________________
૨૩૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
છે. જેણે આવાં સ્થાનોમાં ધન ખરએ એનો અવતાર ધન્ય છે. ચોથી ટૂંકે આવ્યા. ત્યાં હિંગળાજનો હડો છે. એ ચઢતાં કપરો તો છે પણ ત્યાં કર્મો બળી જાય છે અને યાત્રિક મુક્તિનું રાજ્ય પામે છે. સંઘ પાંચમી ટૂંકે જવા નીકળ્યો. હરિગુરુનો હાથ સોમવિજયજીએ ઝાલ્યો. શલાકુંડ પાસે લોકો જળ પીએ છે. જેમનો પુણ્યોદય (પુણ્યની લક્ષ્મી) છે તેઓ અહીં શાતા પામે છે. ત્યાં એક શુભ છે. એમાં આદિનાથનાં પગલાં છે. એને પૂજી પ્રણમી હીરવિજયસૂરિજી આગળ વધ્યા. ગુરુ છઠ્ઠી ટૂંકે ચઢે છે, જ્યાં બે પાળિયા છે. પુણ્યકાર્ય માટે આવા જે નર ખપી જાય છે તેમની મોટે ભાગે મુક્તિ જ થાય છે. આગળ સાતમી ટૂંક છે. ત્યાં જતાં બે રસ્તા આવે. તેમાં એક બારીમાં પેસતાં ચોમુખજી આવે છે તે જુહાર્યા. બીજી બારીમાં પેસતાં સિંહદ્વાર આવ્યું. ત્યાં ત્રણે ભુવનના જનોનાં નયનોને આનંદ આપનાર જિનપ્રાસાદ જુહાર્યા પછી હીરસૂરિએ ઋષભદેવ દાદાને પ્રણામ કર્યા. ત્રણ પ્રદક્ષિણા દીધી. પાછળ મુનિઓ અને સ્ત્રીપુરુષોનો સમૂહ હતો.
મોટા દહેરે ત્રણ પ્રદક્ષિણા આપી. એમાં એક એકથી ચડે એવી એકસો ચૌદ દેરીઓ છે. તેમાંની ૧૨૦ પ્રતિમાઓને મસ્તક નમાવીને સમગ્ર મુનિસમુદાયે પ્રણામ કર્યા
મોટી દેરીઓ એકસો આઠ છે. તથા સુંદર ઘાટનાં દસ દહેરાં છે. તેમને પ્રણામ કર્યા, જે શુભગતિનો માર્ગ છે. આ દસ દહેરાં ને દેરીઓનાં સઘળાં ૨૪૫ બિંબોને પ્રણામ કર્યા. ત્યાં એક સુંદર સમવસરણ છે. વળી અનાદિ રાયણવૃક્ષ નીચે ૯૪ પગલાં છે. ભોંયરામાં ૨૦૦ બિંબ છે. ત્યાં જઈને હરસૂરિએ પ્રણામ કર્યા અને મનના મેલનો ક્ષય કર્યો. પછી ગુરુ કોટની બહાર આવ્યા. ત્યાં વાઘણ અને હાથી ચીતર્યા હતા. [અત્યારે જે વાઘણ પોળ ને હાથી પોળ છે એની જ કોઈ સંજ્ઞા હોવી જોઈએ.| પછી ગુરુ ખરતરવહીમાં આવી, જિનદેવને ભાવથી પ્રણામ કરી સ્તુતિ કરે છે. ત્યાં બસો બિંબ મનને આનંદ છે. ત્યાં ઋષભ દેવની સુંદર મૂર્તિ છે. પછી પોષધશાળામાં સૌ આવીને બેસે છે. આગળ એક પ્રસિદ્ધ ભેંસ આવે છે. એના પગમાંથી જે નીકળે તેને પશુ-અવતાર ન આવે એવી લોકવાયકા છે. અત્યારે પુણ્ય-પાપની બારી છે એમાં ઊંટ
આ રીતે કોટના બહારના ભાગમાં ૧૭ જિનમંદિરો છે. એમાં ૬૦૦ બિંબ છે. એને પ્રણામ કરી ત્યાંથી અદબદજીનાં દર્શન કરવા નીકળ્યા. રસ્તામાં સુંદર તળાવો, પાણીની પરબ અને પાંડવોની દેરી આવી. ત્યાં થઈને અદબદજીના મંદિરે આવ્યા. ત્યાં સુંદર દેરી છે. અહીં દર્શન કરવાથી ચાર ગતિના ફેરા ટળે છે. આગળ કવડક્ષનો પ્રાસાદ તેમજ પાંચ પાંડવ આવે છે જેને જોઈ મનના ક્લેશ દૂર થાય. ત્યાં ઘંટાનાદ થાય છે. આગળ હાથી ઉપર બિરાજેલાં મરુદેવી માતાની મૂર્તિ છે. જે જોઈ મુક્તિ મળે. આ બધો ઋષભદેવનો મહિમા છે. ત્યાંથી આગળ સવા સોમજીનું ચોમુખજીનું મંદિર છે. તેને ફરતી બાવન દેરીઓ છે. જે મંદિર નવું જ થયું છે. વળી ત્યાં એક ભોંયરું છે. તેમાં સો પ્રતિમા છે. જેને પ્રણામ કરતાં પાપો ટળે. ત્યાં એક પીઠિકા ઉપર ત્રીસ પગલાં છે. વળી આંબા-રાયણ પણ ત્યાં છે. ગુરુજી શત્રુંજય પર રહેલાં આ સૌને