________________
૧૮૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીરવિજયસૂરિ ખિજાયા. “સવારે સહુ આયંબિલ કરજો અને હવે ભૂલ કરશો નહીં.” હીરનું વચન માથે ધરીને સૌ મુનિવરોએ આયંબિલ કર્યું. ગોચરીના સમયે હીરગુરુએ આંબિલની ગોચરી લીધી. સૌ સાધુઓએ પૂછ્યું, “ગપતિજી, આપને આયંબિલ શાનું?” હીર કહે “મારું મારું પડિલેહણ વિના પરઠવ્યું હતું. એટલે મારે પણ આયંબિલ કેમ ન આવે ?” જ્યારે હીરગુરુએ આયંબિલ કર્યું એ દિને ૮૦ આયંબિલ થયાં. તે રાત્રે જ સાવલો શ્રાવક છૂટ્યો. હીરવિજયસૂરિની પેરે પુણ્યવંતના જશની લહાણી થઈ. ગુરુમહિમા વધ્યો. પછી હીરે વિહાર કર્યો. શિરોહીથી નીકળીને ગુરએ પાટણમાં ચોમાસું કર્યું. પાછળથી છ માસ માટે જીવ-અભયદાનનું ફરમાન આવ્યું.
શાંતિચંદ્ર ઉપાધ્યાય ત્યાં રોકાયેલા. તેમણે કથાકોશ (કૃપારસકોશ) રચ્યો. તે અકબરને સંભળાવ્યો ને સુધારસભરી વાણીથી બોધ પમાડ્યો. તેના મનમાં દયાધર્મ વસ્યો. અને તે અંગે અકબરનો હુકમ થયો. અકબરના જન્મનો આખો મહિનો, રવિવારના દિવસો, સંક્રાંતિ અને નવરોજના દિવસો – એ દિવસોમાં જીવહિંસા કરવી નહીં. કારણ એવું બન્યું કે ઈદનો દિવસ આવ્યો. શાંતિચંદ્ર બાદશાહ પાસે ગયા. કહે “મને અહીંથી વિદાય કરો. કેમકે કાલે (ઈદ હોવાથી) લાખો-કરોડો જીવ મરશે. અહીં રહેતાં મને દોષ લાગે. તમારા ગ્રંથમાં પણ તમે જુઓ તો જણાશે કે જ્યારે રોજા પૂરા થાય ત્યારે રોટી ને ભાજી ખાય તો રોજા કબૂલ ગણાય.” અકબર દયાવાન હતો. એણે અબુલફજલને બોલાવ્યો. બધા ઉમરાવોને એકઠા કરી કિતાબ વંચાવી. એમાં હતું કે રોજા પૂરા થાય ત્યારે ભાજી ખાવી. જીવોની ખેર-મહેર થાય તો જ રોજા સાચા ગણાય. સુલતાને આવા બોલ સાંભળીને સહુ ઉમરાવોને સાવધાન કર્યા. નગરમાં ઢંઢેરો ફેરવ્યો કે કોઈએ (ઈદની) સવારે જીવને મારવો નહીં. કોડિબંધ, ઘેટાં, બકરાં, કૂકડા બચી ગયા. શ્રાવકોએ મોગલોના ઘરમાં પેસીને અર્ધલાખ પ્રાણીઓને છોડાવ્યાં. હીરગુરુના મહિમાથી આવાં પુણ્યનાં કામો થયાં. મહોરમનો મહિનો, અને સૂફીના દિવસે જીવહિંસા નિષેધ કરાવ્યો. આમ બધું મળી વર્ષના છ માસ અમારિપાલન થયું. આવું એક ફરમાન થવા સાથે બીજું જીજિયાવેરાનું થયું. નથુ મેવડાને સાથે લઈ શાંતિચંદ્ર સિદ્ધપુર નગરીએ હીરગુરુને આવી મળ્યા. હીરગુરુનો આ મહિમા કે એમણે અનેક અસુરોને બોધ પમાડ્યા. ષડ્રદર્શનમાં એમનું નામ પ્રસિદ્ધ છે ને ગામ આખું એમના ગુણ ગાય છે. સંઘજી વગેરે સાત જણાને પાટણમાં દીક્ષા આપી. તેની કથા સૌ નરનારી સાંભળજો.
(દુ)
એ શ્રાવક ગુર હીરના, દેખો ધનદ સમાન;
હીર રહ્યા સીરોહીમાં, વરસે શ્રાવક દાન. ૧૬૦૭ (ઢાળ ૭૦ - ગિરજા દેવીને વનવું રે. રાગ ગોડી) હીરવિજયસૂરિ સુંદર રે, રહ્યા સિરોહી માંહે રે;
કરી પ્રતિષ્ઠા ચોમુખ તણી રે, 28ષભ જિનેશ્વર ત્યાંહે. હી. ૧૬૦૮