________________
શ્રી હીરવિજયસુરિરાસ
૨૨૩
સબલા પંડિત પંઠિ લીઆ, વિજયસેન લાહોરી આવી;
ભાણચંદ જઈ લાગા પાય, જઈ જણાવ્યું અકબર શાહ.૧૯૫૭ અરજ કરી સામીઆ તણી, હરખી બોલ્યો પૃથવીધણી; :
ગજ રથ અશ્વ હમારા લેહ, સામહીઉં તે સબલ કરેહ.૧૯૫૮ અનેક વાજીત્ર લેઈ કરી, શ્રાવકાદિ સામ્હા સંચરી;
પ્રવર પટોલાં તિહાં પાથરે, તેહ ઉપરિ ગુરુ પાય ધરે. ૧૯૫૯ નગરમાંહિ પધારે જસિ, ગૌભેરી ગજ મલીઓ તસિં;
વૃષભ તુરંગમ રથ જોતર્યા, શબ્દ પંખીયે સુંદર કર્યા. ૧૯૬૦ ઉપાશરે આવી ઊતરે, શ્રાવક જન બહુ મોહોચ્છવ કરે;
શુભમુહુરત દિન સખરોલી, શાહ અકબરર્નિ મીલીઆ સહી. ૧૯૬૧
ગુરુનાં દર્શન કરીને દિલ્હીપતિને મનમાં ઘણો હરખ થયો. બે હાથ જોડી વંદન કયાં? પછી તેમને વિચાર પૂછે છે :
“હે જગદ્ગુરુના સપૂત ! અમારે હવે શું કરવું તે કહો. તમે હીરગુરુનું નામ રાખ્યું. તમે પગપાળા છેક અહીં સુધી આવ્યા. અમારી ખાતર બહુ દુઃખ ભોગવ્યું. જગદ્ગુરુ કુશળ છે ને ? અમારી પાસે એમણે કાંઈ માગ્યું છે ? અમને ક્યારેક યાદ કરે છે ? અમે તો આવા સદ્ગરને દિલમાં જ ધારણ કરીએ છીએ.
પહેલાં કહો કે તમારું નામ શું ? તમારાં માતાપિતા કોણ અને કયું ગામ ? તમે દીક્ષા કેમ લીધી ? ત્યાગી કેમ થયા ? યોદ્ધા બનવાને બદલે વૈરાગી કેમ બન્યા ? તમે શું ભણ્યા છો ? તમારે કેટલા શિષ્યો છે ? તેમાં કેટલા પંડિત છે ?”
વિજયસેન ઉત્તર આપે છે?
હે હુમાયુપુત્ર, તમે તો તમારા પિતાના ઘરને રોશન કર્યું છે. અને વાહન અને વહેલ સર્વ છોડ્યું છે. એટલે ચાલવામાં અમારા શરીરને કાંઈ દુઃખ નથી. અમારા જગદ્ગુરુ હીરસૂરિ કુશળ છે. તેઓ તમારું નામ ભૂલતા નથી. તમે પણ એમને યાદ કરો છો એ તમારી બડાઈ છે. હીરે જે માગ્યું તે બધું તમે આપ્યું છે. તમે માણસો, પશુપંખીઓને સુખી કયાં છે. પક્ષીઓમાં જેમ હંસ તેમ હીરગુરુ વડા છે. અને હું તેમનો શિષ્ય તેમનો તો અંશ માત્ર છું. મેં ગુરુનાં દર્શન કર્યા છે. આમ રહેવું સારું છે. એમ માનીને યોગ લીધો. મારો ઓશ વંશ છે. નાડુલાઈ મારું ગામ છે. માતાનું નામ કોડાઈ અને પિતાનું નામ કમો છે. તે બંનેએ સંયમ લીધો એટલે મેં પણ અસ્થિર સંસાર જ્યો. હું હરિગુરુનો શિષ્ય છું. બીજા પણ તેમના ઘણા શિષ્યો છે. નંદવિજય પંડિત છે. આઠ અવધાન તેઓ સાધી જાણે છે.” આ સાંભળી અકબરે તેમની પ્રશંસા કરી. પછી પંડિતને પાસે બેસાડી આઠ અવધાન ઉલ્લાસભેર કરાવ્યાં. કોઈ શ્લોક બોલે કે ગણિતનો આંકડો ધારે કે અવળું લખે કે મુખે અક્ષર-પદ ઉચ્ચારે કે કોઈ કથા કહે તો એ બધું જ યાદ રાખી યથાવત્ કહી દે. આ પ્રકારે એમણે આઠ અવધાન સિદ્ધ પા. ૧૯૫૯.૨ પ્રવર = ઉત્તમ, કીમતી