________________
૩૦૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
આગળ સર્વ પાપ આલોવ્યાં, ૧૮૧ ઉપવાસ કર્યો. વિરપ્રભુએ કર્યા હતા તે મુજબ ૨૨૯ છઠ કર્યા. અઠ્ઠાઈ, મમ્મી ને ચોમાસીના છઠ કર્યા. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે પાંચ વાર પાંચ ઉપવાસ કર્યા, દર્શનાવરણીય કર્મના ક્ષય માટે નવ વાર ચાર ઉપવાસ કર્યો. અંતરાય કર્મના ક્ષય માટે પાંચ વાર પાંચ ઉપવાસ કર્યા, મોહનીયકર્મના ક્ષય માટે ૨૮ અઠ્ઠમ કર્યા. વેદનીય કર્મની બે પ્રકૃતિના ક્ષય માટે ૩૦ અઠ્ઠમ કર્યા. ગોત્રકર્મના ક્ષય માટે ૨ અઠ્ઠમ તથા આયુષ્ય કર્મના ક્ષય માટે ચાર વાર ચાર ઉપવાસ કર્યા. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે. તેના ક્ષય માટેનું તપ ન થયું. એ મનોરથ મનમાં ને મનમાં રહી ગયો.
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની સ્થિતિ આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય કર્મની ૩૦ કોડાકોડિ સાગરોપમ, (૨) દર્શનાવરણીય કર્મની ૨૦ કોડાકોડિ સાગરોપમ, (૩) વેદનીય કર્મની ૩૦ કડાકોડિ સાગરોપમ, (૪) મોહનીય કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમ, (૫) આયુષ્ય કર્મની ૩૩ સાગરોપમ, (૬) નામ કર્મની ૨૦ કોડાકોડ સાગરોપમ, (૭) ગોત્ર કર્મની ૨૦ કોડાકોડ સાગરોપમ (૮) અન્તરાય કર્મની ૨૦ કોડાકોડિ સાગરોપમ.
આવાં જે આઠ કર્મો આત્માને વળગેલાં છે તેનો નાશ કરવા ગુરુમહારાજ તપ કરતા હતા. બાવીસ પરીષહોને પ્રેમથી સહન કરતા હતા, તથા રાતદિવસ જિનવચનમાં રમણ કરતા. પાંચ વિગયનો ત્યાગ તથા એક ઘી વિગયની છૂટ પણ તે ક્વચિત વાપરતા. લીલોતરી અને મીઠાઈનો એમણે ત્યાગ કર્યો હતો. વૈયાવચ્ચ કરાવે નહીં, વાજિંત્ર વગડાવે નહીં નારીસંગ લગાર પણ નહીં. ખારું, મીઠું કે ઊનું જેવું હોય તેવું પાણી વાપરતા. પાત્રમાં પાણી ઠારતા નહીં. આહારશુદ્ધિ ઘણી રાખતા. મોટાનાં ઘેર ગોચરી જતા નહીં. જ્યાં પણ સૂઝતું મળે ત્યાંથી તુચ્છ ધાન પણ ગ્રહણ કરતા. પોતાનાં બળ, પરાક્રમ, આહાર જોઈ, સ્વપ્નના સંકેતથી વિચાર કરી આરાધના કરતા તેમણે પોતાના અતિચાર આલોવ્યાં.
ચાર શરણાં સ્વીકાર્યો. પાપકર્મની નિંદા કરીને પુણ્યકર્મની અનુમોદના કરી. ભાવના, અનશન, નવકારમંત્ર તથા દશ પ્રકારની આરાધના કરે છે. ઉપધિ, આહાર અને શરીર – આ બધાનો ત્યાગ કરી આણંદવિમલસૂરિ અણસણ કરે છે. નવદિવસનું અણસણ કરીને સં. ૧૫૯૬ના ચૈત્ર સુદ ૭ને દિને અમદાવાદમાં તેઓ સ્વર્ગે ગયા. તે પછી સત્તાવનમી માટે વિજયદાનસૂરિ (૫૭) આવ્યા, જેમના ગુણોનો પાર પામી શકાય એમ નથી. શાહ ભાવ એમના પિતા અને ભરમાદે માતા. ઓસવંશમાં જામલા નગરમાં સં. ૧૫૫૩માં એમનો જન્મ થયો. સં. ૧૫૬૨માં દીક્ષા લીધી. દાનહર્ષના તેઓ શિષ્ય થયા. એમને ભાગ્યશાળી જાણી આણંદવિમલસૂરિએ એમની માગણી કરી. તેથી દાનહર્ષગણિએ તેમને આપ્યા. સાથે કહ્યું કે મારું કાંઈક નામ રાખજો.” ત્યારે પાછળથી