Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 336
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૦૧ (ચોપાઈ) પાસત્યાદિક લખ્યણ એહ, એષણા દોષ ન ટાલે જેહ; ધાત્રી દોષને મુનિ આદરે, વાર વાર વિગેરે વાવરે. ૨૬૨૨ નવિ ટાળે સય્યાતરપિંડ, ચાલે મુનિવર વારીપત્રખંડ; સબળી વસ્ત વળી વાવરે, સુર પ્રમાણે ભોજન કરે. ૨૬૨૩ લોચ ન કરાવ્યું રંક જ હતો, ઉઘાડે દીલું લાજતો; મહિલ ધૂયે વાણહી ધરે કટો, કારણ વિના કટિ બાંધે પટો. ૨૦૨૪ દેશ ગામ કુલ પીઢ મન ધરે, ફલગ વિષે પ્રતિબંધહ કરે; પરઘરિ વારે વારે જાય, ચારિત્રગુણ ઠાળો કહેવાય. ૨૬૨૫ વિહરે સોય સકંચન જોય, જાજું નીર કુછીલી ધોય; કેશ રોમ નખ મુખના દંત, સોય સમારે વળી અત્યંત. ૨૬૨૬ લખું વિત તણો તે ધણી, ગચ્છભેદ કરે નિરગુણી; ખેત્રા અતીત મુનિ વાવરે, કાલ અતીત વાવરતો ફરે. ૨૯૨૭ મુંઢ હતો મુખ્ય કઈ લવે, રત્નાદિક ગુરુનિ પ્રાભવે; અવર્ણવાદ બોલે પર તણા, એ ગતશીલમુનિ અવગુણ ઘણા. ૨૬૨૮ વિદ્યામંત્ર યોગ અનુસરે, સુતિકર્મ ચિગચ્છા કરે; જીવનકાજે મુનિ અક્ષર લખે, રાચે બહુ પરિગ્રહનિ વિષે. ૨૬૨૯ કાર્ય પખિ જાવા મુંતો, મુનિ મૂરખ દિવસે સુઅતો; અજ્જાનું વિહિયું લેતો, સ્ત્રીશઠા ઉપર ખેલતો. ૨૬૩૦ બેસે પુંછણા વિના ગમાર, રૂપ અને બલ અરર્થે આહાર; - અઠમ નહિ સંવછરી તણો, ચોમાસે છઠ પાખે ગણો. ૨૬૩૧ શાતા બહુલ માટિ નર સુણો, ચોથ ન કરતો પાખી તણો; માસકલ્પ કરતો નવિ કરે, તે મુનિ પાસFામ્યાં શિરે. ૨૬૩૨ દેખાડે ઉગ્રહ વૈરાગ, ઢાંકે જિનનો સુધો માગ; શાતાગારવ રહે તેણે ઠાણ, જેણે ખેત્રે હોય સંયમ હાણ. ૨૬૩૩ વિજયચંદ કહે નહિ પ્રતિકાર, જ્ઞાન દરસણ ને ચારિત્ર સાર; તેવા કારણે એક થલ રહે, પાપ પાછીલા નાસે દહે. * ર૬૩૪ ક્રોધ માન માયા ને લોભ, જીપે પરિસહથી નહિ ક્ષોભ; ધીર પુરુષ વૃદ્ધ એક થળે રહ્યો, ચિરકાલ કર્મ એપવતો કહ્યો.૨૬૩૫ પા. ૨૬૨૫.૨ વાલો (ઠાળોને સ્થાને) ૨૬૩૨.૨ સરે ટિ. ૨૬૨૨.૧ લખ્યણ = લક્ષણ ર૬૨૮.૧ પ્રાભવે = પરાભવ કરે ૨૬૨૯.૧ ચિગચ્છા = ચિકિત્સા ૨૬૩૦.૨ અજ્જા = સાધ્વીજી ૨૬૩૫.૨ કર્મ એપવતો = કર્મનો ક્ષય કરતો.

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398