________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૮૩
૨૪૯૭
વિમલહર્ષ પ્રમુખ મુનિ, સોમવિજય ઘણું જોય રે; નવિ સોહે રે હર વિના મુનિમંડલી એ.
૨૪૯૨ ચંદ વિના તારા ત્યા, મેઘ વિહુન્ની મહીઓ રે; સહિઓ રે! પુરુષ વિના પ્રેમદા એ.
૨૪૯૩ એમ ચિંતી મન વાળતા, એય શાશ્વતા ભાવો રે; જાવું રે જીવ ન કો બેસી રહ્યો છે.
૨૪૯૪ શોકનિવારણ કારણે, (બાઈ) લાડકી શૂભ કરાવે રે; કરાવે રે ભરતરાય જિમ ઋષભની એ.
૨૪૯૫ હિર તણાં પગલાં વે, હોયે સનાથ બહુ ભાંતિ રે; રાતિ રે આવી સુર નાટક કરે એ.
૨૪૯૬ વાડી વન તિહાં વાવીઆ, ચંપક મોગર જાઈ રે; ( પાય રે પૂજે પુષ્પ લેઈ કરી એ. મહિમાવંત ગુરુ હીરજી, નરનાં વાંચ્છમાં પૂરે રે; ચૂરે રે દરીદ્ર રોગ વિયોગડા રે.
૨૪૯૮ - હીર વાવીને હીરગુરુ સ્વર્ગે પહોંચ્યા. પંદર દિવસ પછી પ્રૌઢ પંડિત કલ્યાણવિજયજી ઉપાધ્યાય આવ્યા. વિલાપ કરતાં કહે છે, “હે સોભાગી હીરગુર, આમ છેહ ન ધો. અમને નિર્ગુણ જાણીને અમને અળગા કર્યા.' દુઃખ ધરીને રુદન કરે છે, વલવલે છે, કહે છે “બાળક એવા મને તમે નિરાશ મૂકી દીધો. તમને તો અહીં ઈદ્રનાં સુખ હતાં, તોપણ સ્વર્ગમાં વાસ શાને કર્યો ? સ્વર્ગમાં વળી શું સુખ છે ? વળી ત્યાં વિબુધ મુનિઓનો સાથ ક્યાં મળશે ? ત્યાં મધુરી દેશના ક્યાંથી આપશો ? ત્યાં
અકબર જેવો નરેંદ્ર ક્યાં મળશે ? ઈદ્ર સમા શ્રાવકો ત્યાં નથી. તો પછી કોને પચ્ચખાણ કરાવશો ? અહીં તો જગતના માણસોને તમે તારતા ને પ્રાણીઓના પ્રાણને ઉગારતા હતા.” આમ ગુરુ પ્રત્યેના ભક્તિરાગથી (કલ્યાણવિજય) આવાં વચનો કહે છે. મુનિઓનું વૃંદ એમને વિલાપ કરતાં) અટકાવે છે. કહે છે, “એ સૂરિ તો અજવાળું કરી આકાશમાં ગયા. માટે હે સૂરીન્દ્ર, દુમ્બ ન લગાડો.” પછી એમણે મનને વાર્યું. શૂભ આગળ પાદુકાની પૂજા કરી. ત્યારે આંખેથી આંસુ વહી જાય છે. કહે છે “ગુરુજી સ્વર્ગે પધારી ગયા.' દિલ્હી, આગ્રા, ભંભેર વગેરે સ્થળે દશે દિશામાં કાગળ મોકલ્યા. દેશદેશ અમારિ-પડો વગડાવ્યો. જીવોને અભયદાન અપાયું.
ભાદરવા વદ ૬ને દિને પાટણમાં સૌને સમાચાર મળે છે. ત્યારે શ્રાવકો શોકાતુર બની અખાણું ધરી દેવવંદન કરે છે. એ સમયે જેસિંગ (વિજયસેનસૂરિ) અકબરને પ્રતિબોધી પાટણ આવી પહોંચ્યા. બપ્પભટ્ટસૂરીશ્વરે જેમ લક્ષણાવતી ને ધર્મરાજાને તેમ એમણે અકબરશાહને પ્રતિબોધ્યા. અને શત્રુંજયનો કરવેરો - જીજિયાવેરો અને છ મહિનાના અભયદાનનાં ફરમાન કરાવ્યાં. શ્રી હીરગુરનું માંદગી)નું દુઃખ જાણીને જેમ જળમાં વહાણ ચાલે તેમ વિહાર કરીને તેઓ (ઉના જતાં) પાટણ સુધી આવ્યા ત્યારે પા. ૨૪૫.૨ ભરતપું એ (ઋષભની એની સ્થાને)