________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૬૫
વિમલહર્ષ ઉવઝાય ! સોમવિજય મુનિ રે ! જગમાં ધોરી તુમ) દોય લહીય રે; કહીય રે તપાગચ્છ દીપાવજો રે.
૨૩૪૧ ઉદયવંત એ ધોરી જેસિંગ છે ઘણું રે, દિન દિન દોલતિ તબ હોય રે;
સહુ કોઈ રે સંપિ થઈને ચાલજો રે. ૨૩૪૨ આતમસાધન હર કરે હરખિ ઘણું રે, અતિચાર આલોયે સર્વ ધુરથી રે;
ધુરથી રે શાન દર્શન ચારિત્ર તણા રે. ૨૩૪૩ તપાચારના બાર અતિચાર લાગીઆ રે, વીર્યાચારના ત્રિશ્ય હોય રે;
જોઈ રે પંચ આચાર ખમાવતો રે. ૨૩૪૪ પંચ અતિચાર સંલેષણાના જે હુઆ રે, જીવત મરણ ઈહલોક પરલોક રે.
ફોકો રે કામભોગવાંચ્છા જિકો રે. ૨૩૪૫ ‘પંચમહાવ્રત સ્વીકારી ભવભવ ભમતાં જે વિરાધના કરી તથા જે અતિચાર મને લાગ્યા તે સિદ્ધભગવંતોની સાક્ષીએ હું નમાવું છું.'
ફરી પંચમહાવ્રત ઉચ્ચરીને સકલ જીવોને, ચોરાશી લાખ યોનિના અનંતા જીવોને ખમાવે છે.
હું સઘળા જીવોને ખમાવું છું. તમે પણ મને ખમાવજો. મૈત્રીભાવથી અનંત સુખ મળે છે, વૈર કરવાથી પ્રાણીઓ દુઃખ મેળવે છે. હું સઘલા જીવોને સુખ વાંચ્છું છું અને કોઈ દુઃખી ન થાય એમ ઈચ્છું છું. સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ અને મુક્તિમાર્ગ પ્રાપ્ત કરો.” ( આ પ્રમાણે હીરગુરુ સહુને ખમાવે છે. બધા સાધુઓની આંખોમાંથી નીર વહે છે. હીરગુરુ કહે છે, “તમે રડો નહીં. જીવન-મરણનો આ જ માર્ગ સદાયે ચાલતો રહે છે. દેહ અસ્થિર છે, કોનો સ્થિર રહ્યો છે ? તીર્થકર ભગવાન, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આ સૌ આયુષ્ય પૂરું થતાં ચાલ્યા ગયા. તે કારણે તમે રડો નહીં. હું તમને સૌને ખમાવું છું.'
પછી વિમલહર્ષ અને સોમવિજયજીને બન્નેને પણ ખમાવે છે. ત્યારે સોમવિજયજી કહે છે “આપ તો ગચ્છપતિ છો. આપે શાનું ખમાવવાનું હોય ? આપે તો અમને સંતાનની જેમ પાળ્યા છે અને આજ લગી કોઈને દુભાવ્યા નથી.” ત્યારે હીરગુરુ કહે છે, “મુનિઓ, ખમાવવાનો આપણો આચાર છે. કોઈને કાંઈ પણ અપ્રીતિ ઉપજાવી હોય તો હું બે હાથ જોડીને ખમાવું છું” ટિ. ૨૩૪૫.૩ ફોકો = ફોક – મિથ્યા થાઓ.