________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૨૫
શલોક સણી કહિ પાછો ફેરી. ગરિત રાખે નર તાલી કેરી. ૧૯૮૪ શબ્દ ધારે વળી વાટકી કેરા, વર્ણવ કરિ નર કહિત અનેરા. ૧૯૮૫ એણી પરિ સાધે અણવિધાન, હરખ્યો દેખી દિલ્લી સુલતાન ૧૯૮૬ લખી) લીપી કાઢી વળી જ્યારે, ઘણું જ ખુશી થયો અકબર ત્યારે. ૧૯૮૭ ખુસફીસ નામ દીધું તબ રંજી, હીરકે ચેલે સબહી અગેઇ. ૧૯૮૮
હુમાયુપુત્ર આનંદ પામ્યો. જેસિંગ વિજયસેન)ને ખૂબ માન આપ્યું. તે વખતે ઘણા વાદીઓ ત્યાં આવ્યા. શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ, પંડિત વગેરે જાતજાતના વાદ કરવા એકઠા મળ્યા. તેઓ કહે છે, જેનો વેદ, સ્નાન, ગંગા તથા સૂર્યને માનતા નથી. પોતાનો અનાદિ ધર્મ જ સાચો છે.”
ત્યારે અકબરશાહ બોલ્યો, “આ બ્રાહ્મણો શું કહે છે ?”
ત્યારે હીરસૂરિના પાટધરે (વિજયસેને) કહ્યું, હે બાદશાહ, હું કહું તે સાંભળો. વેદમાં મહેર (દયા) કરવાનું કહ્યું છે પણ તેઓ બકરાને મારે છે. વળી અશ્વમેધ આદિ યજ્ઞ કરી નરને હણે તો પછી એમની દયા ક્યાં રહી ?” બાદશાહ બ્રાહ્મણોને) તેડાવી પૂછે છે “તમે યજ્ઞકાર્યમાં જીવોને હણો છો ?” એમની ‘હા’ સાંભળીને પાદશાહ ખિજાઈને બોલ્યો, “તમે હંમેશાં જુઠ્ઠા છો.” “સ્નાન કામનું અંગ છે અને કામથી દુર્ગતિ થાય છે. એમના પણ ઘણા તાપસો છે જે ધૂળવાળા હોવા છતાં સ્નાન કરતા નથી. ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા વખતે ગંગાનું જળ લાવવામાં આવે જ છે. એ લોકો તો એમાં અસ્થિ નાખે છે અને પછી એ જળથી શરીર ધૂએ છે.” અકબર કહે છે , “યોગીને વળી સ્નાન કેવું ! મડદાં અને વાળ (ગંગામાં) નાખીને તો ગંગાને ઊલટી ખરાબ કરી.”
સૂરિ કહે છે, “સૂર્યનાં દર્શન કર્યા વિના અને અન્ન ખાતા નથી. અને સૂર્યાસ્ત થતાં અમારે અત્રની આખડી હોય છે. આમ અમે તો સૂર્યને રત્ન માનીએ છીએ.”
જૈન ધર્મ અનાદિ છે એની એ નિશાની છે કે બ્રહ્માના વાસ્તુશાસ્ત્રમાં જૈન મંદિર બંધાવવાની વિધિ છે. પરમાત્માને અમે નિરાકાર માનીએ છીએ અને સાકાર પણ ક્રોધ, માન, માયા અને સ્ત્રીસંગ કરતા નથી. (અર્થાત જૈનો સાચા બ્રહ્મચારી છે.)
જે ચક્ર, ગદ્ય, ફરસી (આદિ શસ્ત્રો ધારણ કરે છે, સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે, જે દહીં ચોરે છે, વાંસળી વગાડે છે, ગોમાંસ ભક્ષણ પણ કરે એના ગળામાં દ્રમાળ છે. સ્ત્રી આગળ જે નૃત્ય કરતા હોય તો સમજવું કે એમનું જ્ઞાન ગયું અને અજ્ઞાની થયા,
શૈવ, સંન્યાસી, બ્રાહ્મણો, ભટ્ટ અને પંડિતો સ્ત્રી અને ધનથી વેગળા નથી એ જ એમની મોટી ઊણપ છે. તેઓ સૂર્ય ઊગ્યા પહેલાં અને અસ્ત થયા પછી પણ અત્ર ખાય છે. બ્રાહ્મણો જ્યારે ઘોડો ખેલાવતા હોય ત્યારે જાણે પોતે છત્રપતિ રાજા હોય તેવું માને. લોઢાની શિલાને વળગતાં તો નિશ્ચિત રીતે બૂડી જ જવાય. જેમને હાથે તુંબડાં આવ્યાં તે જ પાણીમાં તરી ગયા. (એમ) શૈવના દેવગુરુ જુદ્ધ છે અને જૈનધર્મ જુદો છે. શુદ્ધ દેવગુરુ, દયા વિના ભવપાર કેમ જ પમાય ?”