________________
શ્રી હીરવિજયસૂરિરાસ
આગલિ પુણ્ય કરસ્યું અમે, અસ્સું કહિ નર જે; મરણ સમે નર સો વળી, બહુ પસ્તાશા તેહ. મરણ તણી ગતિ કુશ લહે, કે ઘર કે પરદેશ; પંથિ પ્રાણ મુકતા હુઆ, સાધન કહો શું કરેસ. તા જળે બૂડી મૂઆ, કેતા તરૂઅર હેઠ;
તા સ્તનરોર્ગે મૂઆ, કેતા જનુની પેટ. તા શિરે પડી વીજળી, તા શિરે લોહધાર; કેતા જહેર ખાઈ મૂઆ, સાધન નહિ જ લિગાર. કેતાં ભીંતિ ભોર્મિ રહ્યા, કેતા મુંગા મરણ;
કેતાનિ વિષધર કટે, કહે તિહાં કોહોનું સરણ ? અનેક મરણ એહવાં અછે, ચેતો આતમ સાથિ;
દિવસ દેહ લખિમી લહિ, પુણ્ય કરો નિજ હાથિ. આર્લિ ભવ ખોઈ નહિં, ભાવે ભાવના બાર;
અણસણ મુનિ આરાધતો, ધન્ય હીર અવતાર.
૨૭૫
૨૪૨૬
-
૨૪૨૭
૨૪૨૮
૨૪૨૯
૨૪૩૦
૨૪૩૧
૨૪૩૨
હીરગુરુ ધન્ના અને શાલિભદ્રની પેઠે અનશનની આરાધના કરે છે. સૌ શ્રાવકો આવી તેમને પૂજે છે ને સામે બેસે છે, અને પૂછે છે, “ગુરુવર ! તમે આ શું કર્યું ? બધાની સારસંભાળ છોડી દીધી.” પછી એકબીજાને કહે છે, “ગુરુજીને પૂજીને સૌ લહાવો લઈ લો. હીરગુરુ હવે પધારે છે. આવો પુરુષ હવે ક્યારે પેદા થશે ને ક્યારે એમને આપણે વંદન કરીશું ?” બધા લોકો વંદન કરવા દોડી આવ્યા. પછી સંધ્યાકાળ થયો. બધા સાધુઓ ભેગા થયા ને પોતે જ પ્રતિક્રમણ કરાવ્યું.
જેમ મહાવીરપ્રભુએ અંતે દેશના આપી હતી તેમ હીરગુરુએ પણ સૌને અંતિમ ઉપદેશ આપ્યો. કોઈ ભીરુ બનશો નહીં. ધીર થઈને સૌ ધર્મ આરાધજો. પછી બધી પ્રવૃત્તિ છોડી દઈ તેમણે સિદ્ધનું ધ્યાન ધર્યું. અને મારું કોઈ નથી, હું કોઈનો નથી’ એ અનિત્યભાવના ભાવવા લાગ્યા. જ્ઞાન-દર્શનયુક્ત એવો એક આત્મા જ શાશ્વત છે.
બાકીના બધા ભાવ બાહ્ય છે તેને તેઓ વોસિરાવે છે. જે કર્મના રોગો ટાળે છે એવા દેવગુરુ અને જિનધર્મને જ હું સ્વીકારું છું. આહાર-ઉપાધિ અને આ શરીરને વોસિરાવું છું. લોકોત્તમ એવા ચાર અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મને મનમાં ધારણ કરતા હાથમાં નવકારવાળી લે છે. પદ્માસન વાળીને બેસે છે. રાગદ્વેષને ટાળે છે. જ્યાં પાંચમી નવકારવાળી ગણવા માંડી ત્યારે તે નીચે પડી ગઈ. સાત પહોરનું અનશન પાળીને તેઓ સુરલોકે સંચર્યાં.
અનશનનો એવો મહિમા છે કે તેનાથી મોક્ષ અથવા ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે. અને કદાચ એમ ન થાય તો સાત-આઠ ભવમાં તો અવશ્ય તે મોક્ષનગરમાં પહોંચે છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઈશાન દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. પા. ૨૪૩૦.૨ ચઢે (કટે'ને બદલે)