________________
૨૨૮
- શ્રાવક કવિ ઋષભદાસકૃત
થયો. પછી તેઓ પાટણ ગયા. ત્યાં એમણે ત્રણ પ્રતિષ્ઠા કરાવી. દિનેદિને તેમની કીર્તિ વિસ્તરી.
આ વખતે તેજસાગર અને સામલસાગર નામના બે સાધુઓને ગચ્છપતિએ ગચ્છ બહાર મૂક્યા. અને ગચ્છમાં પાછા લેતા નહોતા. ત્યારે તેઓ કાસમખાનને મળ્યા. કાસમખાનને શરીરે રોગ થયો હતો. ઔષધ દ્વારા આ સાધુઓએ તેનો રોગ દૂર કર્યો. કાસમખાનને સમાધિ થઈ ત્યારે તેણે (મુનિઓ સમક્ષ) નાણું મૂક્યું. સાગર મુનિઓએ કહ્યું કે એ અમે લઈએ નહીં. પણ અમને ગચ્છમાં લેવડાવો.” કાસમખાને હીરસૂરિને તેડ્યા. તેઓ ત્યાં વેગે પહોંચ્યા. કાસમખાન સામો આવ્યો ને હીરસૂરિને ખૂબ માન આપ્યું. પ્રેમથી ધર્મની વાત પૂછી. હીરસૂરિએ જીવહિંસા ત્યજવા કહ્યું. જીવદયા જેવો જગમાં કોઈ ધર્મ નથી અને હિંસા જેવું કોઈ પાપકર્મ નથી. ત્યારે કાસમખાને કહ્યું “જીવ જીવનું ભક્ષણ કરે છે. વાણિયા પણ એનો ત્યાગ કરતા નથી. તેઓ પણ અનાજ તો ખાય છે. આમ એમાંયે ઘણી જીવહિંસા તો થાય જ છે, તો પણ પૂરું પેટ ભરાતું નથી. એ કરતાં તો એક મોટો જીવ મારીએ તો બીજા ઘણા જીવો બચી જાય.”
હીરસૂરિ કહે “આ તો અવળી વાત છે. જેમ દિવસ છોડીને કોઈ રાતે ખાય. પોતાની સ્ત્રીને ત્યજીને પુરુષ બીજાને ઘેર જાય. હે ખાન, સાંભળ – ઈશ્વરનો માર્ગ મહેર – દયા વિના થઈ શકતો નથી. બને તો ષકાય (છ પ્રકારના) જીવોને ન મારવા જોઈએ. પણ મનુષ્ય માટે એમ કરવું અશક્ય હોઈ ત્રસ અને સ્થાવર જીવોમાં પહેલાં ત્રસ જીવોની રક્ષા કરે. ત્રસના ઘણા ભેદ છે. એક પશુ છે ને એક માનવ છે; એક રંક છે, એક રાજા છે. એમાં જો રાજાને હણે તો મોટું પાતક લાગે કેમકે એથી આખા
ગતને દુઃખ થાય. આ દષ્ટાંતથી સમજો કે જીવોને હણવામાં સરખું પાપ નથી, પણ ઓછુંવત્તું છે. સૌથી ઓછું પાપ એકેન્દ્રિય જીવને હણવામાં છે, પણ એ પાપ કોઈથી છોડી શકાતું નથી. માલમિષ્ટાન્ન ત્યજીને ઘઉં – સાદો ખોરાક જમતાં તે વિષ બનતું નથી. (મોટું પાપ બનતું નથી ?) પણ જેઓ આખો હાથી જ ખાય છે એની શી દશા થશે ? લોહી, માંસ, અસ્થિ, ચરબી, મેદ જેમાં છે એવા અભક્ષ્યનો આહાર કરવાથી જીવ કઠણ – ભારેક થાય છે. જ્યાં માંસ ખવાય છે ત્યાં દયા નથી, અને દયા વિના ધર્મ નથી, ધર્મ વિના જીવ મોક્ષ પામતો નથી, કર્મીને સાચું સુખ નથી.
જગતમાં ધર્મના બે ભેદ કહ્યા છે. એક ગૃહસ્થધર્મ ને બીજો સાધુધર્મ. સાધુ કોઈને હણતો નથી ને સર્વ જીવોની રક્ષા કરે છે.”
કાસમખાન ખુશ થયો. “તમે સાચો ધર્મ કહ્યો. તમારા સિવાય કોણ આ કરે ? તેથી જ અકબર સાચો છે.” ખાન કહે “તમે કાંઈ માગો. હરિગુરુએ બંદીવાનોને મુક્ત કરવાનું માગ્યું. તેમજ બકરાં, મહિષ, પંખી, માણસો અને ઘણા ચોરોને મુક્ત કરવામાં આવ્યા.
ખાન કહે “હું તમારી પાસે માગું છું. તમારા બે શિષ્યોને તમે ગચ્છમાં પાછા