________________
૧૫૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સાતમી પેઢીએ હમ હુએ પાતશા, અવલ ચરવાદાર તૈમુરશાહી; કૌન ફિરી કરે અવલ જે હમ તણી, કોહો તો કીજીએ પાતશાહી. બો. અવલ જે બાત હોઈ તે સવિ કીજીએ, છોડીયેં બાત બુરી જેહ જૂની; ઉંબરે ખાન વજીર સબ હા કહૈ, મુલ્લાં કેતે રહે સોય મૂનિ.
૧૩૧૯
૧૩૨૦
આવી બધી વાત હું જરૂર કરું છું તો ખરો, પણ તેઓ કાંઈ ખાધા વગર રહે એવા થોડા છે ? મને પણ તેઓ ઘણું સમજાવે છે, પણ એવો ધર્મ કદી થતો નથી. આવી વસ્તુ અમે ખાઈએ છીએ. પણ તમે શું ખાવ છો ? એનું મારે શું ? તોપણ એ મોગલો આ બધું છોડે નહીં. આ મોટું દુષ્ટ કર્મ છે અને તે યોગ્ય નથી. છતાં અમુક દિવસોમાં તેઓ ધાર્મિક બને (ને ન ખાય) તે તમારા દર્શનનો મહિમા છે. પહેલાં હું પણ ખૂબ પાપી હતો. અને આગળનો ભવ એમ જ ખોયો. ચિત્તોડગઢ મેં લીધો તે વખતનાં મહાપાપ કહ્યાં જાય એવાં નથી. સ્ત્રી, પુરુષ, અરે શ્વાનને પણ હણ્યાં. ઘોડા, ઊંટને હણ્યાં એ તો ગણ્યાં જાય એમ નથી. આવા ઘણા ગઢ મેં લીધા અને ઘણાં પાપ કર્યાં. મેં ઘણા શિકાર પણ કર્યાં એ તો રસ્તામાં જોઈને જ કહી શકો. તમે કયે ઘાટેથી આવ્યા ?”
“અમે મેડતાને રસ્તે આવ્યા.”
“તો તમે અમારા બનાવેલા ૧૧૪ હજીરા જોયા હશે જ. એકેક હજીરા પર હરણનાં પાંચસો પાંચસો શિંગડાં લગાવ્યાં છે. પાપ કરતાં ખચકાટ અનુભવ્યો નથી. શિકાર ખેલીને ઘણાં કર્મો કર્યાં છે. છત્રીસ હજાર મૃગચર્મોનું ઘર દીઠ એક એક લેખે ઉપરાંત બબ્બે શિંગડાં અને સોનૈયાનું લહાણું કર્યું છે. રોજ પાંચસો ચકલાંની જીભ ખાતો હતો. હું આવો મહાપાપી હતો. પણ તમારાં દર્શને એ પાપ મેં છોડ્યાં. તમે મને ઉત્તમ માર્ગ બતાવ્યી. વર્ષમાં છ મહિના માંસ ખાવાનું મેં છોડ્યું છે. મુલ્લાં અને ઉમરાવો કહે છે કે આપણો માર્ગ શા માટે છોડો છો ? વળી બ્રાહ્મણો અને પંડિતો કહે છે કે હાથીથી હણાવા છતાં પોસાળ કે મંદિરે જવું નહીં. પણ એ બધા જૂઠા છે, એકમાત્ર તમે સાચા છો. તમે હીરા છો, બાકીના બધા કાચ છે. સૂફી, સંન્યાસી, દરવેશ અને ઇન્દ્રજાલી વેશધારી ઘણા જોયા. તેઓ હિંસક, કપટી ને ધન રાખનારા છે. પાપકર્મ કરી માંસ ખાનારા છે. ભાંગ પીને નશો કરનારા જે છે એ બધા ખોટાઓને
મેં દૂર કર્યાં. તમે શ્રેષ્ઠ ફકીર છો. તમારામાં કોઈ કપટ નથી. પૂર્ણિમાના ચંદ્રની જેમ તમે સર્વગુણવાળા છો. દેવી મિશ્ર નામનો બ્રાહ્મણ પંડિત ત્યાં હતો તેને બાદશાહે પૂછ્યું કે “હીરવિજયસૂરિ કેવા સાધુ છે ?” દેવી મિત્રે કહ્યું કે તેઓ તો મોટા પંડિત છે. બાદશાહે તેને પામરી આપી. પછી એક આડંબરી દિગંબર આવ્યો. તે કહે “હું ખૂબ ભણ્યો છું. હાડચામને હું અડકતો નથી. હીંગ, તેલ અને કૂડાનું ઘી હું લગીરે ખાતો નથી.” પછી બાદશાહે પૂછ્યું કે પાસે પૈસા રાખો છો ? ત્યારે તે બોલી શક્યો નહીં. તે વખતે ત્યાં મીઠો ખાન ગપ્પી બેઠો હતો. દિલ્હીપતિએ તેને સંકેત કર્યો. તેણે પેલા દિગંબરને બીવડાવ્યો અને કહ્યું કે બાદશાહ તને હમણાં મારશે. છૂટવાનો એક
પા. ૧૩૨૦.૨ કંઇ રહિ મિલી