________________
૨૫૦
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
વધામણીઉ દીવ માંહી આવે, ચ્યાર તોલા તેમની જીભ પાવે;
વસ્ત્ર ત્યાહારી બહુ તસ લાધે, હીર નામિ તસ મહિમા વાધે.
૨૨૦૫
હીરજીનું ઉના જવાનું નક્કી થતાં સંઘવી પગે લાગે છે અને શ્રીમલ પ્રમુખ કહે છે હવે વળી ક્યારે ગુરુનાં ચરણ વંદીશું ? વંદન કરી દુઃખ ધરતા તેઓ ગિરનાર ગઢ ગયા. અને હરિગુરુએ ઉના તરફ વિહાર કર્યો.
દિવસેદિવસે અધિકો ઉત્સવ થાય છે. દીવનો સંઘ હીરને ચરણે નમ્યો. ગુરુને તેડીને ઉના લઈ જાય છે. સિંહ જેમ પાછું વળીને જુએ તેમ હીરગુરુ ફરીફરીને શત્રુંજયને નિહાળે છે. આગળ જતાં શેત્રુંજી નદી આવી. ત્યાં જાતજાતનાં વૃક્ષો ઊગ્યાં છે જેવાં કે પુત્રાગ, નારિંગ, નાગ, સીસમ, સાગ, તાલ, તમાલ, જાંબુ, અશોક, આંબલી, આંબા, કેળ, દાડમ વગેરે. તેનાથી નદીનાં નીર શોભે છે. નદી ઊતરી તેઓ આગળ વધે છે. દાઠા અને મહુવા ગામ વચ્ચે આવે છે. દેલવાડા ને અજારા આવ્યાં. ત્યાં ભગવાનની સેવા કરી. દશરથપિતા અજરાજાએ (અજારાની) મૂર્તિ ભરાવી હતી. તેની ઉત્પત્તિનો વૃત્તાંત સાંભળો.
સાગર નામના એક વણિક શેઠ વહાણ ભરીને વેપાર અથે) નીકળ્યા. એકવાર આકાશમાં મેઘગર્જનાઓ થવા લાગી. સમુદ્રના મોજાં ઊછળવા લાગ્યાં. ભયંકર મચ્છો પ્રગટ દેખાવા લાગ્યા. તોફાનમાં વહાણ એવું હાલકડોલક થવા લાગ્યું કે જાણે ઘડીકમાં પાતાળને સ્પર્શે ને ઘડીકમાં આકાશને આંબે. સાગર શાહ મનમાં વિચારે છે કે “કોણ બધાંનું દુઃખ જુએ ?' એમ વિચારી અનશન ગ્રહીને સમુદ્રમાં ઝંપલાવવા તૈયાર થયા. ત્યારે પદ્માવતી પ્રગટ થઈ શેઠને કહે છે “શેઠજી, તમે આત્મહત્યા ન કરો. શ્રી પાર્શ્વનાથનો જાપ કરો. અને સમુદ્રમાં રહેલી જિનપ્રતિમાને તમે લો.” પદ્માવતીદેવી પેટી આપે છે. સાગર શેઠે પ્રતિમાને ગ્રહણ કરી. દેવીએ કહ્યું, “અજારા નામના ગામમાં જઈ ત્યાંના રાજાને આ પેટી આપજો” એમ કહી દેવી અંતર્ધાન થયાં. વહાણ સુખે તરીને પાર ઊતર્યું. અજારા ગામે આવી તેણે (રાજાને) પેટી આપી. જેમ પૂર્વ દિશામાં સૂર્ય પ્રગટે તેમ પેટીમાંથી પ્રભુ પ્રગટ થયા. સર્વ રોગો દૂર થયા. સર્વ સંયોગો સિદ્ધ થયા. રાજાનો મહિમા વધ્યો. રાજાએ બાર ગામો આપ્યાં. જિનપ્રતિમાની આ ઉત્પત્તિકથા છે. એ સુંદર મૂર્તિની પૂજા કરો.
હીરસૂરિ તે જિનપ્રતિમાને જુહારતા અજારા રહ્યા. ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં દીવનો સંઘ આવ્યો ને હીરસૂરિને તેડી ગયો. એમને મસ્તકે ચંદરવા ધરાવે છે. માથે સુવર્ણકળશ ધારણ કરતી સ્ત્રીઓ આગળ ચાલે છે. અન્ય સ્ત્રી-પુરુષો વસ્ત્રાલંકારે સજજ થઈ ગુરુને વંદન કરે છે. વાજિંત્રો વાગે છે સ્ત્રીઓ ગીતો ગાય છે. વાચકોને દાન આપે છે. પટોળાંએ ઐરાવતને શણગારે છે. પુરુષોનો પાર નથી. આગળ ઘણા છડીદારો છે. પહોળો માર્ગ પણ સાંકડી શેરી બની ગયો.
જાણે ભરત ચક્રવર્તી પધારે તેમ હીરસૂરિશ્ચંદ્ર આવ્યા. ઉના નગરને એવું શણગાર્યું