Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 330
________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯૫ માનદેવ (૨૭) તસ પાર્ટી કહું, વિબુધસૂરિ(૨૮) ગુણ બોહોળા લહું; જયાનંદ(૨૯) રવિપ્રભસૂરિ(૩૦), યશોદેવ(૩૧) ગયો પાતિક ચૂરિ. ૨૫૯૨ પ્રદ્યુમ્નસૂરીશ્વર(૩૨) સાર, માનવદેવસૂરિનો(૩૩) અવતાર; વિમલચંદ્ર(૩૪) હુઓ ગુણખાણ, ઉદ્યોતન(૩૫) તસ પાર્ટી જાણ. ૨૫૯૩ સર્વદવ(૩૬) ને દેવસરિ(૩૭), એ ગુરુ પામ્યો પુણ્ય અંકુરિ; સર્વદવ(૩૮) તસ પાર્ટી હવો, યશોભદ્રસૂરિ(૩૯) ગુણ સ્તવો. ૨૫૯૪ આલીસમે પાટે મુનિદેવ(૪૦), અજિતસૂરિની(૪૧) કીજે સેવ; વિજયસિંહ(૪૨) નમું નિસદીસ, સોમપ્રભને(૪૩) નામું સીસ. ૨૫૯૫ ઍઆલીસમિ પાર્ટી જોય, તપાબિરૂદ જગચંદ્રથી(૪૪) હોય; દેવેંદ્રસૂરિ(૪૫) થાપ્યા શુભ ભાત, જગચંદ્રસૂરિ આવ્યા ખંભાત. ૨૫૯૬ વસ્તપાલ વંદન ગયો તામ, વિજયચંદ્ર મહિતાનું નામ; 'ખોનારો ધન જાય યસી, વસ્તપાલે દીધો ભાખસી. ૨૫૯૭ વસ્તુપાલની જે છે નાર, અનોપમદે બોલી તેણી વાર; સ્વામી ! એહર્નિ મૂકીદેહ, આપણા ઘરનો મહિનો એહ. ૨૫૯૮ વસ્તુપાલ ન મુકી જામ, અનોપમદે વિચારિ તામ; દેવભદ્ર ઉવઝાયને કહિ, મહિતો છૂટકો તુમથી લહિ. ૨૫૯૯ નારીવચને જે વિઝાય, વસ્તુપાલ વીનવીઓ જાય; મુકી દીઓ મહિતાનિ તુલ્મ, કરું વીનતી સહુકો અલ્પે. ૨૬૦૦ વસ્તુપાલ કહે વિરૂઉ એહ, એહના પાપ તણો નહિ છે; નવિ મુંક મુંક વળી કદા, સંયમ લેઈ પાલે જો સદા. ૨૬૦૧ પૂછી મહિતો મુકાવીઓ, દીખ્યા તિહાં લીયે તે ભીઓ; થોડે દિવસે ભણે અપાર, જાણે શાસ્ત્ર તણો જ વિચાર. ૨૬૦૨ વચન વાણી મીઠો રસ સહી, સુણે વખાણ સહુયે ગહિગી; ઘણા લોક તિહાં રાગી થાય, જો જો વચન તણો મહિમાય; ૨૬૦૩ પંડિત, ભોજન અને ભામિની આ ત્રણે અમૂલ્ય છે પણ આ ત્રણેય પાસે જો ગોરસ ન હોય તો મૂલ્ય રહે નહીં. પંડિતને પક્ષે ગોરસ તે વાણીનો રસ. ભોજનમાં ગોરસ એટલે દહીં-દૂધ આદિ, અને સ્ત્રીપક્ષે ગોરસ એટલે ઇન્દ્રિય-રસ. જેનું મૂલ્ય ન અંકાય તેવી વાણી દ્વારા સૌ વ્યાખ્યાન સાંભળે છે. અનુપમાદેવી પણ ઘણાં ખુશ થાય છે. તે દેવભદ્રજીને વિનંતી કરે છે કે જો વિજયચંદ્રને આચાર્ય પદવી આપવામાં આવે તો આપણો મહિમા રહે. ઉપાધ્યાય દેવભદ્રજીએ ઘણો વિચાર પા. ૨૬૦૦.૧ ન્યાય ટિ. ૨૫૯૮.૧ અહીં કવિએ સરતચૂકથી અનુપમાદેવીને વસ્તુપાલની પત્ની કહી છે. પણ તે વસ્તુપાલના ભાઈ તેજપાલની પત્ની છે અને વસ્તુપાલની ભાભી છે.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398