________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
કર્યો. આપનું નામ લઈને એણે જ્યાં સાપ કરડ્યો હતો તે ચામડીનું ઝેર ચૂસી લીધું. જેમ તડકે ટાઢ જાય તેમ તે ઝેર ઊતરી ગયું. મારો દેહ નવપલ્લવ સજીવન થયો. પછી મેં વિચાર્યું કે હીરગુરુને નામે ઝેર ઊતર્યું તો એમના દર્શનથી નક્કી મારું દારિત્ર્ય દૂર થશે. આવું વિચારીને હું અહીં આવ્યો છું.” ત્યાં બેઠેલાં સંઘવણ સાંગદેએ હીરને પૂછ્યું કે શું આ તમારો ગોર છે ? ત્યારે હીરે કહ્યું કે “આ મારા સંસારી ગુરુ છે. તેમણે જ મને અક્ષરજ્ઞાન આપ્યું છે.” હીરનું વચન બ્રહ્માથી પણ વડું છે. સાંગદેબાઈએ વાંકડો (ઘરેણું) કાઢીને આપી દીધો. વળી બારસો રૂપિયા આપ્યા. એમનું દારિદ્રય દૂર થયું. વિક્રમ, ભોજ, કર્ણ અને મહાવીરની જેમ હીરગુરુ પણ ઉદાર છે. કુબેર જેવો બની પેલો અધ્યારુ ઘેર જાય છે ને પત્ની આગળ ગુરુના ગુણ ગાય છે. અધ્યારુ ખૂબ સુખી થયો અને હીરનું નામ જપવા લાગ્યો. સૌ કોઈ હીરના પાય પ્રણમે છે. શ્રાવકો એમને ઘેર લઈ જાય છે. વખાણ કરીને ઘેર રાખે છે. અને પુરુષો ધન ખર્ચે છે. હીરગુરુ સંઘવીને ઘેર રહ્યા. ત્યાં સઘળા મહોત્સવ થયા. હબીબલો ગુરુ પાસે આવી કહે છે, “મને કાંઈ કામ ફરમાવો.” હીરગુરુ શ્રીમલ શાહને ઘેર આવ્યા. ત્યાં બહુ પ્રકારે ધન ખરચ્યું. સાધુઓની આશા પૂરી કરી. જયવિજય, ધનવિજય, રામવિજય, ભાણવિજય, કીર્તિવિજય, લબ્ધિવિજય સહુને પંન્યાસપદ અર્પણ થયાં. અહીં એટલો બધો લાભ થયો કે લખ્યો જાય, કહ્યો જાય એમ નથી. સં.૧૬૪૭માં ત્યાં ચાતુર્માસ રહી પછી હીરવિજય વિહાર કરી અમદાવાદ આવ્યા. લોકો હર્ષભેર સામા ગયા. નગરના જનો હરખ પામ્યા. અને યથાયોગ્ય ધન ખરચ્યું. ત્યાં ઘણા ગાંધર્વો આવ્યા. તેઓ છ રાગ ને છત્રીસ રાગિણીઓ દ્વાર રાસ ગાઈ હીરના ગુણ ઉત્સાહથી ગાય છે.
૧૯૮
-
(ચોપાઈ)
દંત કેશ નખ મૂરિખ નરા, થિર બેઠાં એ શોભે ખરા; દુધ વૈદ ને પંડિત કહ્યો, ભૂંકિ ઠામ મુલ્યે ગુણ ગયો. હબીબલો હરખ્યો તેણી વાર, માગો છુ કરો ઉપગાર; હીર કહે તુમ કીજે મહિર, છોડીયે બંધી દીજે ખૈઈર. હીર વચન તે માને સહી, અમારી-પડહ વજડાવ્યો તહિં;
ઘણા ચોર મૂક્યા મારતા, પાપ કરું ક્યમ ગુરુજી છતા. ઇમ ગુરુનો મહિમા વિસ્તરૈ, શ્રાવક બહુ લખ્યમી વ્યય કરે; એક કોડિ ટૂંકા ખરચાય, સોવન નાણાં પગે મુંકાય. મોતી સાથીઆ ઠારોઠારિ, રૂપા નાણાં મૂકે નારી;
ગુણ બૃહસ્પતિ બોલી ન સકે, હીરકીતિ કરતાં સુર થકે. હીરાં ઠકરાણી શ્રાવિકા, પુંઠો વહિરાવે ઘર થકાં;
કરિ કથી પાના ડાબડા, હીર હાથે દેતાં ગુણ વડા. પહિરે માલ રંગાઈ સાર, ખરચી મહિમુંદી સહ બાર; અધ્યારુ આવ્યો ખંભાતિ, આશરવાદ દીધો પરભાતિ.
૧૭૨૬
૧૭૨૭
૧૭૨૮
૧૭૨૯
૧૭૩૦
૧૭૩૧
૧૭૩૨