________________
૨૦૬
" શ્રાવક કવિ ઋષભદાસકૃત
ખુદાની બંદગી જ કરીએ છીએ. જ્યારે એનો યોગ્ય સમય આવશે ત્યારે હું પણ ઈશ્વરને પ્રાપ્ત કરીશ.” વાત સાંભળીને મીર બોલ્યો, “હે હીરગુરુ, ખોટું લગાડતા નહીં પણ એક વાત પૂછું કે, તેના ઉપરથી તો એમ સાબિત થાય છે કે હિંદુઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકવાના નથી. એની એક વાત એવી છે કે એક વખત હિંદુ-મુસલમાનને ઝઘડો થયો. હિંદુ કહે કે ઈશ્વર અમારી નજીક છે, મુસલમાન કહે કે તે અમારી નજીક છે. ત્યારે એમ નક્કી થયું કે બંને પક્ષના એક એક માણસને ખુદા પાસે મોકલવામાં આવે. તેમાંથી જે ત્યાં જઈ આવે તે ખુદાની નજીક છે તેમ સમજવું. આવું નક્કી કરીને, હિંદુઓમાંથી એક ભણેલાગણેલા વિદ્વાનને ખુદાની પાસે મોકલ્યો. તે હિંદુએ એનો દેહ અહીં મૂક્યો અને જીવ લઈને ખુદાને ઘેર જવા નીકળ્યો. રસ્તે જંગલ આવ્યું એટલે તે આગળ જઈ શક્યો નહીં ને તે અધવચ્ચેથી પાછો વળ્યો. બધાએ પૂછ્યું. “તેં ખુદાને જોયા ? તે કેવો છે ?” તેણે કહ્યું “બહુ સુંદર.' પછી તેની નિશાની માગી તો તે આપી શક્યો નહીં અને ફજેત થયો.
પછી જે મુસલમાન હતો તે પણ ખુદાને મળવા શરીર અહીં મૂકી જીવ લઈને ગયો. એણે રસ્તામાં દાડમ, દ્રાક્ષ, બદામ, અખરોટ, આસોપાલવ, ચંપો, આંબો, જાંબુનાં ઝાડ, સોનાનાં ઘર, મીઠાં જળ, ઝીણાં વસ્ત્ર, લવિંગ-એલચીનાં ઝાડ, સોનારૂપાનાં ઝાડ જોયાં. વળી આગળ સોનારૂપાના ઢગ જોયા. તખ્ત ઉપર ખુદા બેઠા હતા ને ફરતી ફિરતાઓની ફોજ હતી. ખુદાને પાયે લાગ્યો ત્યારે તેની ખરી નિવાજત (સ્વાગત – સન્માન થઈ. તે ખુદાને નમસ્કાર કરીને પાછો ફર્યો ત્યારે મરચાની એક લુંબ બગલમાં મારતો આવ્યો. અહીં જે આવ્યા હોય તે સ્વર્ગમાં જાય ત્યારે તે લુંબ બધાને બતલાવે.
મુસલમાનની આવી વાત છે. એટલે હિંદુઓ કદી પણ ખુદાને મેળવી શકે નહીં. આવી વાત કિતાબમાં કહી છે. તો તમારા ભાઈ સાચા કે જૂઠા એ કહો.
આજમખાનની વાત સાંભળી રહેલા હીર નીચું જોઈને હસે છે. ખાન પૂછે છે, “આપ કેમ હસો છો ? આપ મોટા સાહિબ સાધુ છો ને હું તો માત્ર સેવક છું. હવે ફરી કાંઈ બોલીશ નહીં. મારી સાહેબી તો બધી આદરમાં રાખી હતી.”હીર કહે, “ખુદા તો અશરીરી છે. એમને લોચન, મુખ, કાન નથી. તે અવર્ણી, અરૂપી છે. એ તો કેવળ જ્ઞાન-તેજપુંજમય છે. તો પેલા માણસનો દેહ તો અહીં હતો તો એણે નમસ્કાર કેવી રીતે કર્યા ? બગલ જ નહોતી તો મરચાની લુંબ કેવી રીતે લાવ્યો ?' આ ખોટી વાત પામી જઈને ખાન હસ્યો. ફરી કાંઈ જવાબ આપ્યો નહીં. હીરસૂરિને ખૂબ વખાણ્યા અને પોતે ઘણો ખુશ થયો.
અમારા બાદશાહ નાદાન નથી. એ તો સાચા પીર છે. એમના દ્વારા જે ગુણ સાંભળ્યા હતા તેની આજે ખાતરી થઈ.” આમ કહી તેણે હીરસૂરિને ખૂબ નવાજ્યા. કહે, ‘અમારી પાસે કાંઈક માંગો.” હીર કહે, “અમારે કશાની જરૂર નથી. બસ મહેર અને ખેર કરો' ખાન કહે, “કાંઈક તો માગો.” ત્યારે હીરજીએ કહ્યું “જગડુશાહ અમારો શ્રાવક ભક્ત છે. જો તમારું મન માને તો તેને મુક્ત કરો.)' ખાને તે વાણિયાને