________________
શ્રી હીરવિજયસૂરિરાસ
વિમાનમાં બેસીને દેવતાઓ ભક્તિ કરવા આવે છે. કહે છે, “ચાલો હીરગુરુનું મુખ જોવા જઈએ, જેને વિશે સાંભળ્યું છે પણ જોયું નથી. જગદ્ગુરુ હીરજીએ ઘણાં ઉત્તમ કામો કર્યા છે.” તેઓ કહે છે, “હીરજીએ સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી એટલે અમે એમને લેવા આવ્યા છીએ. અમને મોક્ષમાર્ગ બતાવો. અમારે મોક્ષપુરીએ જવું છે.”
તેમનો નિર્વાણ-મહોત્સવ ઊજવવા માટે દેવો મૃત્યુલોકમાં આવે છે. અઢારે વર્ણ સાંભળે તેમ વાજિંત્ર વગાડે છે. સાંગલેસરના એક બ્રાહ્મણે પ્રત્યક્ષ દેવવિમાન જોયું અને દેવતાઓ જે વાત કરતા હતા તે એણે કાને સાંભળી. હરગુરુના નિર્વાણના સમાચાર સાંભળતાં જ આંખે આંસુ વહાવતો દીવનો સંઘ આવી પહોંચ્યો.
સર્વ પ્રાણીઓનું શરણ આ જગતમાંથી વિદાય થયું. ગુરુ જગતના દીપક સમાન હતા. તેઓ જૈન શાસનની છત્રરૂપ હતા. તેમણે ઘણા જીવોને તાર્યા.' એમ કહી તેઓ દુઃખ વ્યક્ત કરતા તેર ખંડની મોટી પાલખી તૈયાર કરાવે છે. મખમલ, મશરૂ અને કથીપાથી તેને મઢે છે. મોતીનાં ઝૂમખાં રૂપાની ઘંટડીઓ, સોનાની ઘૂઘરીઓથી શણગારે છે. વળી ચામર, છત્ર, તોરણ ત્યાં ઝળકે છે. ફરતી ધજાઓ લટકે છે. માંડવી જ્યારે તૈયાર થઈ ત્યારે બે હજાર ત્યાહારી વપરાઈ તથા બીજી પણ અઢી હજાર ત્યાહારી ખર્ચાઈ. કેસર, ચંદન અને ચૂવાથી હીરગુરુના અંગનું વિલેપન કરે છે. માંડવીમાં મુનિવરને જ્યારે પધરાવે છે ત્યારે ઘંટનાદ થાય છે. દેવવાજિંત્ર વાગે છે, જાણે મેઘ ગાજે છે ને વરસે છે. ગુરુજીનું મુખદર્શન કરવા તરસતો હોય એમ સૂર્ય ધસી આવ્યો. (ભીડને કારણે સૂર્યનાં કિરણને પણ લોકટોળાને વીંધીને ગુરમુખનું દર્શન કરવા તરસવું પડ્યું એમ પણ અર્થ ઘટાવી શકાય.) મોટામોટા માણસો ગુરુવરની પાલખી ઊંચકે છે. ચોમેર શોરબકોર થાય છે. વાજિંત્ર અને પંચશબ્દ વાગે છે. નાણું ઉછાળવામાં આવે છે. માર્ગમાં પુષ્પવૃષ્ટિ થઈ. દેવો અને નરનારીઓ પ્રણામ કરે છે. પુરુષો હાથમાં રૂપાના ઘંટ ધારણ કરે છે, અબીલગુલાલ ઉડાડે છે. સૌ મુખેથી “હીર ! હિર ' જપે છે, આંખેથી આંસુ વહી જાય છે. વાજતેગાજતે સૌ ગામબહાર આમ્રવનમાં આવ્યા. ભૂમિની શુદ્ધિ કરી ચંદનચિતાની તૈયારી કરે છે.
(ઢાલ ૯૨ - તિણ મોતી મુશલસ્યુ વીંધ્યું, એ દેશી) સાર કરવા સુર અહીં આવે, બેઠા સોય વિમાનેં રે; હીર તણું મુખ જોવા જઈયે, નવિ દીઠું સુણીલે કાને રે,
જગતગુરુ હીરજી રે ! કીધાં ઉત્તમ કામ. આંચલી) ૨૪૪૬ સ્વર્ગલોક વાક્યો ગુરુ હીરે, તેણે લેવા અમે આવું રે;
મારગ મોક્ષ તણો દેખાડો, મુક્તિ સહી રૂષિ જાવું રે. જગ૦૨૪૪૭ નિર્વાણમોછવ કરવા કારણ, સુર મૃત્યુલોકે આવે રે;
વર્ણ અઢાર સુણે જિમ કાને, વાજિત્ર તિમ વજાવે રે. જગ૦ ૨૪૪૮