________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૪૯
પારિખ દામો નિ સવજીહ, કરી વિનંતી તે નિસદીહ;
લાડકી બાઈ કરી વિનંતી, હીરવિજય જેહવો દિનપતી. ૨૧૯૬ સઘલે જ્યોતિ કરતો તે સદા, ભુંયરામાંહિ ન ઊગ્યો કદા; ભુંયરાના વાસી છું અમો, તિહાં અજુવાલું કીજે તમો.
હે ગુરુજી, આપ ઉના-દીવમાં પધારો. તમોએ બીજે તો બધે જ વિહાર કર્યો છે. પાટણમાં આઠ ચોમાસાં રહ્યા ને દેવગતિનો માર્ગ સરળ કર્યો. ખંભાતમાં સાત ચોમાસાં રહ્યા અને ધર્મની ઘણી વાતો કરી. અમદાવાદમાં છ ચોમાસાં રહ્યા ને પુણ્યથી સાધુપુરુષનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવ્યું. શિરોહીમાં બે ચોમાસાં, સાંચોરમાં બે ચોમાસાં, અભિરામાબાદ અને ફત્તેપુરમાં એકેક ચોમાસું રહ્યા, કુણગિરિ અને મહેસાણામાં એકએક, સોજિત્રા અને બોરસદમાં એક એક, આમોદ અને ગંધારમાં એક એક અને રાધનપુરમાં એક ચોમાસું રહ્યા. પણ અમારે ત્યાં ક્યારેય નહીં.” પછી વિમલહર્ષે ઉપાધ્યાય અને સામવિજયને પણ વિનંતી કરી આ માટે વિચારવા કહે છે.
ત્યારે હીરસૂરિ બોલ્યા, “તમારી જેવી રુચિ હશે અને સૌને સુખશાંતિ રહે તેમ કરશું.” હીરગુરુનાં આવાં વચનોથી દીવનો સંઘ ખુશ થયો. વધામણિયાએ દીવમાં આવી આ સમાચાર કહ્યા ત્યારે તેને ચાર તોલાની સોનાની જીભ અને લ્યાહારી વસ્ત્ર પ્રાપ્ત થયું. ત્યારે હીરનો મહિમા વધ્યો.
(ઢાળ ૮૬ – ચંદાયણની) ઉના દીવ માહિજ પધારો, સકલ તુહમો કીધો વિહારો;
પાટણ રહ્યા ચોમાસાં આઠો, સુલભ કરી સુરગતિની વાટો. ૨૧૯૮ ખંભાયતિ રહ્યા ચોમાસાં સાતો, ભાખ્યા ધર્મ તણા અવદાતો; - અમદાવાદમાં ખટ ચોમાસાં, પુણ્ય સાધુ-પુરુષનાં પાસાં. ૨૧૯૯ બે ચોમાસાં રહ્યા સિરોહી, સાચોર કોઈ ચોમાસાં હોઈ;
અભિરામાબાદ ફત્તેપુર માંહિ, એકેક ચોમાસું રહીઆ ત્યાંહિ. ૨૨૦૦ કુણગિરિ મહિસાણું સારો, રહ્યા ચોમાસું અકેકી વારો;
સોજીતરા બોરસિદ્ધિ મજારો, એકેક ચોમાસું તેણે ઠારો. ૨૦૦૧ આમોદ નગરી જિહાં ગંધારો, એકેક ચોમાસું કીધું સારો;
રાધનપુર માંહિ રહ્યા એક વારો, કહીયે ન કીધી અહ્મારી સારો. ૨૨૦૨ વિમલહર્ષ ઉવઝાય વિચારો, સોમવિજય પંડિતમાં સારો;
કરીયે વિનતિ તુહ્મનિ અપારો, રહ્યા નહિ તુહ્મ તિહાં એક વારો. ૨૨૦૩ હીર કહિ જિમ તુહ્મ રૂચિ હોય, સુખશાતા લહી જિમ સહુ કોઈ;
હીર વચન ઈમ બોલ્યો જ્યારિ, સંઘ દીવનો હરખ્યો ત્યારિ. ૨૨૦૪ પા. ૨૧૯૬.૨ તિહાં કરી ૨૨૦૦.૧ આગે (2) (સાંચોરને સ્થાને). ટિ. ૨૨૦૨.૨ કહીયેં = ક્યારેય