________________
શ્રી હીરવિજયસુરિરાસ
૨૦૭
બોલાવ્યો ને ગુરુને સોંપ્યો. તેની પાસે લાખ રૂપિયા લહેણા હતા તે જતા કર્યા. દાણ પણ જતું કર્યું. બહુમાન કરી સરપાવ આપ્યો. હીરગુરુના વચનથી આજમખાન આમ ખુશ થયો.
જગતમાં કવિતા કરનારા પંડિતો ઘણા છે, જે સ્ત્રી-બાળકોને બોધ પમાડે છે, પણ જે રાજાને સમજાવે તેવા તે પ્રાજ્ઞ પંડિતો નથી. (એ તો હીરસૂરિજી).
ઘરમાં શૂરા, રણમાં પંડિત અને ગામમાં ગોઠ કરનારા ઘણા હોય છે, પણ રાજસભામાં બોલતાં તેમના હોઠ થરથર કાંપે છે. લાખોમાં એક જ લખેશ્વરી હોય, હજારમાં એક જ સુજાણ હોય, અબજોમાં એક જ વક્તા હોય તેનાં તો બ્રહ્મા પણ વખાણ કરે. જે મોંમાગ્યું દાન આપે, શરણે રાખેલાને આપે નહીં અને પૂછેલા પ્રશ્નોના જે ઉત્તર આપે એ ત્રણ જગતમાં વિરલા હોય છે. સાચા ઉત્તર આપતા હીરગુરુએ જગડુશાહને મુક્ત કરાવ્યો અને નવાબને બોધ પમાડ્યો. ખાને વાજતેગાજતે હીરજીને વળાવ્યા. સૌ શ્રાવકજનો અને નગરજનો ખુશ થયા. ઘણાં ધર્મકાર્યો થયાં જેમાં ખર્ચનો કોઈ પાર ન હતો. ભાવિકજનોનો ઉદ્ધાર કરીને હીરજીએ વિહાર કર્યો.
. (ઢાળ ૭૫ – વંછિત પૂરણ મનોહરુ, એ દેશી.) સહ તણી પરિ સંચરે, મોહોલ માંહિ જાવું કરે; બહુ દિલ ધરે આજમખાન ઊઠી મળે એ.
૧૭૯૭ ચંગે હો ગુરુ તુહ્મ સહી, તુલ્બ નામે હમ જય થઈ; ગહગહી મિલનેલું દિલ હમ હુઆ એ.
૧૭૯૮ મિલે અકબરકું તુહ્મ યતી, ખુસી કીઆ દિલીપતી; તિણે અતિ મિલણકા ચાહ હમ હુઆ એ.
૧૭૯૯ કહે ખાન પૂછું એતા, તુબ રાહનિ યુગ થયા કેતા; વળી જેતા થયા હુએ તે ભાખીયે એ.
૧૮૦૦ દોય હજાર વરસ જ ગયાં, અમ રાહનિ પેદા થયાં; કરું કહ્યા વીર પેગંબર જે ર્યા એ.
૧૮૦૧ ખાન આજમ બોલ્યા તહિં, રાહ પુરાણા તુહ્મ નહિં; અબ અહિ થોડે બરસ હુએ તુમ સહીએ. , ૧૮૦૨
| (ચોપાઈ) હીર કહે સુણિયે કહું સોય, ત્રેવીસ પયગંબર પહેલી હોય;
ચોવીસમો જુઓ મહાવીર, હમ કહાયે તિનકે ફકીર. ૧૮૦૩ તેણે રાહ કહ્યો છે જેહ, હવડાં અહ્મો કરું છું તે;
સુણી ખાન બોલ્યો નરવેદ, પહેલા છેલ્લામાં કાંઈ છે ભેદ ? ૧૮૦૪ ટિ. ૧૮૦૦.૧ રાહ = પંથ, ધર્મ