________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૫૧
કે એ જોઈ લંકા પણ હારી જાય. ગુરુ પધાર્યા ત્યારે એમના ચરણે પટોળાં પથરાય છે. ગુરુ ઉપાશ્રયે આવ્યા. થાળ ભરીને મોતીએ વધાવ્યા. સ્ત્રીઓએ ગહૂળી કરી, ઉપર નાણું મૂક્યું. મનની ઊલટથી, સુવર્ણ ધરીને ગુરુને નવે અંગે પૂજ્યાં. સાથે પચીસ સાધુઓ હતા. તેમને પણ પૂજ્યા. મોટી પ્રભાવના થઈ. બારણે તોરણ બંધાયાં. બપ્પભટ્ટસૂરિની જેમ અભિગ્રહપૂર્વક ઋષિ ઉનામાં રહ્યા. અન્ય (જૈનેતર)ને ત્યાંથી આહાર લે છે. કો'ક દી રોટી મળે તો કો'ક દી ધાન મળે. ત્યાં આજમખાન આવી મળ્યા. હજની યાત્રાએથી આવીને તેઓ ઋષિને વાંદવા આવ્યા. તેણે સાતસો રૂપિયા ભેટ ધર્યા. હીર કહે, “આ અમારે કામના નથી. અમે તો સ્ત્રી અને ધન છોડ્યાં છે. જો અમારે લેવું જ હોત તો બાદશાહ ખુદ ઘણું જ આપતા હતા. પણ હાથી-રથ એ બધું અમને નહિ, તમને શોભે.” આજમખાન ઘણો ખુશ થયો. “તમને ધન્ય છે. તમે બંદીઓને છોડાવો છો.” એમ કહી આ ભલા સાધુ હીરના ગુણ ગાય છે. હીરસૂરિનું વ્યાખ્યાન સાંભળી આજમખાન ઊઠ્યો. હીરસૂરિ ઉનામાં રહીને રોજ ધર્મકથા કહે છે. ત્યાં ઘણું ધન ખર્ચાય છે. ત્રણ મોટી પ્રતિષ્ઠા થાય છે. એક મેઘજી પારેખે કરાવી, બીજી લખરાજ રૂડાએ કરાવી અને ત્રીજી લાડકીબાઈની માતાએ કરાવી. ત્યાંના શાહ બકોરે સંયમ લીધો. ઘણું દ્રવ્ય ખર્ચાને જૈનરૂપિણી દીક્ષાને વર્યા. તેઓ શ્રીમાળવંશના શણગારરૂપ હતા. છતી ઋદ્ધિને તેમણે છોડી દીધી અને હીરસૂરિને હાથે દીક્ષિત થયા. એક સો મહિમુંદી એમણે ખરચ્યા. પાછળ કોઈ વઢવા આવે એવું એમણે રાખ્યું નહોતું. એક વર્ષમાં તો સૂત્રાદિક ભણી લીધું. સરસ આહારાદિકનો ત્યાગ કરે છે. અવગુણોથી રહિત થઈને શાહ બકોર સંવેગ, સમકિત, દયા, બુદ્ધિ, સુશીલતાના ધારક બન્યા. બીજા પણ અનેક ઓચ્છવો થયા. ઉપદ્યાન-માળ અને વતપૂજા પણ થઈ. નવાનગરનો પુરુષ અને જામસાહેબ વજીર અબજી ભણસાલી આવીને હીરસૂરિને વંદન કરે છે. એક લાખ ટંકાનું લૂછણું કરી વાચકોને દાનમાં આપે છે. આમ ઋષિરાજ ઉનામાં રહ્યા તે ગાળામાં અનેક ઉત્સવ થયા. જ્યારે ચોમાસું પૂરું થયું એટલે સૂરિજી વિહાર માટે તૈયાર થયા. પણ સૂરિજીનું સ્વાથ્ય સારું ન હોતાં શ્રાવકોએ કહ્યું :
“આ વર્ષે પણ ચોમાસું અહીં જ રહો અને શરીર સ્વસ્થ થાય એટલે વિહાર કરજો. રોગ સાથે હે હીરજી, કેવી રીતે ફરશો ?” સકલ સાધુ સમક્ષ શ્રાવકોએ આમ કહ્યું એટલે હીરગુરુ ઉનામાં જ રહ્યા. તેમને પગે સોજા આવ્યા. તેઓ ઔષધ કરાવતા નથી. દીવ-ઉનાનો સંઘ એકઠો થયો. હીરસૂરિને ઘણી વિનંતી કરી કે હે મુનિવર, ઔષધ કરો જેથી તમારો વ્યાધિ દૂર થાય. હીર કહે, “હે પરમ નર, સાંભળો. ભોગવ્યા વિના કર્મો છૂટતાં નથી. સનતકુમારે ઔષધ ન લીધું પણ કર્મો ખપતાં જ રોગ દૂર થયો.” શ્રાવકોએ કહ્યું, “હે હરિગુરુ, શ્રી મહાવીરે પણ ઔષધ કરાવ્યું હતું. જ્યારે એમને અતિસારનો વ્યાધિ થયો ત્યારે એમણે ઘટતો કોહલાપાક લીધો હતો. કેસર વૈદ્ય જ્યારે મુનિના શરીરમાંથી કીડા કાઢતા હતા ત્યારે મુનિવર કાંઈ બોલ્યા નહોતા. શ્રાવકનું તો એ કર્તવ્ય છે કે મુનિવરની સારવાર કરે. હે હીર, અમને આશા આપો” પણ હીરગુરુ આજ્ઞા આપતા નથી. મનમાં તે વિચારે છે કે “આ બધા એમ કહીને મને ઘણા દોષ લગાડશે.” આમ વિચારી આશા ન આપી ત્યારે બધાએ એક નિશ્ચય