________________
ર૫ર
શ્રાવક કવિ ઋષભદાસકૃત
કર્યો. બધા તે જ સ્થાને ઉપવાસ પર ઊતર્યા. માતા બાળકને ધવરાવતી પણ નથી. શોરબકોર થઈ ગયો. બધા હીરગુરુને વીનવવા લાગ્યા. સોમવિજય વાચક કહે, “જો ઔષધ નહીં લો તો શ્રાવકનાં મન માનશે નહીં. પૂર્વેના ઋષિઓએ પણ ઔષધ તો કરાવ્યાં છે તે તો તમે જાણો જ છો. તમે પણ થોડું શુદ્ધ ઔષધ કરો અને સકલ સંઘને મહત્ત્વ આપો (માન રાખો).” નેમિનાથની જેમ મન વિના જ મુનિવરે હા પાડી (સંઘનો) આદર કર્યો. સંઘ ત્યારે અત્યંત ખુશ થયો. માતાઓએ પોતાનાં બાળકોને ધવરાવ્યાં. વૈદ્યોએ વિવેકપૂર્વક ઔષધ આપ્યું. દિવસે દિવસે રોગ કાંઈક ઓછો થયો. પણ શરીરમાં હવે એવી શક્તિ નહોતી કે ગુરુ સુખપૂર્વક સ્વાધ્યાય કરી શકે. હીરસૂરિએ આયુષ્ય ઘટી રહ્યું છે એમ મનથી પામી જઈને સર્વ સાધુઓને બોલાવ્યા. અને કહ્યું કે સત્વરે જેસંગને – વિજયસેનસૂરિને તેડાવો જેથી મને ખૂબ શાંતિ થાય. મુનિએ કાગળ લખ્યો. તે લઈને ધનવિજય તેડવા ગયા. તેઓ લાહોર પહોંચ્યા. કાગળ આપીને ગુરુને વંદન કર્યા. તમારામાં હીરગુરુનું મને લાગ્યું છે. પણ તમે તો અહીં અકબરમાં મુગ્ધ છો. ઘણા દિવસ થયા. તમને ઋષિરાજ તેડાવે છે. તમે ગુર્જર દેશમાં પધારો. અમે તમને તેડવા જ આવ્યા છીએ. હીરગુરુનું શરીર સ્વસ્થ નથી. માટે તમે અહીંથી વિહાર કરો. હીરગુરુએ જોષીને પણ તમારી વાત પૂછી છે કે જેસંગ (વિજયસેનસૂરિ)
ક્યારે અહીં આવશે ? ક્ષણેક્ષણે તેઓ તમારું જ નામ જપે છે; જેમ સીતા રામને સંભારતાં હતાં. તે સાંભળી જેસિંગ (વિજયસેન) વ્યગ્ર થયા. તેમનાં સઘળાં અંગો શિથિલ થયાં. અકબર શાહને વાત જણાવી કે હીરસૂરિનો દેહ પરવશ થયો છે. અકબર શાહ પણ દુઃખી થયા. બોલ્યા, “વેગે જાઓ અને હરિગુરુને જઈ મળો. એમને મારી દુવા પહોંચાડજો.” પછી વિજયસેનસૂરિએ પ્રયાણ કર્યું.
વિજયસેન વેગે આગળ વધે છે. ગુર્જરદેશની નજીક આવે છે. આ બાજુ, હીરસૂરિ જેસિંગની વાટ જુએ છે, ભાટ-ચારણ જેમ દાતાને ઈચ્છે તેમ. હીરપુર મનમાં વિચારે છે, “આચાર્ય વિજયસેનસૂરિ) હજી આવ્યા નહીં. એમને વિશે કાંઈ ખબર નથી. વિષમપંથ કળ્યો જતો નથી. આ અવસરે જો તેઓ અમારી પાસે હોત તો અમે ઉલ્લાસભેર અનશન કરત. એમની ઉપસ્થિતિમાં હીર પરલોકે જાત તો જેસિંગ (વિજયસેન)ની લાજ – શોભા ઘણી વધત.”
આમ કરતાં કેટલાક દિવસો વીતી ગયા. પછી હીરગુરુ કહે છે, “હવે આયુષ્ય થોડું જણાય છે. માટે આતમકાજ કહો તો સારું.” ત્યારે સોમવિજય ઉપાધ્યાયે કહ્યું, “આતમકાજ કરતાં તો આખી જિંદગી ગઈ. આજ લગી આપે જે ધર્મનાં કામો કયાં છે તેને યાદ કરો. આપે તો આવા વિષમકાળમાં પણ આત્મસાધના કરવામાં કાંઈ કચાશ રાખી નથી. ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન અને ક્ષમા આદિ ગુણો તથા અસંખ્ય જીવોને અભયદાન આપવા અપાવવા દ્વારા આપે તો આપના જીવનને સાર્થક કરી જ લીધું છે.] આપે એકાસણું, નીવી કરી તેમાં પાંચ વિગયનો ત્યાગ કર્યો છે. ગણીને બાર દ્રવ્ય લેવાના અને દોષરહિત આહાર વાપરવાના નિયમો પાળ્યા છે. વિજયદાનસૂરિ પાસે બે વાર આંખે આલોયણા લીધી છે. આપે ૩૬૦ ઉપવાસ, ૨૨૫ છઠ, ૮૧ અઠ્ઠમ, બેહજાર આયંબિલ, બે હજાર નીવી, ૮૧ એકભક્ત, ૩૬૦૦ ઉપવાસ