Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 343
________________ ૩૦૮ શ્રાવક કવિ ઋષભદાસત પણ શાહ શવાએ માગું પરઠવ્યું ને તેના પગે સાપ હસ્યો. ધૂણતો ધૂણતો તે બોલ્યો કે “ગુરુ-આજ્ઞા લોપીને માગું પરઠવ્યું તેથી દેવ નાગ થઈને ડસ્યા. ગુરુમહિમાને કારણે તેણે આમ કર્યું.' પાટણ પાસેના કોઈ ગામમાં વિજયદાનસૂરિ રહ્યા હતા. દેવના વચનથી ગુરુ બીજે વિહાર કરીને ગયા ને ગામ લૂંટાયું. પૃથ્વી પર વિચરતાં એમણે ઘણી પ્રતિષ્ઠાઓ કરી. છેલ્લે તેઓ વડાવલીમાં આવ્યા. ત્યાં એમણે અનશન આદર્યું. સં. ૧૬૨૨માં વિજયદાનસૂરિ સ્વર્ગે ગયા. તેમની પાટે હીરવિજયસૂરિ (૫૮) થયા. જેણે અકબરને બોધ પમાડ્યો. તેઓ યુગપ્રધાન સમા હતા. તેમની મતિ નિર્મળ હતી. સત્ય, શીલ, ગાંભીર્ય આદિ અનેક ગુણો તેમનામાં હોઈ તેમને તીર્થંકર તુલ્ય તિથર સમો સૂરિ ગણવામાં આવ્યા છે. દુહા) મીણકપટનો કલપડો, વિદ્યાસાગર નામ; તપ કરિઆ જ્ઞાની મુનિ, પ્રતિબોધ્યાં બહુ ગામ. ૨૬૮૮ ત્રીખા ઘણી તપ નીર વિણિ, કરિ ગોચરી આપ; રક્ષા-પાણી પારણું, ન કરે ફરી જબાપ. ૨૬૮૯ (ચોપાઈ) આણંદવિમલસૂરિ એ શિષ્ય, ગુરના ગુણ દીસે કઈ લખ્ય; વિરમગામેં જેણે કીધો વાદ, પાસચંદનો ઉતાર્યો નાદ. ૨૬૯૧ માલવસ ઉજેણી જ્યાંહિ, આણંદવિમલસૂરિ પુહુતા ત્યાંહિ; એક શ્રાવકને આવે દેવ, તેણે પૂછ્યું તેહને તતખેવ. ૨૬૯૨ કોણ સાધ હવડાં છે દેવ ? તેહની શ્રાવક સારે સેવ; દેવ કહે દિન અમુકો જસિં, અમુકી વેળા આવું તસિ. ૨૬૯૩ આહાવું રૂપ નાકે મસ હોય, તિહાં મુઆલ ગણી તું જોય; સોય સાધને તું વંદજે, તું શ્રાવક સહી તેહનો થજે. ૨૬૯૪ આણંદવિમલસૂરિ આવ્યા જામ, શ્રાવક વાંદવા આવ્યો તામ; ઊંચો નીચો થાયે બહુ, મસ નાકે નવિ દેખે કહું ૨૬૯૫ શિષ્ય પૂછે શ્રાવક સું જોય ? તેણે ભાવ કહ્યો તિહાં સોય; તાણી મુહપત્તિ મસ તિહાં જોય, ગણી મુઆલને સેવક હોય. ૨૬૯૬ કહુઆ લોક બહુ તિહાં વળે, તપા માંહે તે આવી ભળે; પ્રણમે આણંદવિમલના પાય, દિનદિન ઉન્નતિ અધિકી થાય. ર૬૯૭ ટિ. ૨૬૮૯.૧ ત્રીખા = તૃષા, તરસ ૨૬૮૯૨ રક્ષાપાણી = રાખવાળું પાણી ર૬૯૪.૧ મુઆલ = વાળ ૨૬૫.૨ કહું = ક્યાંય, કહીં ૨૬૯૭.૧ કડુઆ = કડવામતવાળા

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398