________________
૧૭૮
શ્રાવક કવિ ઋષભદાસકૃત
અઢાર બોલ સુશ્યા જેટલેં, ખુસી ખાન થયો એટલે;
ઘણું પ્રશંસી વાળ્યો હીર, જસ વાળો જિમ સરિતા નીર. ૧૫૪૩ મેડતેથી ગુરુ ચાલ્યા ઊઠી, છડીદાર પાતશાહી પંઠિ;
નાગોરમાંહિ ગુરુ જાયે સહી, ચોમાસું કરતા ગહગહી. ૧૫૪૪
હીરજી જ્યારે નાગોર પધારે છે ત્યારે સામૈયાં થાય છે. મોટો મંત્રી જયમલ્લ સંઘવી હીરને વંદન કરવા જાય છે. મેઘમલ મહેતો હીરની ભક્તિ કરે છે. જેમ ધરણેન્દ્ર પાર્શ્વપ્રભુની, તેમ એ હીરની સેવા કરે છે. જેસલમેરથી સંઘ આવ્યો જેમાં મુખ્ય માંડણ કોઠારી છે. તેણે સોનૈયાથી ગુરને પૂજ્યા ને સ્ત્રી-પુરુષોને પહેરામણી કરી. ચોમાસું કરીને ગુરુજી પિપાડનગર આવ્યા. તાલો પુષ્કરણો ઘણું ધન ખરચે છે અને ગુરુને સોનાનાં ફૂલથી વધાવે છે. વરાડનગરમાં એક ભારમલ્લ સંઘવી વસે છે. એનો પુત્ર ઈદ્રરાજ વંદન કરવાને આવ્યો. ગુરુને પોતાને નગર પધારવા કહે છે. બિંબપ્રતિષ્ઠા કરવાનું પણ કહે છે. હીરગુરુએ કહ્યું કે શિરોહી જવાનું હોવાથી આવી શકાશે નહીં. પછી કલ્યાણવિજય વાચકને ત્યાં મોકલ્યા. તેમણે બિંબપ્રતિષ્ઠા કરાવી. હીરને નામે આનંદ છવાયો. ચાલીસ હજાર રૂપિયા ખર્ચા અવતાર સફળ કર્યો. હીરગુરુના શ્રાવકો ઈન્દ્ર સમા એક એકથી ચડિયાતા છે. હીરગુરુ શિરોહી આવ્યા. ત્યાં વિજયસેનસૂરિ મળ્યા. જાણે સૂર્ય અને ચંદ્રને એક સાથે જોઈ સંઘના મનોરથ ફળ્યા. વિજયસેન ગુજરાત પહોંચ્યા ને ખંભાત આવ્યા. રાજિયા-વજિયા શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી નરભવ સફળ કર્યો.
(ઢાળ ૬૪ – વાસુપૂજ્યજિન પૂજ્ય પ્રકાશો. એ દેશી) હીરજી જવ નાગોર પધારે, સામહિ ત્યાં થાય;
સંઘવી જૈમલ્લ મંત્રી મોટો, હીરને વંદને જાયે હો. હીરજી. ૧૫૪૫ મેઘમલ્લ મહિતો તે મોટો, ભગતિ હીરની કરતો;
પાસ પ્રભુની જિમ ધરણંદ્રહ, પૂજા ભલ આદરતો. હિરજી. ૧૫૪૬ જેસલમેર તણો સંઘ આવ્યો, મુખ્ય માંડણ કોઠારી;
સોનાઈએ શ્રીગુરુને પૂજે, પહિરાવ્યાં નરનારી. હીરજી. ૧૫૪૭ કરી ચોમાસું ગુરુજી ચાલે, પિપાડ નગરે આવે;
તાલો પુષ્કરણો ધન ખરચે, સોવન ફૂલ વધારે હો. હીરજી. ૧૫૪૮ વરાડ નગર માંહિ નર વસતો, સંઘવી ભારમલ્લ નામ;
ઈદ્રરાજ બેટો કસ કહીએ, આવ્યો વંદન કામ. હિરજી. ૧૫૪૯ કહિ ગુરુ માહારે નગરે પધારો, બિંબપ્રતિષ્ઠા કરસ્યું;
હિર કહે નવિ આવ્યું જાયે, સીરોહીયે સંચરસ્યું હો. હીરજી. ૧૫૫૦ કલ્યાણવિજય વાચક મોકલીઓ, પ્રાગવંશ મુખચંદો;
બિંબપ્રતિષ્ઠા તિહાં કણિ કીધી, હીર નામેં આનંદો. હી. ૧૫૫૧ પા. ૧૫૪૩.૨ શીતા નીર ૧૫૪૬.૧ મેહાલ