________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ભાણચંદ કહે નહિ એહ, બોલ્યો પાતશા ધરીઅ સનેહ; પદ ઉવજ્ઝાય જ દિલાઉં, ભાણચંદ કહે મુખ્ય નાઉં. ૧૮૯૭
૨૧૬
બાદશાહે હીરસૂરિને પત્ર લખ્યો કે ભાનુચંદ્રજી તમારા શ્રેષ્ઠ શિષ્ય છે. તો એમને ઉપાધ્યાય પદવી આપવી જોઈએ. તે પછી હીરસૂરિએ મોકલાવેલો વાસક્ષેપ ભાનુચંદ્રે મસ્તકે ધર્યો (ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું) [‘હીરસૌભાગ્યમ્' સંસ્કૃત મહાકાવ્ય અનુસાર આ. શ્રી વિજયસેનસૂરિજીએ ભાનુચંદ્રજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું.] શેખે આ નિમિત્તે ૨૫ ઘોડા, દસ હજાર રૂપિયાનું દાન કર્યું. સંઘે ઘણો ખર્ચ કર્યો. વીરશાસનનો જયજયકાર થયો. ભાનુચંદ્રનો યશ વધ્યો. હીરસૂરિએ આ એક મોટું કાર્ય કર્યું.
એક વાર બાદશાહ બરાનપુર ગયા. પાછળ ભાનુચંદ્ર પણ ગયા. ત્યાં આખું નગર લૂંટાતું બચાવ્યું. લોકમાં આનંદ વ્યાપ્યો. એક કિસ્સામાં ભોજરાજ સોનીને ભાનુચંદ્રે છોડાવ્યો. તે ધન ખરચી ઘેર ગયો. બીજા પણ કેટલાકને મારવાના હુકમમાંથી છોડાવ્યા. અન્ય દ્રવ્યવ્યય થયો. દસ જણને તેમણે દીક્ષા આપી. દસ દહેરાં કરાવ્યાં. એમણે કહ્યું કે “આ બધી હીરસૂરિની કૃપા છે.”
પછી તેઓ આગ્રા આવ્યા. તેઓ બાદશાહને મળ્યા. અને તેમની પાસે ફરમાન કરાવ્યાં. પછી તે માલપુર ગયા. ત્યાં અન્ય મતીઓ સાથે વાદ કર્યો. તેમાં ભાનુચંદ્રનો જય થયો. ત્યાં એક જિનપ્રાસાદ કરાવ્યો. જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સુવર્ણમય કળશ ચઢાવ્યો. પછી મારવાડમાં આવ્યા. ત્યાં સુવર્ણવૃષ્ટિ થઈ – ખૂબ ધન ખર્ચાયું. ઝાલોરમાં ચોમાસું રહ્યા. ત્યાં સબળ અભિલાષાઓ પ્રાપ્ત થઈ. એમનો ઉપદેશ સાંભળી ૨૧ શ્રાવકોએ દીક્ષા લીધી. એમના શિષ્યોમાંથી તેર પંન્યાસ થયા. એમાં શ્રી ઉદયચંદ્ર મુખ્ય હતા. સૌ એકએકથી ચડિયાતા હતા. સિદ્ધચંદ્ર નામે એક શ્રેષ્ઠ શિષ્ય હતો. તેને બાદશાહ ખૂબ મહત્ત્વ આપતા. અને તેમનું ચિંતવેલું કાર્ય કરતા.
એક દિવસ બરહાનપુરમાં ૩૨ ચોરને દેહાંતદંડની સજા થઈ. સિદ્ધચંદ્ર બાદશાહનો હુકમ લઈ ત્યાં દોડી ગયા ને તેમને છોડાવ્યા. બધાંને વસ્ત્રો અપાવ્યાં. બીજા ઉમરાવોને પણ છોડાવ્યા. આમ ભલાં કામ કર્યાં. વળી જયદાસ અને અખો નામના લાડ વાણિયા હાથી તળે કચડીને માર્યા જતા હતા તેમને સિદ્ધચંદ્રે છોડાવ્યા. તેઓ બન્ને સાથે ભણ્યા હતા. ઘેર જઈને વિચારવા લાગ્યા કે સિદ્ધચંદ્રની આણ હજારો ઉમરાવો કદી લોપતા નથી. તેમનાં વચનવાણી સાંભળીને હરણાંની જેમ સૌ ડોલી જતાં હતાં, રૂપ દેખીને પાદશાહ મોહી જતા હતા અને આ નરપતિ એમને શિશ – મસ્તક નમાવતા હતા.
(ઢાળ ૭૭ ચાલ્ય ચતુર ચંદ્રાનની.)
આપ વિચારી પાતશા, લખ્યું હીરને એહ રે;
અવલ ચેલો ભાણચંદ છે, ઉવઝાયપદ દેહ રે. લખત લેખ દિલ્લી પાતશા.
ટિ. ૧૮૯૭.૨ પદ ઉવજ્ઝાય = ઉપાધ્યાયપદવી
૧૮૯૮