદવિમલસૂરિ આલે ભાર, તપાગછ હુઓ જયજયકાર. ૨૭૩૮ પન્નર સત્યાસીયે પદવી થાય, શ્રાવક ગલ્લો જેહનો કહેવાય; મુગતો શેત્રુંજો છમ્માસ, કુરમાન મહેમુદ હૂઆ તાસ. ૨૭૩૯ સમજી ગંધારી હૂઓ જેહ, શેત્રુંજે ચોમુખ કરતો તેહ; સંઘવી કંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ. ૨૭૪૦ ડાભી ગમા ત્રિહિ બારો જેહ, પ્રથમ પેસતાં દેરું તે; | વિજયદાનનો શ્રાવક શિરે, તે દેહરું કુંઅરજી કરે. ૨૭૪૧ વિજયદાન એહવો ગણધાર, માલવ કુંકણે કર્યો વિહાર; દમણ ગુજ્જર સોરઠ દેસ, શ્રીપૂજ્ય દીધા ઉપદેસ. ૨૭૪૨ પા. ૨૭૩૬.૧ જિમ વહઈ નઈ. ટિ. ૨૭૩૦.૧ ચપેટો = તમાચો, થપ્પડ. ૨૭૩૭.૨. ચોત્રીસભd = ૧૬ ઉપવાસ ર૭૪૧.૧ ડાભી ગમા = ડાબી બાજુએ.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398