Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
૩૦૪
શ્રાવક કવિ ત્રષભદાસકૃત
હેમવિમલસૂરિ સુંદર નામ, મારુદેશે નગર વડગામ;
ગંગારાજ શાહ તેહનો તાત, ગંગા રાણી જેહની માત. ૨૬૬૮ હાદકુમર તસ સુતનું નામ, લેઈ સંયમ નિ સાથું કામ;
હેમવિમલસૂરિ તે થાય, થાપે તસ મોટો ભાણરાય. ૨૬૬૯ કોઠારી સાયર સહેજપાલ, ઓછવ કરતા અત્યંત વિશાલ; .
સંઘ સકલ દીયે તસ વાંદણા, ભૂષણ દાન હોય તિહાં ઘણા. ૨૬૭૦ ભાનત્રષિ હાજો ઋષિ જેહ, લોંકામતહાં મોટા તેહ;
હેમવિમલ પાયે તે નમે, જિનપ્રતિમા વાદી તસ ગમે. ૨૯૭૧ હેમવિમલસૂરિ એહવો હુઓ, પંચાવનમે પાટે જુઓ;
આણંદવિમલસૂરિ(૫૬)તસ પાટિ, જૈન તણી અજુઆલી વાટિ. ૨૬૭૨ સંવત પન્નર સડતાલો જર્સે, આણંદવિમલસૂરિ જનમ્યો તમેં; ઓશવંશ ઈડરમ્યાં વાસ, વીરવચન દીપાવ્યું તાસ.
૨૬૭૩ સાહ મેઘા કુલ સુત એ થાય, શીલવંતી માણિકદે માય;
આણંદ નામ કુંઅરનું હોય, બાલપણે વઈરાગી સોય. ૨૬૭૪ સંવત પન્નર બાવશો જમૈં, આણંદવિમલ દીખ્યા લૈં તમેં; સંવત પન્નરને સિત્યોત્તરો, સૂરિપદ તસ હુઓ ખરો.
ર૬૭૫ સંવત પન્નર બાહાસીઓ જામ, ક્રિયાઉદ્ધાર કરે નર તામ; ,
કરૂણા ઉપની લોકની ત્યાંહિ, જીવ જયે એ બહુ દુર્ગતિમાહિ.૨૬૭૬ તેહિ કારણે આણે વેરાગ, ઉપાધિ દ્રવ્યનો કીધો ત્યાગ;
મીણકપટ ઓઢે કલપડો, અસ્યો ચલોટો મૂલ નહિ વડો. ર૬૭૭ પુઠિ મુનિવર બહુ પરિવાર, સહુ ન કરે ક્રિયા ઉદ્ધાર;
સોભાગ્યહરખ તસ થાપી દીધ, દુઃકર પંથ તે પોતે કીધ. ૨૬૭૮ સુગંધ સાર વિળપણ નહિ, માંડી કિરીયા સબળી તહિં,
કરે વિહાર વખાણ ભલ કરે, એક શ્રાવક ચૂઓ શિરિ ધરે. ૧૯૭૯ લઈ રાખ ગુરુ મસ્તકિ દીધ, લુહી શિર ને ચોખ્ખું કીધ;
હજી ચૂઓ વલ્લભ એણે ઠામ, તો વેરાગ ધરે કુણ કામ. ૨૬૮૦ એહવો આણંદવિમલસૂરિરાય, નગદલ મલિખ હુઓ તેણે ઠાય;
મહમ્મદ હાથે ફરમાના કીધ, આણંદવિમલને હાથે દીધ. ૨૬૮૧ નમતા ખાન વજીર સુલતાન, ઠામઠામ ગુરુ પામે માન;
દીયે દેસના ગુરુજી સાર, ઘણા પુરુષનો કરે. ઉદ્ધાર. ૨૬૮૨ મુનિ જગો રિષિ જે પંન્યાસ, ગુરુ ફરમાન દીયે નર તાસ; સોરઠ દેશ તેણે કર્યો વિહાર, કીધો લૂંકાનો ઉદ્ધાર.
ર. ૨૬૮૩ ટિ. ૨૬૭૭.૨ કલપડો = કપડુ. ર૬૭૯.૧ વિળેપણ = વિલેપન, તેલમદન આદિ. ર૬૭૯.૨
ચુઓ = અત્તર.
Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398