________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૦૩
જેમ ભદુઆનું નામ (કીતિ) થયું તેમ અન્ય પુરુષસિંહો પણ ગર્જીને ઊઠ્યા. વસ્ત્ર, પામરી, પાઘડીનો ઢગલો કર્યો. એમણે ટીપ લખી. એમાં બારસો રૂપિયા એકઠા થયા. યાચકને કુબેર જેવા કરી મૂક્યા કે એમને એમની પત્ની પણ ઘરમાં ઓળખી શકી નહીં. યાચક સમ ખાઈને કહે છે કે “અરે ભોળી, હું તારો પતિ જ છું. હીરજીના નામે દાન પામીને અમારા દેહનો વાન બદલાઈ ગયો છે.” પત્ની હરખીને આશિષ આપે છે કે “હીરજી કરોડ વર્ષ જીવજો. મારો પતિ જે જાડાં વસ્ત્રો પહેરતો હતો તેણે સોળે શણગાર સજ્યા.” સહુ હીરના ગુણ ગાય છે. અમદાવાદમાં ઉત્સવ થાય છે. અનુક્રમે આજમખાન હીરને બહુ માન આપે છે. સં. ૧૬૪૮માં જ્યારે આજમખાન સોરઠ જવા તૈયાર થયો ત્યારે ધનવિજય તેમને મળ્યો ને કહ્યું કે હીરવિજયે તમને દુઆ મોકલી છે. આજમખાને પૂછ્યું કે “તેમણે મને કાંઈ કામ કહ્યું છે ?” ત્યારે ધનવિજયે કહ્યું, “તેમણે શત્રુંજય ને ગિરનાર માગ્યા છે.” ત્યારે આજમખાન ખુશ થયો કે હવે અમારી ફત્તેહ થશે. તેણે કહ્યું કે “પાછા આવીને તમારું કામ કરીશું” આમ કહી તે સોરઠ ગયો. સતો જાય તેની સામે થયો. અઢાર હજાર કાબા ત્યાં ભેગા થયા. હાલા-ઝાલા કાઠીઓ પણ આવ્યા અને લડતાં તે પાછા હઠતા નથી. આજમખાન મનમાં ધીરજ રાખીને હાથીની ફોજને આગળ કરે છે. તેના ઉપરથી નાળો છોડે છે ત્યારે રાજની ઘોડી ભડકે છે. ત્યારે સહુ ઘોડા અળગા કરીને, મુખેથી રામરામ ઉચ્ચારીને પગપાળા ધસ્યા. આમ એ સૈન્યમાં ભંગાણ પડ્યું. આજમખાનના સૈનિકો તે પર તૂટી પડ્યા. જસો વજીર રણમાં મરાયો. દુમન-સૈન્યનું મોટું વાદળ જોઈને સતો જામ ભાગ્યો. જ્યારે એ દળ ઓસરી (ભાગી) ગયું ત્યારે આજમખાનનું સૈન્ય જીત્યું. નવાનગર જીતીને તે જૂનાગઢ આવ્યો. જે વિના સોરઠદેશ જિતાત નહીં. એ જૂનાગઢ જીતીને આજમખાન પાછો ફરી અમદાવાદ આવ્યો. હીરસૂરિને વેગે મહેલમાં તેડ્યા. સંધ્યાકાળ થઈ ગયો એટલે સાધુ વિના શ્રાવકો ત્યાં ગયા. શું પૂછશે એમ પુરુષો ચિંતા કરવા લાગ્યા. એ વખતે આજમખાન ત્યાં આવ્યો. એણે કહ્યું કે ત્રણ મુનિઓ સાથે હીરજીને બોલાવો. હીરવિજય, સોમવિજય, ધનવિજય અને ચોથા ભાણવિજય મનોબળ સહિત મલપતા અને દિવ્યજ્ઞાને દીપતા સિંહની જેમ આજમખાનને મળવા જાય છે.
| (ચોપાઈ) હવું નામ ભદુઆનું જસિ, ગાંજી સહ ઊઠ્યા નર તસિ;
વસ્ત્ર પામરી પાઘડી સાર, કીધો વસ્ત્ર તણો અંબાર ૧૭૭૮ લખી ટીપ માંડી નર સાર, મલીઆ તિહાં રૂપક મેં બાર;
ધનદ સમા કીધા નર ત્યાંહિ, નારી ન ઓલખે નિજ ઘરમાંહિ ૧૭૭૯ સમ કરતા યાચક તેણીવાર, ભોલી હું તારો ભરતાર !
હીરજી નામિ પામ્યા દાન, તેણે વળીઆ અમ દેહના વાન. ૧૭૮૦
પા. ૧૭૭૮.૧ હતું દાન ટિ. ૧૭૭૮.૨ અંબાર = ઢગલો, ભંડાર ૧૭૭૯-૨ ધનદ = કુબેર