________________
૨૭૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
' રાગ, દ્વેષ. મોહથી થતાં નિયાણાં અસાર છે – કરવા યોગ્ય નથી. પણ જિનેશ્વરને ચાર વસ્તુની પ્રાર્થના કરવાની કહી છે તે ૧. મારા દુઃખનો ક્ષય થાઓ, ૨. કર્મનો ક્ષય થાઓ, ૩. સમાધિમરણ સારી રીતે હોજો, ૪. બોધિલાભ મળો. હળુકર્મી ભવ્ય જીવ આરાધના કરતો આ ચાર વસ્તુની માગણી કરે છે. અભવ્યને એમ નથી. જીવે બાલમરણ તો અનંતી વાર કર્યો, પણ સાધુની પાસે આરાધના સાંભળી નહીં ને ભવનો પાર પામ્યો નહીં. દાન, શિયળ, તપ, ભાવના એ ચાર ભેદે ધર્મ આરાધી પરલોક સાધ્યો નહીં અને આ રત્ન સરખું આયખું વ્યર્થ ગુમાવ્યું. હમણાં નહીં પછી કરીશું એમ કહેતાં કહેતાં જ આયુષ્ય ખૂટી ગયું. આ પુણ્યહીન, પાપથી ભરેલો જીવ પરલોકે સિધાવ્યો. અમે આગળ પુણ્ય કરીશું એમ જે માણસ કહે છે તે મરણ સમયે ખૂબ પસ્તાયા છે. મરણની ગતિ કોણ જાણી શક્યું છે ? ઘરમાં, પરદેશમાં કે રસ્તામાં પણ પ્રાણ ચાલ્યો જાય છે. ત્યાં એ આત્મસાધના શું કરવાના હતા ? કેટલાક પાણીમાં . ડૂબી મર્યા, કેટલાક વૃક્ષ હેઠળ, કેટલાક સ્તનરોગથી તો કેટલાક માતાના ઉદરમાં જ મૃત્યુ પામ્યા. કેટલાક માથે વીજળી પડવાથી તો કેટલાક લોઢાની ધારથી, કેટલાક ઝેર ખાઈને મર્યા. કેટલાક ભૂમિ પર જ, કેટલાક મૂગા જ, કેટલાક સાપ ડસવાથી મર્યા ત્યાં એને કોનું શરણું પ્રાપ્ત થાય ? આવા તો અનેક મરણ છે, માટે જીવે ચેતવા જેવું છે. દિવસ (સમય), શરીર અને લક્ષ્મી મેળવીને પોતાને હાથે જ પુણ્ય કરી લો. જે વૃથા ભવ ગુમાવતા નથી, બાર ભાવના ભાવે છે અને અનશન આરાધે છે તે હીરગુરુનો અવતાર ધન્ય છે.
| (દ)
રાગ દ્વેષ મોહે નહીં, નીઆણાં જ અસાર;
પ્રારથના કરતો સહી, જે જિન ભાખ્યા ચાર. ૨૪૨૦ દુઃખ માહારાનો ખ્યય હજ્યો, કરમ તણો ખ્યય જાણ;
સમાધિમરણ સુપરિ હજ્યો, બોધિલાભ મન આણ. ૨૪૨૧ આર વસ્ત મુર્ખ માગતો, આરાધના કરી સોય;
ભવ્ય જીવ હલૂઆ વિના, અભવ્ય તણે નવિ હોય ! ૨૪૨૨ બાલ મરણ આગે ક્ય, જીવે અનંતિવાર; | ન સુણી મુનિ આરાધના, ન લહ્યો ભવનો પાર. ૨૪૨૩ દાન શીલ તપ ભાવના, સાધ્યો નહિ પરલોક; રત્ન સરિખું આખું આલિં નાખ્યું ફોક.
૨૪૨૪ કરસ્ય કરસ્યું કહેતાં થકાં, આયુ ગયું સહુ ખૂટિ; પુણ્યહીણ પાપિ ભર્યો, હંસા ચાલ્યો ઉઠિ.
૨૪૨૫ ટિ. ૨૪૨૧.૧-૨ આ માટે જુઓ “જયવિયરાયસૂત્રની આ પંક્તિઓ:
“દુમ્બMઓ કમ્મMઓ, સમાધિમરણં ચ બહિલાભોઇ, સંપો મહએએ, તુહ નાહ પણામ કરણેણં.”