________________
શ્રી હીરવિજયસૂરિરાસ
ઉત્તમ ફકીર લાગે છે. આમના ગુણ જોઈને જ અકબરશાહ એમને માને છે. આ મોટા હિંદુ પીર છે. હબીબલો પ્રશ્ન કરે છે ‘(મુખ ઉપર) કપડું કેમ બાંધવામાં આવે છે ?' પુસ્તક ઉપર થૂંક ન પડે તે માટે આ બાંધ્યું છે.’ ત્યારે હબીબલો ફરી પ્રશ્ન કરે છે કે થૂંક અપવિત્ર કે પવિત્ર ? હીર કહે છે કે “મુખમાં હોય ત્યાં સુધી પવિત્ર પણ નીકળ્યા પછી અપવિત્ર.”
૧૯૭
(ઢાળ ૭૪)
જગતગુરુ રે લેઈ સબ સાધ, ત્રંબાવતીર્મિ આઓ;
બહુ આડંબરે તેડી આવ્યો, માનવનો નહિ પારો રે; હબીબલો તસલીમ કરતો, કરતો મીનતિ અપારો રે. જગત ૧૭૨૦ મેં તો બુરાઈ કીની તુમસું, તુમહી ભલે જણ હોઈ; માફ કરો તુમ સબહી હમકું, ગુના કીઆ જે કોઈ રે. જ. હીર કહે કે ગામ તુહ્મારા, તેડા તબહી આયા રે;
અધવચ્ચ અન્ન મુકી નિકલીઆ, જ્યારેિં તુમહી વોલાયા રે. જ. હબીબલો હરખ્યો મનમાંહિ, દીસે અવલ ફકીરો રે;
૧૭૨૧
૧૭૨૨
ગુણ દેખી અકબરશા માને, મોટો હીંદુ પીરો રે. જ. ૧૭૨૩ હબીબલો એક પ્રશ્ન પૂછતો, કાપડા ક્યું બંધેઇ રે ?
૧૭૨૪
ફુંક કિતેબ ઉપરિ જઈ લાગે, તેણિ બાંધ્યા હે એહી રે. જ. હબીબલો ત્યહાં ફરી ઇમ પૂછે, થૂંક નાપાક હૈ પાકી રે ? હીર કહે મુખમાં તવ પાકી, નીક્ળ્યા તામ નાપાકી રે. જ.
૧૭૨૫
“દાંત, વાળ, નખ અને મૂરખ એ પોતાના સ્થાનકે જ શોભે. વળી દૂધ, વૈદ્ય, પંડિત અને થૂંક એ પોતાના સ્થાનથી નીકળ્યા પછી શોભતા નથી.” હબીબલો ત્યારે પ્રસન્ન થયો. કહે, “કાંઈક માગીને ઉપકાર કરો.” હીર કહે, “તમે મહેર કરો. કેદીઓને છોડીને ખેર કરો.” હીરનું વચન માનીને સુલતાને અમારિ-પડો વગડાવ્યો. અને ઘણા ચોરોને મારતા અટકાવ્યા. ‘ગુરુજી છતે પાપ કેમ કરું ?' આમ ગુરુનો મહિમા વિસ્તર્યો. શ્રાવકો ઘણું ધન વાપરે છે. એક કરોડ ટંકા ખરચાય છે ને સુવર્ણનાણું પગમાં મુકાય છે. ઠેરઠેર મોતીના સાથિયા પુરાય છે ને સ્ત્રીઓ તે ૫૨ રૂપાનાણું મૂકે છે. હીરગુરુના ગુણ બૃહસ્પતિ પણ ગાઈ શકતા નથી ને દેવો એમની કીર્તિ કરતાં થાકી જાય છે. એક હીરાં ઠકરાણી નામની શ્રાવિકા હીરને પૂંઠો વહોરાવે છે. રંગીન માળ પહેરીને, બારસો મહંમુદી ખર્ચીને અધ્યારુ ખંભાત આવી હીરગુરુને આશીર્વાદ આપે છે. હીર કહે છે, “હું તો સાધુ છું. મારી પાસે વાલ કે તિ કાંઈ જ નથી.” અધ્યારુ કહે છે, “મારું અહીં આવવાનું કારણ જણાવું. હું તો અહીં નહોતો આવતો, પણ બન્યું એવું કે મને બ્રાહ્મણને સાપ કરડ્યો. કેમે કર્યો તે ઊતરે નહીં. તેટલામાં એક ગૃહસ્થે ઉપચાર
પા. ૧૭૨૨.૧ તેડ્યા તિં વારે આવ્યા રે.