________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૧૧
હીરસૂરિ રાધનપુર આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. શત્રુંજયનું ફરમાન આવ્યું. એનું માન ભાનુચંદ્ર ઉપાધ્યાયને મળ્યું.
સિદ્ધપુર નગરમાં રામો શાહ નામનો પુણ્યનો અભ્યાસી વસતો હતો. તેને માટે નામે પત્ની (ભાણજીની માતા) હતી. તેણે સ્વપ્નમાં સુંદર હાથી જોયો. પૂરે માસે એણે પુત્રને જન્મ આપ્યો. એનું નામ ભાણજી રાખ્યું. ભાનુ - સૂર્યની પેઠે તે પ્રકાશમાન છે ને શુક્લ પક્ષના દિનેદિને) વધતા જતા ચંદ્ર જેવો છે. જ્યારે તે સાત વર્ષનો થયો ત્યારે નિશાળે ભણવા ગયો. જ્યારે તે દસ વર્ષનો થયો ત્યારે ભણીને પંડિત થયો. રંગો શાહ નામે એમનો મોટો ભાઈ છે. બંને ભાઈઓ સૂરચંદ પંન્યાસને મળ્યા. તેમનો સુંદર ઉપદેશ સાંભળી બંને ભાઈઓએ દીક્ષા લીધી. જ્યારે તેઓએ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને પંન્યાસ પદવી મળી. દિનેદિને એમના શિષ્યોનો પરિવાર વિસ્તરવા લાગ્યો. હરિગુરુએ એમને પાદશાહ પાસે મોકલ્યા. જ્યારે તેઓ અકબરને મળ્યા ત્યારે પાદશાહ ઘણા ખુશ થયા. અને શેખને પણ જ્યારે સેવક બનાવ્યો ત્યારે ભાણચંદ્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જહાંગીરશાહ અને દાનીઆર બન્ને જૈન શાસ્ત્રો ભણે છે. અકબરશાહ ગાજીને કહેતા કે ભાણચંદ્ર ઉત્તમ સાધુ છે. એક દિવસ અકબરને શિરોવેદના થઈ. વૈદ્ય ઘણા ઉપાય કર્યા પણ દુખાવો મટ્યો નહીં ત્યારે સવારે ભાનુચંદ્રને તેડાવ્યા. એમને જોઈ બાદશાહને આનંદ થયો. બાદશાહે એમનો હાથ લઈ માથે મૂક્યો એટલે એમની વેદના ઓછી થઈ. તેઓ પાકુમારનો જાપ જપે છે. અને જેમ પુણ્યથી પાપ નાશે તેમ સઘળી વેદના દૂર થઈ. અકબરશાહ ખુશ થયો : “જન ધર્મ સાચો છે. પછી તે મહેલના ઝરૂખામાં આવ્યા. ત્યાં ઉમરાવે પાંચસો ગાયો આણી. અકબરે પૂછ્યું, ‘આ કેમ આણી છે ?' ત્યારે ઉમરાવે કહ્યું કે “તમારું મસ્તક સ્વસ્થ થઈ ગયું એથી અમારા દિલને ઘણો આનંદ થયો. આ ગાયોને મારીને મિજબાની થશે.” ત્યારે અકબરશાહ ગુસ્સે થયો. ભાનુચંદ્રને બોલાવ્યા અને આ ગાયો તેમને બક્ષિશ કરી. વળી કહ્યું, “ગુરુજી, તમે અન્ય કોઈ માંગો. હું તમને ઘણી જ અનન્ય ચીજો આપીશ.” ભાનુચંદ્રે કહ્યું, “ભેંસ, પાડા, બળદ ને ગાય – એ સૌની તમે રક્ષા કરો.” દિલ્હીપતિએ આ બધાનું દાન આપી એનાં ફરમાન લખાવ્યાં. પછી તે ગુજરાતમાં આવ્યા ત્યારે સહુ હીરસૂરિના ગુણ ગાય છે.
એક વખત સત્યવાદી ભટ્ટ ખૂબ અભિમાન કરતો હતો. ભાનુચંદ્રની સાથે એને વાદ થાય છે ત્યારે ભાનુચંદ્રની જીત થાય છે. જ્યારે પાદશાહ કાશ્મીર ગયા ત્યારે ભાનુચંદ્રજી પણ સાથે ગયા. પાદશાહ સાધુને કહે છે કે નજીકનો ખુદા કોણ છે ? ત્યારે તરત જ ભાણચંદ બોલ્યા, “નજીકનો જાગતો દેવ સૂર્ય છે. તે જગત ઉપર ઘણો ઉપકાર કરે છે. તેના નામે અપાર ઋદ્ધિ થાય છે. બાદશાહના કહેવાથી તેઓ સૂર્યનાં હજાર નામ સંભળાવે છે [એટલા જ માટે તો ભાનુચન્દ્રજીએ પોતે બનાવેલી “કાદમ્બરી ટીકા', ભક્તામર સ્તોત્રટીકા', “વિવેકવિલાસ ટીકા' વગેરે ગ્રંથોમાં પોતાને સૂર્યસહસ્ત્રનામાથ્થાપ:' આવું વિશેષણ આપ્યું છે.] આદિત્ય, અરિમર્દન, સહસ્ત્રકિરણ, અંબરભૂષણ, શુભવર્ણ, એકચક્ર, સપ્તકુરંગ, રવિરાજ, અચલ, અનંગ, હંસભાસ્કર, શનિશ્વરતાત, દિવાકર, સુરદિનમણિ, ભાનુ, વિશ્વેશ્વર, કમલાકર, સવિતા, જગજીવન,