________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૧૯
બેચાર પ્રસંગો અહીં લખ્યા છે, કેમકે બધા તો લખ્યા જાય એમ નથી. હીરસૂરિ, અકબરશાહ અને અબુલફજલ શેખ એ રત્નોનું મૂલ્ય થાય એમ નથી. ભાનુચંદ્રના ઉપદેશથી શત્રુંજયનું જે ફરમાન મોકલ્યું એ વૃત્તાંત માંડીને કહ્યો છે.
વળી વિજયસેનસૂરિને અકબરશાહે તેડું મોકલ્યું. તેનો સ્વીકરા કરીને એમણે વિહાર કર્યો.
વિજયસેનસૂરિની પાંત્રીસ પેઢીનું વર્ણન:
શ્રી હીરવિજયસૂરિના શિષ્ય જેસિંઘ જેઓ પૂર્વાશ્રમમાં રાજકુમાર હતા તેમની ૩પ પેઢીની વાત વિસ્તારથી કહું છું.
૧. રાજા દેવડ ૨. નથમલ ૩. જગદેવ ૪. વીરસેન ૫. ભીમસેન ૬. દેવચંદ ૭. લખમણ ૮. નરપતિ ૯. કપૂરચંદ ૧૦. હરિસેન ૧૧. વિજયરાજ ૧૨. બિરબલ ૧૩. તેજકુમાર. આ ૧૩ ક્ષત્રિય રાજાઓ હતા. પછી સંવત ૧૧૫૬માં ભોજ મહારાજા થયા. તે આબુગઢના રાજાને એનાં કર્મે કરીને શરીરે કોઢ થયો. એની વેદના અસહ્ય હતી. તેઓ કાશીખંડ ભણી જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં એમણે આચાર્ય શાંતસૂરિને જોયા. એમને વંદન કરીને વિનયથી પૂછયું કે “આ દેહ રોગમુક્ત કેવી રીતે બને ? તમે કહો એ ધર્મની હું આરાધના કરીશ.” ગુરુએ નિર્મળ ધ્યાન ધર્યું. ત્યારે શાસનદેવી હાજર થયાં. ગુરુને વંદીને પૂછ્યું કે શા માટે પોતાને અહીં બોલાવી. ગુરુએ આ રાજાનો દેહ રોગમુક્ત થાય એવો ઉપાય કરવા કહ્યું. દેવીએ પ્રસન્ન થઈ પાન આપ્યું ને કહ્યું કે “આ પાન ખાવાથી દેહનો મૂળ વર્ણ પાછો મળશે. રાજાએ એ પાન ખાધું. ને રોગ નષ્ટ થયો. સ્થંભન પાર્શ્વનાથના હવણથી વેદના ચાલી ગઈ. રાજાનો દેહ નવપલ્લવિત થયો. હરખીને એણે ગુરુની ચરણવંદના કરી. ત્યારે ભોજરાજા શ્રાવક બન્યો. નવ લાખ સોનામહોર એણે સૂરિ આગળ ઉલ્લાસભેર મૂકી. ગુરુ કહે કે એ અમારા કામની નથી. પુણ્યકાર્યમાં તમે એ ધન વાપરો. રાજાએ ઋષભદેવનું મંદિર બનાવ્યું. ગુરુનો ઘણો જસવાદ થયો. ભોજરાજે અરડકમલ ઓસવાલની સ્થાપના કરી. તેમનો પુત્ર અંબડ
વણિક.
૧૬. અંબડ વણિક ૧૭. જયસંઘ ૧૮. શવરાજ ૧૯. અમરો ૨૦. નાસણઅર ૨૧. મલ્લ ૨૨. કાલો ૨૩. આસગ ૨૪. ધનદેવ ૨૫. ધરમણ સાહ ૨૬. વરવીર ૨૭. હેમ ૨૮. કરસી ૨૯. સાહ રતનશી ૩૦. રોપો ૩૧. નરસિંહ ૩૨. ગુણો ૩૩. ખઘો ૩૪. સાહ કમો ૩૫. જેસિંઘ.
જેસિંઘે ઉત્તમ કામ કરીને ૩પ પેઢીનું નામ રાખ્યું. કમો સાહને કોડાદે નામે પત્ની હતી. એને સંવત ૧૬૦૨ ફાગણ સુદ ૧૧ને ગુરુવારે જેસિંગ પુત્રનો જન્મ થયો. તે આઠ વર્ષનો થયો ત્યારે હીરગુરુને હાથે જેસિંઘે વિજયદાન પાસે દીક્ષા લીધી.
તિઓ સાત વર્ષના થયા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી. અને પોતે સં. ૧૬૧૩ના જેઠ સુદ ૧૧ના દિવસે પોતાની માતાની સાથે સુરત શહેરમાં દીક્ષા લીધી. ભણીગણીને તૈયાર થતાં સં. ૧૬૨૬માં ખંભાતમાં પંડિતપદ, સં. ૧૬૨૮માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ અને આચાર્યપદ તથા સં. ૧૬૩૦માં પાટણમાં તેમની પાટસ્થાપના થઈ હતી.] અનુક્રમે તેઓ હીરસૂરિની પાટને દીપાવનાર બન્યા. તેમની