________________
શ્રી હરવિજયસૂરિરાસ
૩૦૫
મારડિનો વિહાર વલી જેહ, સોમપ્રત્યે વાર્યો હુતો તેહ; વિદ્યાસાગર મોકલ્યા ધીરે, થૂલિભદ્રનો લોઢો વીર.
૨૬૮૪ છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન નીવિનો તપ આદરે;
મેવાત દેસે અલવર જ્યોહિ, ખડતર પરમુખ વાળ્યા ત્યાંહિ. ૨૬૮૫ જેસલમેર ખડતરને ઘરિ, નવ હડ્યો વહે શુભ પરિ;
બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. ૨૬૮૬ તેણિ બાજઠ નવિ બેઠો હીર, વિદ્યાસાગર મોટો ધીર;
એહની વાત તુમે નવિ થાય, જિનશાસન જેણિ આપ્યું હોય. ૨૬૮૭
વિદ્યાસાગર મીણકપટનો જાડો કપડા પહેરતા. તે તપ-ક્રિયા કરનારા ને જ્ઞાની હતા. ઘણાં ગામોને એમણે બોધ આપ્યો. ઘણી તરસ હોય તોયે પાણી વિના જ તપ કરતા, જાતે ગોચરી કરતા, પારણામાં રાખવાનું પાણી વાપરતા તથા ઠામ ચોવિહાર કરતા. આણંદવિમલસૂરિના એ શિષ્યમાં ગુરુના ઘણા ગુણો દેખાય છે. એમણે વિરમગામમાં વાદ કરી પાર્થચંદ્રનો નાદ(મદ) ઉતાર્યો. પછી વિહાર કરી માલવદેશમાં ઉજ્જયિની પહોંચ્યા.
- ત્યાં એક શ્રાવકને દેવ આવતો હતો. શ્રાવકે એ દેવને પૂછ્યું કે અત્યારે કોણ એવા મોટા સાધુ છે જેની સેવા કરી શકાય ? દેવ કહે કે અમુક દિવસે, અમુક વેળાએ, આવા રૂપવાળા, અને જેમના નાકે મસો અને વાળ હોય તે આવશે. તે સાધુ મહારાજને તું વંદન કરજે, અને તેમનો શ્રાવક થજે.
જ્યારે આણંદવિમલસૂરિ ત્યાં આવ્યા ત્યારે એ શ્રાવક વાંદવાને આવ્યો. તે ઊંચોનીચો થઈ જુએ છે પણ નાકે મસો દેખાયો નહીં. એમના શિષ્ય શ્રાવકને પૂછે છે કે તમે આમ શું જોતા હતા ? ત્યારે શ્રાવકે જે વાત હતી તે કહી. પછી શિષ્ય મુહપત્તિ આઘી કરી એટલે મસો દેખાયો અને વાળ પણ ગણ્યા. તે તેમનો સેવક બન્યો. કડવા મતવાળા ઘણા લોકો તપામાં આવીને ભળ્યા. તેઓ આણંદવિમલનાં ચરણોમાં પ્રણામ કરે છે. દિનેદિને તેમની અધિક ઉન્નતિ થઈ.
પછી આણંદવિમલસૂરિએ શ્રાવકને પૂછ્યું કે આચાર્યપદ કોને આપીશું ? શ્રાવક કહે “તમારા મનમાં બે જણા છે. એક દાનવિજય અને બીજા સિંહવિમલ. પણ સિંહવિમલનું આયુષ્ય ઓછું છે એટલે દાનવિજયને પદવી આપવી યોગ્ય છે.' તે વચન મનમાં ધરીને તેઓ વિહાર કરી થરાદ આવ્યા. ત્યાં એક શ્રાવક પરીક્ષા કરવા ઉપાશ્રયમાં રહે છે. રાત્રે આણંદવિમલ ઊંઘમાં પડખું ફેરવે છે. ત્યારે પહેલાં ઓઘાથી પૂંજે છે. શરીરે કે કાને ખંજવાળતી વખતે પણ પહેલાં પૂંજે છે. આ પ્રમાણે સકલ જીવને પોતાના સમાન ગણવાની વૃત્તિ તથા પૂજવાની પ્રવૃત્તિ જોઈને તે શ્રાવક તપાગચ્છના રાગી થયા. આણંદવિમલ તપસ્વી પણ હતા. એક વાર એમણે ચઉત્થભત્તથી તથા બીજી વાર છઠથી વિશ સ્થાનકની આરાધના કરી. એટલે ૪૦૦ ચઉત્થભત્ત અને ૪૦૦ છઠ કર્યા. વીસ વિહરમાનના વીસ છઠ કર્યા. શ્રી જિનપ્રતિમાની પા.૨૬૮૪.૧ સોમ પ્રતિ