Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 319
________________ ૨૮૪ - શ્રાવક કવિ ઋષભદાસકૃત જ હીરગુરુના નિર્વાણના સમાચાર સાંભળ્યા. (ઢાલ ૯૮ - અતિ દુઃખ દેખી કામિની. રાગ કેદારો) હીર વાવ્યું હીરનાથી, હીર પોહોતો સ્વર્ગ સુજાણ; દિન પન્નર પંઠિ આવીઓ, પંડિત પોઢો રે ઉવઝાય કલ્યાણ. સોભાગી હીર ! એમ નવિ દીજે રે છેડ, ટેક0 અલગા કીધા રે, અહ્મકો નિરગુણ લઈએ. સોભાગી, ૨૪૯૯ દુઃખ ધરી રોવે વલવલે રે, મુકીઓ બાલ નિરાસ; તુહ્મ છતાં સુખ આહિં ઈદ્રનાં રે, સું પૂર્યો રે સ્વર્ગમાં વાસ. સો૦ ૨૫૦૦ સ્વર્ગનાં સુખ છે સ્યાં રે, વળી કિહાં વિબુધ મુનિનો વૃંદ; કિહાં દેવી મધુરી દેશના રે, કિહાં અકબર સરીખા નરિંદ. સો૦ ૨૫૦૧ ઈદ્ર જન્મ્યા શ્રાવક તિહાં નહિ રે, કોહોનિ કરાવસ્યો પચખાણ; અહિં જગતજનને તારતા રે, ઉગારતા રે જંતુના પ્રાણ. સો૦ ૨૫૦૨ એમ વચન કહિ ગુરુરાગે પછે, વારે મુનિજનવૃંદ; કરી અજુઆલું ગગને ગયો, દુઃખ મ ધરો રે તેહ સૂવિંદ ! સો૦ ૨૫૦૩ કરી દુઃખ તિહાં મન વાળતો રે, પછિ વંદે ઘૂમે પાય; લોચને જળ ચાલે ઘણું રે, સ્વર્ગે પોહોતો રે શ્રીગુરુરાય. સો૦ ૨૫૦૪ દહ દિશિ કાગળ મોકલ્યા રે, દલ્હી આગરા ભંભેર; હડતાલ જીવ અમારિના વલી રે, ફરતા હો દેસદેસે ઢંઢેર. સો૦ ૨૫૦૫ ભાદ્રવા વદિ દિન છઠનો રે, તવ સુણે પાટણ માંહિ; દેવવંદન અગાણા ધરે રે, શોક કરતા રે શ્રાવકજન ત્યાંહિ. સો૦ ૨૫૦૬ એણે સમે જેસિંગ આવીઓ રે, બૂજવી અકબરશાહ; ધર્મરાજા જિમ લક્ષણાવતીને રે, પ્રતિબોધ્યો રે બપ્પભટ્ટસૂરિરાય. ર૫૦૭ તિમ સાહ અકબર બુજવ્યો રે, કર્યા ફરી ફરમાન; શેત્રુજાદાણને જીજીઓ રે,ખટ મહિનારે જીવને અભયદાન. સો૦ ૨૫૦૮ લહી દુઃખ શ્રીગુર હીરનું રે, તે ચાલે જિમ જલ વાહણ; પાટણ માંહિ ગુરુ આવી આ રે, સુર્યું હીર રે તામ નિર્વાણ. સો૦ ૨૫૦૯ આ સમાચાર સાંભળતાં જ તેમને મૂર્છા આવી ગઈ. જ્યારે ભાન આવ્યું ત્યારે બોલ્યા, હે ગુરુજી, આમ છેહ ન ઘો. અમારા ઉપર તમે મહેર કેમ ન કરી ?’ ક્ષણમાં બેસે છે, ક્ષણમાં સરકે છે. શરીરને જરાય ચેન પડતું નથી. કહે છે હવે કોને જઈને વંદન કરું ? કોને હીરગુરુ કહીને સંબોધું ? તમે આવી ઉતાવળ શાને કરી ? સાત દિવસ પણ પ્રતીક્ષા કરી નહીં ! તમને અકબરે સંદેશો કહ્યો છે તે હવે કોને કહું ? ઉતાવળે ચાલીને હું આવ્યો પણ પરિશ્રમ ફળ્યો નહીં – લેખે લાગ્યો નહીં. આ સમયે પા. ૨૫૦૧.૧ ઈસ્યાં રે ૨૫૦૭.૨ લક્ષણાવતીનો રે ૨૫૦૮.૧ ફેરવી (ફરીને સ્થાને).

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398