________________
૨૬૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
આમ, તમારી વાત કહી જાય એમ જ નથી. તમને બાદશાહે “જગદ્ગુરુ' એવું બિરુદ આપ્યું. છ મહિના અમારિ પ્રવર્તાવી. ડામર સરોવરમાં જીવહિંસા બંધ કરાવી. બળદ, ગાય, ઘોડા, ભેંસ, બકરાં વગેરેની હિંસા બંધ કરાવી. બંદીજનોને છોડી મૂક્યા. પાંજરેથી પંખીઓને છોડ્યાં. શત્રુજયયાત્રાનો કર બંધ કરાવ્યો, જજિયાવેરો માફ કર્યો. હે હીર, આ પૃથ્વી પર તમારી પ્રતિષ્ઠા થઈ. આબુ, શત્રુંજય, સમેતશિખર, ગિરનાર આદિ તીર્થોના સંઘ કાઢનારા ત્રણસોત્રણ સંઘવીઓ આપના ઉપદેશથી થયા. બે હજાર મુનિનો પરિવાર આપની આજ્ઞામાં છે. જ્યાં જ્યાં આપનો વિહાર થયો ત્યાં શ્રાવકોએ આપનાં સામૈયાં કયાં, રૂપાનાણાની પ્રભાવના કરી, ક્રોડ સોનાનું લૂછશું કર્યું. આમ પ્રતિમાની જેમ આપ પૂજાયા. | ગુજરાત, માળવા, સોરઠ, મારવાડ, વાગડ, દક્ષિણમાં કોંકણ, મેદપાટ, મેવાત, આગ્રા અને કામદેશમાં આપે વિહાર કર્યો છે. ઉપધાનવ્રત કરી શ્રાવકોએ માળ પહેરી છે, ઘણાં સાતમીવચ્છલ થયાં છે. તમે જગતના તારણહાર છો. પોતે તર્યા ને બીજાને પણ તાર્યા. સઘળા સાધુઓના આપ આધાર છો. જગતનાં પ્રાણીઓને આપ જિવાડનારા છો. ચારે દિશામાં લોકો આપનું નામ સંભારે છે. જેમ સીતા રઘુવંશી રામને, કોયલ આંબાને, ચાતક મેઘને, ચકોર ચંદ્રને, મયૂર જલધારને, મધુકર માલતીને ઉત્તમ સ્ત્રી પતિને, વાછરડું ગાયને, બાળક માતાને, ગૌતમ જેમ મહાવીરને સમરે એમ સકલ સાધુજનો અમે હીરને સ્મરીએ છીએ. આપના ગયા પછી અમારો કોણ આધાર રહેશે ?
વિજયસેનસૂરિજી આપની સમક્ષ આવે ત્યાં સુધી તમે રાહ જુઓ (થોભી જાઓ). આપ જો અનશન કરશો તો અમને ઠપકો મળશે.
- હરિગુરુ કહે છે, “ચોમાસું બેસી ગયું છે. અને હજી સુધી જેસંગ (વિજયસેનસૂરિ) આવ્યા નહીં.” ત્યારે (સોમવિજયજી) કહે છે, “તેઓ જરૂર અહીં આવી પહોંચશે. અને આપ જલદી સ્વસ્થ થઈ જશો.” એમ સમજાવતાં સમજાવતાં સમય પસાર કરાવ્યો. પર્યુષણ પર્વ આવ્યાં. ત્યારે હીરગુરુએ કલ્પસૂત્રનું વાચન કર્યું. ત્યારે એમનું શરીર સારું રહ્યું. પણ પછી તે લથડ્યું. ભાદરવા સુદ ૧૦ની મધ્યરાત્રિએ તેમણે વિમલહર્ષ ઉપાધ્યાય સહિત સર્વ સાધુઓને બોલાવ્યા.
(ઢાલ ૮૮ - એણી પરિ રાજ્ય કરતા રે એ દેશી.) સંઘવી શ્રી ઉદયકરણ રે, પ્રતિષ્ઠા જિન તણી;
હર હાર્થિ કરાવતો એ. તવ ઓગણીસ પંન્યાસો રે, વાચક એક સહી; સુમતિવિજય મુનિ થાપીઓ એ.
૨૨૯૦ બિંબપ્રતિષ્ઠા સાર રે, સાહ ભૂલો કરે; જવહિરી કુંઅરજી ભલો એ.
૨૨૯૧ ટિ. ૨૨૯૧.૨ જવહિરી = ઝવેરી
૨૨૮૯
* એક સી.